• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે

બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે

Crime News: આજથી દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસ છે અને આજના દિવસે એક બેંગલુરુથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. જ્યાં એક કેબ ડ્રાઈવરે પત્ની સાથે નારાજગીમાં પત્ની અને તેના પરિવારના 7 લોકોની હત્યા કરી નાખી છે. મોડી રાતે આ ખુલાસો થતા જ હડકંપ મચી ગયો છે. પોલીસે હાલ તો કેબ ડ્રાઈવરને પકડી લીધો છે અને પૂછપરછ ચાલુ છે.

Written ByViral Raval
Published: Nov 06, 2026, 09:22 AM IST|Updated: Nov 06, 2026, 09:41 AM IST
joinshare
બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dhanteras Special: એક સુકાયેલા આમળાના દાનથી થયો સોનાનો વરસાદ! જાણો કનકધારા સ્તોત્ર અને યંત્રપૂજાનું રહસ્ય

Dhanteras Special: એક સુકાયેલા આમળાના દાનથી થયો સોનાનો વરસાદ! જાણો કનકધારા સ્તોત્ર અને યંત્રપૂજાનું રહસ્ય

2

સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ: ભાજપમાં આંતરિક બળવા અને હોર્સ ટ્રેડિંગની આશંકા

3

બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે

4

વિક્રમ સંવત 2083 Rashifal: મિથુન રાશિ માટે પરિવર્તન અને પ્રગતિની નવી તકો લાવશે નવું વર્ષ, વાંચો તમારો વાર્ષિક રાશિફળ

5

રાહુલ ગાંધીના એક ઈશારે લાખો યુવાનો રસ્તા પર ઉતરી જશે, ભારતની હાલત બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ થશે, કોંગ્રેસના નેતાનો બફાટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિવાળી ટાણે જ બેંગલુરુથી એક હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા છે. જ્યાં સામૂહિક હત્યાના બનાવથી ચકચાર મચી છે. એવું કહેવાય છે કે કેબ ડ્રાઈવર કે જેનું નામ ઈન્દુ શેખર હોવાનું કહેવાય છે તે પત્નીના વર્તનથી ખુબ જ નારાજ રહેતો હતો. પત્નીના આવા વર્તન અંગે જ્યારે તેણે સાસરીવાળા સાથે વાત કરી તો તેમણે પણ પત્ની સુનિતાનો પક્ષ લીધો. આ વાતથી નારાજ થઈને કેબ ડ્રાઈવરે પત્ની સુનિતા, અને તેના પરિવારના 6 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા.

મૃતકોમાં  કોણ કોણ સામેલ

આરોપી કેબ ડ્રાઈવરે પત્ની સુનિતા, સાસુ  રૂપાવતી, સાળો શિવકુમાર અને શંકર તથા ભાભીઓ દિવ્યા અને  નલીની તથા શિવકુમારના સાત વર્ષના પુત્ર પુનિતની  હત્યા કરી.

પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ આ હત્યાઓની પહેલેથી યોજના ઘડી હોવાનું કહેવાય છે.  તેણ સૌથી પહેલા તેની પત્નીને મોતને ઘાટ ઉતારી. જ્યારે ત્યારબાદ તેણે તેના બંને સાળાઓને પાર્ટી આપવાના બહાને ઘરે બોલાવ્યા અને તેમની હત્યા કરી. ત્યારબાદ તેમની પત્નીઓ, પોતાની સાસુ અને એક સાત વર્ષના બાળકને પણ મોતને ઘાટ  ઉતારી દીધા.

પોલીસને એવો શક છે કે આરોપીએ હત્યા માટે ખાંડવા માટેનો જે પથ્થર છે તે સિલબટ્ટા (પથ્થર)નો ઉપયોગ કર્યો હોઈ શકે. તેણે મૃતદેહોને પોતાની કારમાં રાખીને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી દીધા. ત્યારબાદ લોહીના ધબ્બા મીટાવવા માટે અને પુરાવા નાશ કરવા માટે તેણે રસાયણો (કેમિકલ્સ)નો ઉપયોગ કર્યો.

CJP Protest: શનિવારે કેરળના કોચીમાં CJP કરશે વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકે એ કરી જાહેરાત

એવું કહેવાય છે કે આરોપીએ ઘરેલુ વિવાદને પગલે આ હત્યાઓને અંજામ આપ્યો. આરોપી એ વાતે નારાજ હતો કે તેની પત્ની તેના પિયરિયાઓના સતત સંપર્કમાં રહેતી હતી. જ્યારે શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં ગૂમ થવા અંગેની એક ફરિયાદ નોંધાઈ ત્યારે આ હિચકારા મામલાનો ખુલાસો થયો. પૂછપરછ દરમિયાન આરોપીએ અલગ અલગ નિવેદનો આપ્યા. જેના કારણે પોલીસને આ ભયાનક હત્યાકાંડની જાણ થઈ.

નંદી હિલ્સના તલહટી પાસે ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું અને પોલીસે સાત વર્ષના બાળક પુનિતનો મૃતદેહ મેળવ્યો. અન્ય મૃતદેહોની પણ શોધ માટે સર્ચ ઓપરેશન ચાલું છે. આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપીએ 7 લોકોની હત્યાની કબૂલાત કરી છે પરંતુ હજુ સુધી તેમને ફક્ત એક જ મૃતદેહ મળી આવ્યો છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
India News