• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: રાજસ્થાનના કોટાથી ત્રણેય આરોપીઓને આજે મુંબઈ લાવશે પોલીસ, સુરક્ષા માટે કમાન્ડો તૈનાત

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: રાજસ્થાનના કોટાથી ત્રણેય આરોપીઓને આજે મુંબઈ લાવશે પોલીસ, સુરક્ષા માટે કમાન્ડો તૈનાત

Tiger Shroff firing case: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસના ત્રણેય આરોપીઓને આજે કોટાથી મુંબઈ લઈ જવામાં આવશે. ત્રણેય આરોપીઓની રાતભર પૂછપરછ કરવામાં આવી હતી.

Written ByGokani Dhaval
Published: Oct 20, 2026, 09:20 AM IST|Updated: Oct 20, 2026, 09:24 AM IST
joinshare
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: રાજસ્થાનના કોટાથી ત્રણેય આરોપીઓને આજે મુંબઈ લાવશે પોલીસ, સુરક્ષા માટે કમાન્ડો તૈનાત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસના તાર લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યા, મુંબઈ પોલીસ આવશે સાબરમતી જેલ

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસના તાર લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યા, મુંબઈ પોલીસ આવશે સાબરમતી જેલ

2

'બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ પ્રયાસ', સત્તા પરિવર્તનને લઈને શું બોલ્યા મોહન ભાગવત

3

TMC છોડતા જ પલટાઈ ગઈ બાજી: જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો, 500 ચોરસ મીટર મળશે ‘ગિફ્ટ’

4

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: રાજસ્થાનના કોટાથી ત્રણેય આરોપીઓને આજે મુંબઈ લાવશે પોલીસ, સુરક્ષા માટે કમાન્ડો તૈનાત

5

રૂપાલની પલ્લી: પાંડવકાળ સાથે જોડાયેલી પરંપરા! ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર રવિવાર, 18 ઓક્ટોબરે હુમલો થયો હતો. આ ગોળીબારમાં સામેલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો મુંબઈ પોલીસને સોમવારે સાંજે 48 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી ગયા હતા. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થવા અને મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુંબઈ પોલીસ આ આરોપીઓને પોતાની સાથે લઈ જવા નીકળી હતી, પરંતુ થોડે દૂર પહોંચ્યા બાદ તેને લાગ્યું કે કેટલીક ગાડીઓથી પીછો કરવામાં આવી રહ્યો છે તો તેઓ આરોપીઓની સાથે કોટા પરત ફર્યાં હતા.

ત્યારબાદ સામે આવ્યું કે મીડિયાની કેટલીક ગાડીઓ પાછળ ચાલી રહી હતી. રાત્રે ટ્રેનના પણ ઘણા વિકલ્પ હતા, પરંતુ આરોપીઓને રાજધાની સહિત અન્ય ટ્રેનથી લઈ જવામાં આવ્યા નહીં. ત્રણેય આરોપીઓને આખી રાત કોટા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન છાવણીમાં પરિવર્તિત થઈ ગયું છે. સુરક્ષામાં રાજસ્થાન પોલીસના કમાન્ડો તૈનાત છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે મુંબઈ પોલીસ ત્રણેય આરોપીઓને સાથે લઈ રવાના થશે.

આ પણ વાંચોઃ જિગાના પિસ્તોલ, સગીર, મારો અને ભાગી જાઓ...ટાયગર શ્રોફ કેસમાં થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા

ક્યાંથી ઝડપાયા આરોપીઓ

મહત્વનું છે કે આરોપીઓની ધરપકડ કોટા રેલવે સ્ટેશન પરથી કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજ, તકનીકી વિશ્લેષણ અને ફીલ્ડ તપાસની મદદથી તેની મૂવમેન્ટ્ની જાણકારી મેળવી હતી. તપાસમાં સામે આવ્યું કે શંકાસ્પદોએ ધરપકડથી બચવા માટે ઘણી જગ્યાની યાત્રા કરી અને અલગ-અલગ પ્રકારના વાહનોનો ઉપયોગ કર્યો હતો.

તપાસ અનુસાર આરોપીઓએ મુંબઈના અંધેરી વેસ્ટની પાસે એક બાઇક છોડી દીધું, પછી લોકલ ટ્રેનથી બોરીવલી ગયા અને ત્યાંથી એપ-બેસ્ડ કેબ લઈ સુરત પહોંચ્યાં. ત્યાંથી તે પુણે-જયપુર એક્સપ્રેસમાં સવાર થયા, જે તેને કોટા લઈ ગઈ હતી. કોટામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરફથી મળેલા એલર્ટના આધાર પર રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી હતી.

નેપાળ ભાગવાની ફિરાકમાં હતા આરોપી

આરોપીઓએ કથિત રીતે દિલ્હીના રસ્તે નેપાળ જવાનું પ્લાનિંગ હતું, જેમાં જયપુરથી બસની સફર પણ તેના ભાગવાના રસ્તાનો હિસ્સો હતી. ત્રણ આરોપીમાંથી બે હરિયાણા અને એક બિહારનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમાં કોઈ સગીર નથી. એક આરોપી 18 વર્ષનો છે, જ્યારે બાકી બંને 22 વર્ષના છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓમાં બે એક જ જગ્યાએ રહેતા હતા અને એકબીજાને જાણતા હતા.

 ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

હુમલો કરનારની ઓળખ ફૂલ સિંહ અને રેહાનના રૂપમાં થઈ છે. તપાસમાં સામે આવેલી જાણકારી અનુસાર ફાયરિંગ દરમિયાન હથિયારોમાંથી એકનું હથિયાર ખરાબ થઈ ગયું હતું. ઘટનાના ફુટેજમાં રેહાન ટોપી પહેરેલો જોવા મળી રહ્યો છે.

હુમલામાં બે હથિયારનો થયો ઉપયોગ

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે હુમલામાં બે હથિયારનો ઉપયોગ થયો અને અભિનેતાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટીમ આ કેસની તપાસ કરી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News