દેવી લક્ષ્મીને રીઝવવા માટે ધનતેરસથી શ્રેષ્ઠ મુહૂર્ત હોતું નથી. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરી કોઈ પણ એક પ્રયોગનો સંકલ્પ કરી તે મંત્ર પ્રયોગ કરવો.
મંત્ર: ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥
ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મહાલક્ષ્મીની કૃપા માટે આ સરળ મંત્રનો જાપ કરી શકાય છે.
વિધિ: ધનતેરસની સાંજે મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી ૧, ૩ અથવા 6 માળા જાપ કરવો.
પ્રારંભિક મંત્ર:
હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્।
ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ॥
વૈદિક પરંપરામાં શ્રીસૂક્તને લક્ષ્મી આરાધનાનું વિશેષ મહત્ત્વ ધરાવતું સ્તોત્ર માનવામાં આવે છે.
વિધિ: ધનતેરસે શ્રીસૂક્તનો ૧, ૩ કે ૫ વખત પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારણ માટે જાણકાર આચાર્યનું માર્ગદર્શન લેવું.
મંત્ર: ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥
ભગવાન કુબેરને ધનના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે. ધન-ધાન્યની સમૃદ્ધિ, સંપત્તિના રક્ષણ અને ધનના સદુપયોગ માટે તેમની આરાધના કરવામાં આવે છે.
વિધિ: ધનતેરસની સાંજે કુબેરદેવનું પૂજન કરીને મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો.
મંત્ર: ૐ ધન્વંતરયે નમઃ॥
સમુદ્રમંથનમાંથી અમૃતકળશ સાથે પ્રગટ થયેલા ભગવાન ધન્વંતરિને આરોગ્યના દેવતા માનવામાં આવે છે.
વિધિ: ધનતેરસે ધન્વંતરિ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી તજ, લવિંગ અને ઈલાયચીનો પ્રસાદ અર્પણ કરવો. ત્યારબાદ એક માળા અથવા ૧૦ મિનિટ મંત્રજાપ કરીને પરિવારના આરોગ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવી.
ધનતેરશ ધન્વંતરી જયંતી શુક્રવાર તા.૦૬-૧૧-૨૦૨૬
શુભ મુહૂર્ત સમય :
સવારમાં ૦૮-૧૨ થી ૯-૩૬ લાભ ચોઘડીયું
૯-૩૬ થી ૧૦-૫૯ અમૃત ચોઘડીયું , બપોરે
(સર્વ શ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત ૧૨-૦૧ થી ૧૨-૪૫)
૧૨-૨૪ થી ૧૩-૪૭ શુભ ચોઘડીયું સાંજે ૧૬-૩૫ થી૧૭-૫૭ ચલ ચોઘડીયું અને રાત્રે ૨૧-૧૧થી ૨૨-૪૭ લાભ ચોઘડીયા
૨૪.૨૩ થી ૨૬-૦૦ શુભ ચોઘડિયું , ૨૬-૦૦ થી ૨૭.૩૬ અમૃત ચોઘડીયું,
૨૭-૩૬ થી ૨૯-૧૩ ચલ ચોઘડીયું સુધી ધનતેરસની પૂજા અને ઉત્થાપન કરી શકો છો
1ઘર અને પૂજાસ્થાન સ્વચ્છ તથા પવિત્ર રાખવાં.
2 મુખ્ય પ્રવેશદ્વાર અને પૂજાસ્થાને દીવા પ્રગટાવવા.
3મહાલક્ષ્મીને કમળ કે ગુલાબનાં પુષ્પો અર્પણ કરવાં.
4 શક્ય હોય તો જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું.
5 પોતાની મનોકામના અનુસાર એક મુખ્ય મંત્ર પસંદ કરી શ્રદ્ધાપૂર્વક નિયમિત જાપ કરવો.
જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર તમામ નવ મંત્રોની સાધના કરવી જરૂરી નથી. પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે એક મંત્ર પસંદ કરી શકાય છે. મંત્રસાધનામાં સંખ્યા કરતાં શ્રદ્ધા, નિયમિતતા, પવિત્રતા અને સદાચારનું વિશેષ મહત્ત્વ છે.