• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

Ahmedabad : ડિજિટલ અરેસ્ટના નામે દેશભરમાં હાહાકાર મચાવનાર સાયબર ક્રિમિનલ્સ લોકોની કમાણી કેવી રીતે લૂંટી રહ્યા છે, તેનું વધુ એક મોટું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. અમદાવાદના એક સિનિયર સિટીઝનને 12 દિવસ સુધી ઘરમાં કેદ રાખીને સુપ્રીમ કોર્ટ અને EDના ખોટા લેટર્સ બતાવી 8 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અલ્તાફ ઉર્ફે મેમણ પીઠડીયાને સુરત પોલીસની મદદથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. શું છે આખી મોડસ ઓપરેન્ડી, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written ByDilip Chaudhary
Published: Oct 20, 2026, 04:17 PM IST|Updated: Oct 20, 2026, 04:23 PM IST
joinshare
12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું તમને ખબર છે ટાઈગર શ્રોફનું સાચું નામ? જેકી શ્રોફનો દિકરો કઈ રીતે બન્યો Tiger, જાણો

શું તમને ખબર છે ટાઈગર શ્રોફનું સાચું નામ? જેકી શ્રોફનો દિકરો કઈ રીતે બન્યો Tiger, જાણો

2

શુક્રની વક્રી ચાલ આ 5 રાશિના જાતકોને બનાવશે માલામાલ, અચાનક વધશે બેંક બેલેન્સ!

3

મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો, પ્રેમી સાથે મળી પતિની કરી દીધી હત્યા

4

12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

5

ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત, જાણો જાપાન અને અમેરિકાએ એવું તો શું કર્યું કે ચીન ભડક્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદના એક સિનિયર સિટીઝનને 12 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવનાર આરોપી અલ્તાફ ઉર્ફે મેમણ પીઠડીયા મૂળ ભાવનગરના તળાજાનો વતની છે. ડિજિટલ અરેસ્ટનો આ ગુનો નોંધાયા બાદથી જ તે પોલીસથી બચવા માટે સુરત ખાતે છુપાઈને રહેતો હતો.

સુરત પોલીસને આ અંગે બાતમી મળતા જ તેમણે બાજ નજર રાખીને અલ્તાફને ઝડપી પાડ્યો હતો અને બાદમાં તેને વધુ તપાસ માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. આ આરોપીએ પોતાની ગેંગના અન્ય સાગરીતો સાથે મળીને સિનિયર સિટીઝન ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને 8 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

સિનિયર સિટીઝન ડરાવી-ધમકાવી કરોડો ખંખેર્યા

આ ગુનાની વિગતવાર વાત કરીએ તો, સાયબર ઠગોએ અમદાવાદના સિનિયર સિટીઝન ડૉક્ટરને પૂરા 12 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. ઈડી અને અન્ય તપાસ એજન્સીઓના નામે ડરાવી-ધમકાવીને તથા સુપ્રીમ કોર્ટના ખોટા લેટર મોકલીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

અધધ...ગુજરાતમાંથી ઝડપાયું ₹19.41 કરોડનું વિદેશી સોનું, DRIએ ત્રણની કરી ધરપકડ

આ મામલે અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ કરીને 56 લાખ રૂપિયા બેંકમાં સીઝ કરાવ્યા હતા. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા અગાઉ આસિફ શાહ ઉર્ફે ભદો પઠાણ, વિકાસકુમાર સિંહ, પપ્પુસિંગ પરિહાર અને સોહીબસા પઠાણની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

પકડાયેલા આરોપી અલ્તાફ પીઠડીયાએ ભાવનગર ખાતે બોગસ બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા અને આ ઠગાઈના નાણાં તેમાં ટ્રાફિક કરાવ્યા હતા. અલ્તાફ આ એકાઉન્ટ્સમાંથી 15 લાખ રૂપિયા વિડ્રો કરીને અન્ય મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો, જે બદલ તેને 2 ટકા જેટલું કમિશન મળતું હતું.

અલ્તાફ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે

આરોપી અલ્તાફનો રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે તેની સામે અગાઉ પણ ભાવનગર, સુરેન્દ્રનગર અને હરિયાણામાં ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, હરિયાણામાં પણ ડિજિટલ અરેસ્ટના એક ગુનામાં તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અલ્તાફ દેશની અન્ય કઈ-કઈ સાયબર ક્રિમિનલ્સ ગેંગના સંપર્કમાં હતો અને તેણે આ ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. 

આગામી દિવસોમાં આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે વડીલો અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી આ સાયબર ગેંગના એક પછી એક સાગરીતો હવે કાયદાના સકંજામાં આવી રહ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સાયબર ફ્રોડ આચરનારા તત્વોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News