Severe Cyclonic Storm Murasu: અર્ણબ વાવાઝોડા બાદ હવે મુરાસુ નામનું વાવાઝોડું તબાહી મચાવવા માટે તૈયાર છે. બંગાળની ખાડીમાં વધુ એક ખતરનાક તોફાન મંડરાઈ રહ્યું છે. IMDની આગાહી મુજબ આ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે 3 નવેમ્બરની સવારે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારે ત્રાટકી શકે છે. ત્યારે આ તોફાન શું ગુજરાતને અસર કરશે કે નહીં અને અંબાલાલની આગાહી શું કહે છે તે પણ ખાસ જાણો.
જાણીતા આગાહીકાર અંબાલાલે પણ વાવાઝોડા અંગે આગાહી કરેલી છે. તેમણે તો ઉપરાછાપરી વાવાઝોડાની આગાહી કરેલી છે. જાણો આ વાવાઝોડા ગુજરાતને અસર કરશે કે નહીં. આ ઉપરાંત બંગાળની ખાડીની હલચલ અરબ સાગરને પણ હચમચાવશે?
1/7
આંધ્ર ફરીથી વાવાઝોડું ઝેલશે
અર્ણબ વાવાઝોડાએ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ભારે કહેર મચાવ્યો હતો અને હવે ફરીથી આંધ્ર વાવાઝોડાનો કહેર ઝીલી શકે છે. 3 નવેમ્બરે બંગાળની ખાડીમાં ઉદભવેલું મુરાસુ નામનું આ વાવાઝોડું આંધ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. લેન્ડફોલ બાદ પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોખમ જોતા આંધ્ર અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
2/7
ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું
બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન હવે મુરાસુ નામના ચક્રવાતમાં ફેરવાયું છે. હવામાન વિભાગ મુજબ આ તોફાન 3 નવેમ્બરે સવારે આંધ્રના દરિયાકિનારે ત્રાટકી શકે છે. એક જ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં આ બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલા અર્ણબ 28 ઓક્ટોબરના રોજ આંધ્રના દરિયાકાંઠે ટકરાયું હતું. અત્રે જણાવવાનું કે ચક્રવાતનું નામ મુરાસુ એ ભારત તરફથી સૂચવેલી સૂચિમાં સામેલ છે. તમિલ ભાષામાં મુરાસુ શબ્દનો અર્થ યુદ્ધના નગારા થાય છે.
3/7
IMDએ આપી જાણકારી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું કે પશ્ચિમ મધ્ય અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર બનેલું તોફાન મોરાસુ છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ ઉત્તર પશ્ચિમ દિશામાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જે વધુ તીવ્ર થઈને એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. આજે 2 નવેમ્બરે સવારે 2.30 કલાકે તે 13.6° ઉત્તર અક્ષાંશ અને 82.5° પૂર્વ દેશાંતર પાસે સ્થિત હતું. તે ચેન્નાઈથી લગભગ 260 કિમી પૂર્વ ઉત્તર પૂર્વ, નેલ્લોરથી 290 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વ, મછલીપટ્ટનમથી 320 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ, કાવલીથી 310 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વ, ઓંગોલથી 330 કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વ અને વિશાખાપટ્ટનમથી 470 કિમી દક્ષિણમાં સ્થિત છે.
4/7
શું કહે છે અંબાલાલની આગાહી
અંબાલાલે હાલમાં જ કરેલી પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યું હતું કે 3 નવેમ્બર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં, અમરેલીના થોડાક ભાગોમાં વરસાદ પડી શકે છે. દ્વારકામાં થોડા ભાગોમાં ગીરના ભાગોમાં પોરબંદરના ભાગોમાં અને જામનગરના ઘણા ખરા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના હવામાનમાં પલટો આવી શકે. દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં કમોસમી વરસાદની શક્યતા રહે
5/7
અંબાલાલે પણ કરી હતી વાવાઝોડાની આગાહી
અંબાલાલે પણ પોતાની આગાહીમાં 3 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરેલી છે. આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનતા ડિપ્રેશન બનવાની અને ત્યારબાદ 6થી 9 તારીખમાં બંગાળના ઉપસાગરમાં બીજી એક મજબૂત સિસ્ટમ બનવાની પણ શક્યતા વ્યક્ત કરેલી છે. ડિપ ડીપ્રેશન બને તો તોફાનમાં ફેરવાય તેવી શક્યતા રહે છે.
6/7
દિવાળી ટાણે વાદળા ઘેરાઈ શકે
અંબાલાલની આગાહી મુજબ દિવાળીના દિવસે વાદળો આવી શકે. બેસતા વર્ષે થી દેવદીવાળી સુધીમાં બંગાળ ઉપસાગર અને અરબ સક્રિય થતા હવામાનમાં વારંવાર પલટો આવી શકે. 12-13-14 નવેમ્બરનો સમય વાદળવાયુ માવઠા જેવું થઈ શકે.1 6 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનાવી શક્યતા રહેશે.
7/7
આ વાવાઝોડું ગુજરાતને કરશે અસર!
અંબાલાલની આગાહી મુજબ 18-22 દરમિયાન મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. ગુજરાતમાં અસર થવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ પર તેજ ગતિના પવનો ફેકાશે. 2 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રાવત બનવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વારંવાર બંગાળનો ઉપસાગર સક્રિય થતાં અરબ સાગરમાં હલચલ થતા દેવ દિવાળી સુધીમાં ગુજરાતના હવામાનમાં વારંવાર પલટા આવી શકે.