• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /સાવધાન! ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું અર્નબ! અંબાલાલની આગાહીએ તો ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાડી, આ વિસ્તારોમાં મોટો ખતરો

સાવધાન! ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું અર્નબ! અંબાલાલની આગાહીએ તો ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાડી, આ વિસ્તારોમાં મોટો ખતરો

Written ByKinjal Patel
Published: Oct 28, 2026, 09:50 AM IST|Updated: Oct 28, 2026, 10:22 AM IST
joinshare
Gujarat Weather Forecast: ગુજરાતમાં તહેવારોની ખુશી વચ્ચે હવે અન્નદાતાના માથે કમોસમી વરસાદનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે! હવામાન વિભાગે આગામી 29 અને 30 ઓક્ટોબરે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સત્તાવાર આગાહી કરી દીધી છે, તો બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની અસરથી મોટા પલટાની ચેતવણી આપી છે. નવસારી, વલસાડથી લઈને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર અને ઉત્તર ગુજરાત સુધી માવઠાની કેવી વર્તાશે અસર.

Gujarat Weather Forecast: દિવાળીના ટાણે જ રાજ્યના હવામાનમાં પલટો આવવાની ઘડીઓ ગણાઈ રહી છે! અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાત પર કમોસમી વરસાદનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ, 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા વરસશે. 

ગુજરાત પર વાવાઝોડું અર્નબની શું થશે અસર?1/6

ગુજરાત પર વાવાઝોડું અર્નબની શું થશે અસર?

એવું કહેવાય છે કે વાવાઝોડું અર્નબ સીધું ગુજરાત તરફ આવી રહ્યું નથી, પરંતુ વાવઝોડાનો ઘેરાવો આંશિક રીતે અસર કરી શકે છે. વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આંશિક વાદળછાયું અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. મુખ્ય ખતરો આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢ જેવા પૂર્વી અને મધ્ય ભારતીય રાજ્યો માટે રહે છે.
અર્નબ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ2/6

અર્નબ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ

દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જ્યારે અર્નબ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ થયું છે અને ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, 28 ઓક્ટોબર દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું3/6

દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાની માહિતી સામે આવી છે. આગામી સાત દિવસની આગાહી પર ધ્યાન કેન્દ્રિત થયું છે. રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી સાથે તાપમાનમાં સંભવિત ઘટાડાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડાના લેન્ડફોલની શક્યતા4/6

28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડાના લેન્ડફોલની શક્યતા

વાઝોડાની સંભવિત અસરને કારણે ગુજરાતના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ 26 થી 28 ઓક્ટોબર દરમિયાન તાપમાન સ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, વાવાઝોડું અને સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં થનારા ફેરફારો મહત્વપૂર્ણ રહેશે.
અંબાલાલ પટેલની આગાહીએ તો ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી5/6

અંબાલાલ પટેલની આગાહીએ તો ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી

29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, તો 30 ઓક્ટોબરે આ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે. માત્ર સરકારી આગાહી જ નહીં, પરંતુ અંબાલાલની આગાહીએ તો ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે! વાવાઝોડાની સંભવિત અસરના કારણે પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રના જૂનાગઢ સુધી હવામાન પલટાઈ શકે છે.
  હવામાનનો ઉતાર-ચઢાવ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી ફેરવી6/6

હવામાનનો ઉતાર-ચઢાવ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી ફેરવી

એટલું જ નહીં, નવેમ્બરના પ્રથમ પખવાડિયાથી શરૂ કરીને આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની તલવાર અન્નદાતાના માથે લટકી રહી છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં એક તરફ ઘઉં અને રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યાં આ હવામાનનો ઉતાર-ચઢાવ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી ફેરવી શકે છે. ફેબ્રુઆરીની ઠંડીથી લઈને માર્ચ-એપ્રિલના કમોસમી વરસાદ સુધી—આ વર્ષે કુદરત અન્નદાતાની આકરી પરીક્ષા લઈ રહી છે. જો સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે, તો તૈયાર પાક બરબાદ થતા વાર નહીં લાગે.
TAGS:
Gujarati News
Gujarat News

Trending

  • News
  • Photos
  • Videos
Apple એ રિલીઝ કર્યું iOS 27.2 અપડેટ, જાણો શું નવું મળશે અને કયા iPhones મોડલ પર કરશે સપોર્ટ?

Apple એ રિલીઝ કર્યું iOS 27.2 અપડેટ, જાણો શું નવું મળશે અને કયા iPhones મોડલ પર કરશે સપોર્ટ?

2

અત્યંત દુ:ખદ સમાચાર: એશિયન ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા પેરા એથલીટ નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું

3

ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

4

Diwali Diya Hack: ઓછા તેલમાં પણ આખી રાત ચાલશે દીવો, દિવાળી પર ટ્રાય કરવા જેવો છે આ નુસખો

5

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.