• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /દીવાળી પહેલા ધનાઢ્ય બનશે આ રાશિઓ! દેવગુરુ-રહસ્યમયી કેતુ બનાવશે ધનના ઢગલા કરાવતો ધ્વજ યોગ

દીવાળી પહેલા ધનાઢ્ય બનશે આ રાશિઓ! દેવગુરુ-રહસ્યમયી કેતુ બનાવશે ધનના ઢગલા કરાવતો ધ્વજ યોગ

Written ByViral Raval
Published: Oct 15, 2026, 09:08 AM IST|Updated: Oct 15, 2026, 09:13 AM IST
joinshare
Guru Ketu Yuti: હાલ અંબામાતાના નવલા નોરતા ચાલુ છે અને ત્યારબાદ હવે દીવાળીનો તહેવાર આવશે. દીવાળી પહેલા જ ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવાનો છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ અને રહસ્યમયી ગ્રહ કેતુની દુર્લભ યુતિ થવાની છે. આ યુતિથી યોગ પણ એવો દુર્લભ બનશે.

ઓક્ટોબરના છેલ્લા દિવસે એટલે કે 31મી ઓક્ટોબરે દેવગુરુ બૃહસ્પતિ રાશિ બદલીને સિંહમાં ગોચર કરશે. કર્કમાંથી સિંહમાં જશે ત્યારે ત્યાં પહેલેથી જ હાજર  કેતુ સાથે ગુરુની યુતિ બનશે અને અતિ દુર્લભ એવા ધ્વજ યોગનું નિર્માણ કરશે. જે કેટલીક રાશિઓ માટે લાભકારી રહી શકે છે. 

ધ્વજ યોગનું મહત્વ1/5

ધ્વજ યોગનું મહત્વ

દેવગુરુ બૃહસ્પતિ અને કેતુનો આ ધ્વજ યોગ જ્યોતિષમાં ધન-સંપત્તિ, આધ્યાત્મ, કરિયરની રીતે અતિ મહત્વનો ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ દીવાળી પહેલા આ અતિ શુભ યોગનું બનવું એ કેટલીક રાશિના જાતકોના જીવનમાં અચાનક ધરખમ ફેરફાર લાવી શકે છે. બંપર ધનલાભ અને પ્રગતિના રસ્તા ખુલી શકે છે. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. જાણો તે રાશિઓની યાદીમાં તમારી રાશિ છે કે નહીં.
સિંહ રાશિ2/5

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને તેમને આ યોગ ખુબ લાભ કરાવી શકે છે. આર્થિક મોરચે મોટો ફાયદો થઈ શકે છે. આવકના બીજા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આ સમયમાં ખર્ચામાં કાપ મૂકવાથી બેંક બેલેન્સમાં પણ વધારો થઈ શકે છે. પૈતૃક સંપત્તિ કે પ્રોપર્ટી મામલે જો વિવાદ ચાલતો હોય તો ઉકેલાઈ શકે છે. માનસિક તાણ દૂર થઈ શકે છે અને કૌટુંબિક માહોલ સારો બની શકે છે.
કન્યા રાશિ3/5

કન્યા રાશિ

કન્યા રાશિના સ્વામી ગ્રહ બુધ છે જે વાણી અને વેપાર-ધંધાના કારક છે. આ જાતકોને લાંબા સમયથી પેન્ડિંગ મામલાઓમાં પ્રગતિ જોવા મળી શકે છે. નોકરીયાતોને તેમની મહેનતનું ફળ મળી શકે છે. વેપારીઓને કામધંધામાં સારી તક મળી શકે છે. વેપારનું વિસ્તરણ થઈ શકે છે. લગ્ન સંબંધિત પરેશાનીઓનું સમાધાન થઈ શકે.
ધનુ રાશિ4/5

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી ગ્રહ એ ગુરુ છે. ત્યારે ગુરુના સ્વામીત્વવાળી રાશિને ગુરુનું રાશિ પરિવર્તન સ્વાભાવિકપણે મહત્વનું બની રહેશે. જો નવી નોકરીનું વિચારતા હશો તો સારી તક મળી શકે છે. પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ રહે. નવા નવા કૌશલ મેળવવામાં સફળ રહેશો જો કાર્યક્ષેત્રે કામે લાગી શકે છે. આર્થિક મોરચે સારો એવો લાભ થઈ શકે છે.
મેષ રાશિ5/5

મેષ રાશિ

મંગળ એ મેષ રાશિના સ્વામી ગ્રહ છે અને આ જાતકો પર હાલ જો કે શનિની સાડાસાતી ચાલે છે પરંતુ ગુરુના ગોચરથી બનતો ધ્વજ યોગ તમને ફાયદો કરાવી શકે છે. નોકરીયાતોને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. નવી યોજના અમલી કરી શકો છો. ધનની આવક થશે. કરજ કે ઉધાર સંબંધિત પડકારો પાર પડે. કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હશો તો સકારાત્મક પરિણામ આવી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

2

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

3

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

4

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

5

આમિર ખાનના ભાણિયાને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ઈમરાન ખાને 28 ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.