SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પોલીસની ઊંઘ હરામ કરનારો કોણ છે 'અનિલ પંડિત' ? આ અદ્રશ્ય વિલને બોલિવૂડને ફફડાવી દીધું છે!

Anil Pandit : લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડને ધ્રુજાવનાર આ અદ્રશ્ય વિલન કોણ છે? પોલીસની ઊંઘ હરામ કરનારો 'અનિલ પંડિત' કોણ છે? અને કેવી રીતે સાત સમંદર પાર અમેરિકાના કેલિફોર્નિયામાં બેસીને ભારતના ફિલ્મ સ્ટાર્સ અને સિંગર્સને સિગ્નલ એપથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? શું છે આ આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટની ઈનસાઇડ સ્ટોરી અને કેવી રીતે અમેરિકન એજન્સીઓના 'ઓપરેશન હાર્ડબોલ'થી ગેંગસ્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે?

Edited By Karan Rajput
Published: Oct 20, 2026, 02:53 PM IST | Updated: Oct 20, 2026, 02:59 PM IST
Image Credit: Ai Image
Join

Lawrence Bishnoi gang : મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ અને સલમાન ખાનને મળેલી નવી જાનલેવા ધમકી પાછળ જે મોટું નામ સામે આવ્યું છે, તે છે અનિલ પંડિત. પાણીપતના રૈર કલાં ગામનો 32 વર્ષનો આ શાર્પશૂટર વર્ષ 2023માં ભારત છોડી કેનેડા, થાઈલેન્ડ અને દુબઈના રસ્તે કેલિફોર્નિયા પહોંચ્યો હતો. આજે તે અમેરિકામાં બેસીને ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિંગર્સને ટાર્ગેટ કરી રહ્યો છે. દિલ્હીમાં ગુરુ રંધાવાના જિમ પર ફાયરિંગ હોય કે પુણેમાં જ્વેલરી શોરૂમ પર હુમલો– આ બધાના તાર અનિલ પંડિત સાથે જોડાયેલા છે!.

અનિલ પંડિતની ગુનાહિત કુંડળી તપાસીએ તો, તેના તાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના વિદેશમાં બેઠેલા કિંગપિન રણદીપ મલિક સાથે જોડાયેલા છે. રણદીપની મદદથી જ અનિલ પંડિત અમેરિકાના કેલિફોર્નિયા પહોંચ્યો અને ત્યાંથી સિગ્નલ એપ દ્વારા ભારતમાં ઓપરેટ થતા શૂટર્સના સીધા સંપર્કમાં આવ્યો.

છેલ્લા છ મહિનામાં હરિયાણાના પાણીપતમાં ખંડણી માટે ફાયરિંગ કરાવવું હોય, ભિવાડીમાં જાણીતા પંજાબી ગાયક દિલેર ખરકિયાની કાર પર હુમલો હોય, કે પછી સોનીપતમાં ધમકી આપવાના ઈરાદે ગોળીબાર. આ તમામ ઘટનાઓને અંજામ આપવા માટે અનિલ પંડિતે વિદેશી હથિયારોથી સજ્જ પોતાના શૂટરોનો ઉપયોગ કર્યો હતો.

 

 ગેંગ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ 'ઓપરેશન હાર્ડબોલ' શરૂ

હવે આ ગેંગસ્ટરો પર આંતરરાષ્ટ્રીય સ્તરે સકંજો કસાઈ રહ્યો છે...અમેરિકાની લોસ એન્જલસ કોર્ટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ 'ઓપરેશન હાર્ડબોલ' શરૂ કર્યું છે. આ જ ઓપરેશન અંતર્ગત કેલિફોર્નિયાના સ્ટોક્ટનમાંથી લોરેન્સ ગેંગના ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા હરમનવીર સિંહ ઉર્ફે હરમન સંધૂની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: રાજસ્થાનના કોટાથી ત્રણેય આરોપીઓને આજે મુંબઈ લાવશે પોલીસ, સુરક્ષા માટે કમાન્ડો તૈનાત

એક તરફ અમેરિકામાં બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ ઈન્ટરનેશનલ એક્શન ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વિદેશમાં બેસીને બોલિવૂડ સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને સલમાન ખાનને સીધી ધમકી આપનાર અનિલ પંડિત સુધી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ક્યારે પહોંચશે, તેના પર હવે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજર ટકેલી છે.

