• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /પાછું વાવાઝોડું? બંગાળની ખાડીમાં ભારે હલચલ, લો પ્રેશર બનવાની સંભાવના, 11 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પાછું વાવાઝોડું? બંગાળની ખાડીમાં ભારે હલચલ, લો પ્રેશર બનવાની સંભાવના, 11 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Written ByViral Raval
Published: Oct 23, 2026, 10:15 AM IST|Updated: Oct 23, 2026, 11:16 AM IST
joinshare
બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે. લો પ્રેશર બનવાની શક્યતા છે. આ સાથે દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ અપાયું છે. તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

અંડમાન સાગરમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે. જેનાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામા વિભાગના જણાવ્યાં મુજબ આ વેધર સિસ્ટમના પ્રભાવથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. 

અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી1/4

અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે 23 ઓક્ટોબરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પણ હવામાન બદલાવાના સંકેતો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
75 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા2/4

75 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ દર કલાકે 75 કિલોમીટર સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો કે, વરસાદની તીવ્રતા અને તેની અસર જુદા-જુદા વિસ્તારોમાં અલગ-અલગ રહી શકે છે.
ટ્રોપિકલ સાયક્લોન બનશે કે નહીં તે તો સમય કહેશે3/4

ટ્રોપિકલ સાયક્લોન બનશે કે નહીં તે તો સમય કહેશે

IMDના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ચક્રવાતી ગતિવિધિઓની આશંકા રહેતી હોય છે. સમુદ્રનું ગરમ પાણી અને અનુકૂળ વાયુમંડળીય પરિસ્થિતિઓ કોઈ પણ હવામાન સિસ્ટમને તાકાત આપી શકે છે. જો કે વેધર સિસ્ટમ ટ્રોપિકલ સાયક્લોનનું સ્વરૂપ પકડશે કે નહીં તેના વિશે કશું હાલ કહી શકાય નહીં. જેના રસ્તા, પાવર, અને ભારતીય કાંઠાઓ પર સંભવિત અસરની તસવીર આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ શકશે.
ગુજરાત માટે શું છે આગાહી4/4

ગુજરાત માટે શું છે આગાહી

બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વના વાયરા ફૂંકાયા. ઓક્ટોબર મહિનામાં રાજકોટ ગરમ રહ્યું. રાજકોટમાં 2002 ના ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન 41.9 ડીગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ રાજકોટમાં 2020 મહત્તમ તાપમાન 40.2 ડીગ્રી નોંધાયું. ચાલુ વર્ષ 20026 ઓક્ટોબર મહિનામાં મહતમ તાપમાન 40.8 ડીગ્રીએ પહોંચ્યું. રાજકોટમાં મહતમ તાપમાન સામાન્ય કરતા 4 ડીગ્રી ઊંચું નોંધાયું. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્યથી 2 થી 4 ડીગ્રી ઊંચું જોવા મળ્યું. ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન ઊંચું રહેતા ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
OTT Releases: ઓટીટી લવર્સ માટે આ વીકેન્ડ છે ખાસ, અલગ અલગ જોનરની 5 ફિલ્મો થઈ ગઈ સ્ટ્રીમ

OTT Releases: ઓટીટી લવર્સ માટે આ વીકેન્ડ છે ખાસ, અલગ અલગ જોનરની 5 ફિલ્મો થઈ ગઈ સ્ટ્રીમ

2

IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?

3

લેખિત કરાર કરીને લિવ ઈનમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

4

Liver Health: લીવરમાં જમા ફેટ ઓગાળી બહાર કાઢી નાખે તેવા 4 દેશી પીણાં, લીવર થઈ જશે ડિટોક્સ

5

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.