અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કેરળમાં થનાર વિરોધ પ્રદર્શનની પુષ્ટિ કરી છે. SIR મુદ્દે હવે કોક્રોજ જનતા પાર્ટી કેરળના કોચીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવા જઈ રહી છે. આ અંગે CJP ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ પોસ્ટ કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનને કોચીમાં જંતર મંતર નામ આપવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનનું સ્થળ કોચીનું રાજેન્દ્ર મેદાન હશે જ્યાં સાંજે 4 વાગ્યાથી વિરોધ પ્રદર્શન શરૂ થશે.
અભિજીત દીપકે એ પણ એક વીડિયો શેર કરીને 7 નવેમ્બરે થનાર વિરોધ પ્રદર્શન વિશે જાહેરાત કરી હતી. અભિજીત દીપકે એ જણાવ્યું હતું કે 7 નવેમ્બરે કોચીમાં એસઆઈઆર મુદ્દે વિરોધ પ્રદર્શન થશે. તેણે જણાવ્યું કે તે પોતે પણ કોચીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે. આ વિરુદ્ધ પ્રદર્શનમાં દક્ષિણ ક્ષેત્રના પ્રમુખ વિજય મલ્લંગી અને રાષ્ટ્રીય સચિવ આફરીન નવાઝ પણ હાજર રહેશે.
મહત્વનું છે કે કેરળમાં હાલ કોંગ્રેસના નેતૃત્વ વાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર છે. અભિજીત એસઆઈઆર મુદ્દે અચાનક જ કેરળની પસંદગી કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પહેલી વખત હશે જ્યારે કોક્રોચ જનતા પાર્ટી કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પંજાબમાં રેલીને સંબોધન કરતી વખતે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ભગવત માન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી કોક્રોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી. આ વિરોધ પ્રદર્શન પણ દિવાળીના એક દિવસ પહેલા થવા જઈ રહ્યું છે.
The fight to save our democracy is not over! See you in Kerala on November 7🫡🇮🇳 https://t.co/yrRCyvwBi8
— Abhijeet Dipke (@abhijeet_dipke) November 5, 2026
મહત્વનું છે કે SIR મુદ્દે સૌથી પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ સીજેપીના નેતા આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. જંતર મંતર પર તે સમયે વિરોધ પ્રદર્શનની પરવાનગી મળી ન હતી અને તે જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. ત્યાર પછી સીજેપીના ત્રણેય નેતાઓ પીસ બોન્ડ સાઇન કરીને મુક્ત થયા હતા.
ત્યારબાદ જંતર મંતર ને વિરોધ પ્રદર્શનના સ્થળોમાંથી ડિનોટીફાય કરી દેવામાં આવ્યું. ત્યાર પછી પણ સૌરવ દાસ અને આશુતોષ રાંકા જંતર મંતર પર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પછી તમને સાત દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. દિલ્હીમાં એસઆઈઆર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની યોજના સફળ ન થતા હવે કોક્રોચ જનતા પાર્ટી કોંગ્રેસ શાસિત કેરળ રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે કેરળના કોચિમાં કોક્રોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શન મામલે કેવો પ્રતિસાદ મળે છે.