સુશાંત સિંહ રાજપૂતના મોત વખતે પ્રશાસન ક્યાં હતું?

હુમલાની ગણતરીના કલાકોમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ એક્ટિવ થઈ જાય છે. શાર્પશૂટર અનિલ પંડિતના વાયરલ ઓડિયોએ આખા કેસનો એન્ગલ જ બદલી નાખ્યો. ઓડિયોમાં ખુલ્લેઆમ કહેવાયું છે કે, અમારી લડાઈ બોલિવૂડમાં બેઠેલા દાઉદના માણસો સામે છે. સુશાંત સિંહ રાજપૂતના મોત વખતે પ્રશાસન ક્યાં હતું? અને સૌથી મોટી વાત. સલમાન ખાન જો માફી નહીં માંગે તો તેનું જીવવું હરામ કરી દેવાશે અને તેની આસપાસ કામ કરતા તમામને મોતને ઘાટ ઉતારી દેવાશે!.

17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

આ સનસનીખેજ ધમકી પછી હવે આખી વાત સલમાન ખાનની સુરક્ષા પર આવી ગઈ છે. મુંબઈ પોલીસે તુરંત જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટને લોખંડી કિલ્લામાં ફેરવી દીધું છે. બીજી તરફ, એક્શનમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચે માત્ર ગણતરીના કલાકોમાં જ  રાજસ્થાનના કોટા સ્ટેશનેથી હુમલો કરનારા શૂટરોને દબોચી લીધા છે! શૂટરો ભલે પકડાઈ ગયા, પણ સલમાન ખાન પર મંડરાતો આ ખૌફ આજે આખા બોલિવૂડને ધ્રુજાવી રહ્યો છે.

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની સરાજાહેરે નિર્મમ હત્યા

મહારાષ્ટ્ર સરકારે કડક એક્શનના આદેશ આપ્યા છે પણ વાત માત્ર ટાઈગર શ્રોફ કે સલમાન ખાન પૂરતી સીમિત નથી. બોલિવૂડ અને ગ્લેમરની દુનિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આ લોહિયાળ સકંજો દિવસેને દિવસે વધુ મજબૂત અને ખતરનાક બની રહ્યો છે! યાદ કરો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની સરાજાહેરે નિર્મમ હત્યા, કે પછી મુંબઈની ધરતી પર નેતા બાબા સિદ્દીકીનો સનસનીખેજ શિકાર. આ તમામ હાઈ પ્રોફાઈલ હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો જ કાળો હાથ હતો!

સુપરસ્ટાર્સ આજે લોરેન્સના ખૌફથી રિયલ લાઈફમાં ફફડી રહ્યા છે

એટલું જ નહીં, રોહિત શેટ્ટી, કોમેડિયન કપિલ શર્મા, ગિપ્પી ગ્રેવાલ અને સિંગર એપી ઢિલોન સુધીના સેલિબ્રિટીઝના ઘર અને સ્ટેજની આસપાસ ફાયરિંગ કરીને આ ગેંગે ઈન્ડસ્ટ્રીમાં મોતનો સન્નાટો ફેલાવ્યો છે. રીલ લાઈફમાં ગમે તેવા વિલનોને ધૂળ ચટાવતા આ સુપરસ્ટાર્સ આજે લોરેન્સના ખૌફથી રિયલ લાઈફમાં ફફડી રહ્યા છે...સિક્યોરિટી ગમે તેટલી લોખંડી હોય, પણ ઘરની બહાર નીકળતા પહેલાં આજે બોલિવૂડનો દરેક સેલિબ્રિટી સો વખત વિચારવા મજબૂર બન્યો છે...

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES