• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /લેખિત કરાર કરીને લિવ ઈનમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

લેખિત કરાર કરીને લિવ ઈનમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

Gujarat High Court Verdict: લિવ ઈનમાં રહેતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટે એક દાખલો બેસે એવો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે પોતાની મરજીથી લિવ ઈનમાં રહેતા લોકો જ્યારે અલગ થાય તો પુરુષ સામે દુષ્કર્મનો ગુનો ન બને. ખોટા વચનના આધારે દાખલ કરવામાં આવતી ફરિયાદો સામે ગુજરાત હાઇકોર્ટે મહત્વનું કાનૂની વલણ સ્પષ્ટ કર્યું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

Written ByViral Raval
Published: Oct 23, 2026, 11:01 AM IST|Updated: Oct 23, 2026, 11:19 AM IST
joinshare
લેખિત કરાર કરીને લિવ ઈનમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર, ACની કરી હતી માંગણી, ના પાડતા 40,000 માંગ્યા

આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર, ACની કરી હતી માંગણી, ના પાડતા 40,000 માંગ્યા

2

OTT Releases: ઓટીટી લવર્સ માટે આ વીકેન્ડ છે ખાસ, અલગ અલગ જોનરની 5 ફિલ્મો થઈ ગઈ સ્ટ્રીમ

3

IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?

4

લેખિત કરાર કરીને લિવ ઈનમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

5

Liver Health: લીવરમાં જમા ફેટ ઓગાળી બહાર કાઢી નાખે તેવા 4 દેશી પીણાં, લીવર થઈ જશે ડિટોક્સ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાત હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે જેમાં કહ્યું કે સંમતિથી લિવ-ઈનમાં રહ્યા બાદ અલગ થતાં પુરુષ સામે દુષ્કર્મનો ગુનો ન બને. કોર્ટે લગ્નના ખોટા વચનનો દાવો ફગાવ્યો. 21 વર્ષે લગ્ન કરવાની શરત કાયદાકીય રીતે ગેરકાયદે હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું. આ સાથે હાઈકોર્ટે આરોપી પુરુષને નિર્દોષ છોડી મૂકવાના નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો. આ સાથે એમ પણ કહ્યું કે, પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી કરાર કરીને સાથે રહે તો બાદમાં બળાત્કારનો આરોપ ન લગાવી શકાય. ખોટા વચનના આધારે દાખલ કરાતી ફરિયાદો સામે હાઇકોર્ટે મહત્વનું કાનૂની વલણ સ્પષ્ટ કર્યું.

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

હાઈકોર્ટના ચુકાદાની મહત્વની વિગતો

  • જસ્ટિસ ઈલેશ જે વોરા અને જસ્ટીસ આર ટી. વાચ્છાણીની ખંડપીઠે આ કેસમાં પૂર્વ લિવ ઈન પાર્ટનર યુવતીની અપીલ ફગાવી દીધી અને મહિલાએ આરોપી પુરુષ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપી પુરુષને નિર્દોષ ઠેરવતો ચુકાદો યથાવત રાખ્યો. 
  • કોર્ટે 21 વર્ષે લગ્ન કરવાની શરદ પણ કાનૂની રીતે ગેરકાયદેસર ગણાવી. 
  • ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કહે છે કે પરસ્પર સંમતિથી થયેલા લેખિત કરાર હેઠળ જ્યારે બે વયસ્કો સાથે રહે છે અને પછી લેખિત કરારથી જ સાથે રહેવાનું બંધ કરે ત્યારે  લગ્નના ખોટા વચનો પર પીડિતાનો દુષ્કર્મનો દાવો ટકાવી રાખવો મુશ્કેલ બને છે.  
  • હાઇકોર્ટ જણાવ્યું કે અપીલકર્તા અને પ્રતિવાદીનો લાંબા સમયથી ચાલતા સંબંધમાં તેમના સાથે રહેવા અને એકબીજા સાથે સહવાસ કરવાના સંજોગોનો પણ સમાવેશ થાય છે, તે મહિલાના માતા પિતાની જાણકારી સાથે અલગ ભાડાના રહેઠાણનો હતો જેના કારણે એવી ધારણા બને છે કે તેમનો સંબંધ માન્ય સંમતિ પર આધારિત હતો. 
  • કોર્ટના જણાવ્યાં મુજબ મહિલા અને પુરુષ વચ્ચેના શારીરિક સંબંધો પણ ફરિયાદી મહિલાની સતત સંમતિ પર આધારિત હતા અને પછી બંનેનું અલગ થવું એ પણ સ્વૈચ્છિક હતું.

પાછું વાવાઝોડું? બંગાળની ખાડીમાં ભારે હલચલ, લો પ્રેશર બનવાની સંભાવના, 11 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

21 વર્ષે લગ્ન કરવાની શરત કાયદાકીય રીતે ગેરકાયદે હોવાનું કોર્ટનું વલણ

  • કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યારે લિવ ઈન રિલેશનશીપનો કરાર થયો અને તેની સમજૂતી અમલમાં મૂકાઈ ત્યારે એ યુવક 20 વર્ષનો હતો અને 21 વર્ષનો  થાય ત્યારે લગ્ન કરવાની શરત મૂકાઈ હતી પરંતુ આવો કરાર કાયદેસર ન ગણાય. કારણ કે તે કાયદાની નજરે ગેરકાયદેસર છે. 
  • આ કેસમાં પક્ષકારોએ પોતાની સંમતિથી લિવ ઈનનો કરાર કર્યો હતો અને પછી સ્વેચ્છાએ જ કરાર રદ પણ કર્યો. 
  • બંનએ કોઈના પણ દબાણ વગર પોતાની સંમતિથી સાથે રહેવાનું શરૂ કર્યું તેથી પુરુષ વિરુદ્ધ લગ્નના ખોટા વચનના આધારે કેસને દુષ્કર્મના દાયરામાં ન લાવી શકાય. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News