લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ
Sasu Jamai Love Story: સંબંધોના લીરે લીરા ઉડાવતી ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એમ થાય છે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. સાસુ પણ માતાનું જ બીજું સ્વરૂપ છે. પરંતુ આ શું? યુપીમાં એક જમાઈ તેની વહુને બાજુમાં ધકેલીને સાસુ જોડે ભાગી ગયો. વિગતો અત્યંત ચોંકાવનારી છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જ્યાં એકવાર ફરીથી પવિત્ર સંબંધ લજવાયા છે. ઉન્નાવમં એક સાસુ તેના જ જમાઈ સાથે ભાગી ગઈ. એ પણ એવા સમયે કે જ્યારે તેનો પતિ બિમાર હતો અને તે વખતે તેના પતિને તેની સૌથી વધુ જરૂર હતી. પતિ ગંભીર બીમારી સામે ઝઝૂમે છે. મહિલાનો છોકરો અને પતિ એસપી પાસે પહોંચ્યા અને ન્યાયની ગુહાર લગાવી છે.
શું છે મામલો
મળતી માહિતી મુજબ આ મામલો ઉન્નાવના અજગૈન પોલીસ મથકની હદમાં આવેલા એક ગામનો છે. એસપી જયપ્રકાશ સિંહને અપાયેલા ફરિયાદ પત્રમાં પીડિત પુત્રએ કહ્યું કે લગભગ 15 વર્ષ પહેલા તેની બહેનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત નિપજ્યું હતું. પરિવારને હત્યાની આશંકા હોવા છતાં બાળકોના ભવિષ્ય ખાતર જમાઈ વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરાઈ નહીં. પરંતુ સમય જતાઆ જ જમાઈ પરિવાર માટે જાણે શ્રાપ બની ગયો.
બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે
સાસુ જમાઈ વચ્ચે વધવા લાગી નીકટતા
પત્નીના મોત બાદ જમાઈ સાસુની વધુ નીકટ આવવા લાગ્યો હતો. બીમાર પિતાએ જ્યારે આ સંબંધનો વિરોધ કર્યો તો પણ મહિલા પર તેની કોઈ અસર થઈ નહીં. એવો પણ આરોપ છે કે 14 સપ્ટેમ્બરના રોજ મહિલાએ પોતાની 10 ગૂંઠા જમીન પોતાના પૌત્રના નામે ટ્રાન્સફર કરાવી દીધી અને ત્યારબાદ 2 નવેમ્બરે અચાનક મહિલા ઘરમાંથી ગાયબ થઈ ગઈ.
જમીન ખોદીને ખજાનો લઈ ગઈ
પરિવારે જ્યારે ઘરમાં શોધખોળ કરરી તો તેમના હોશ ઉડી ગયા. ઘરમાં કોઠડીમાં જમીન નીચે પૈતૃક વારસાગત સંપત્તિ દાટી રાખી હતી તે પણ મહિલા ખોદીને લઈ ગઈ હોવાનો આરોપ છે. પુત્રના જણાવ્યા મુજબ આરોપી સાસુ પોતાની સાથે લગભગ 2 કિલો ચાંદી અને 80 ગ્રામ સોનાના દાગીના લઈને ગઈ છે.
પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ
પીડિત પુત્રનો એવો પણ આરોપ છે કે તેણે પહેલા સ્થાનિક અજગૈન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો નહીં. કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે પરિવાર ન્યાય માટે એસપીના શરણે ગયો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનાએ સંબંધોની મર્યાદાને તાર તાર કરી નાખ્યા છે.
અત્યારની આધુનિક જીવનશૈલીમાં સંબંધોના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. જ્યાં સાસુ અને જમાઈ વચ્ચે એક પુત્ર અને માતાનો સંબંધ હોવો જોઈએ એની જગ્યાએ આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ખરેખર એમ થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે.