• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત, જાણો જાપાન અને અમેરિકાએ એવું તો શું કર્યું કે ચીન ભડક્યું

ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત, જાણો જાપાન અને અમેરિકાએ એવું તો શું કર્યું કે ચીન ભડક્યું

Japan US Joint Military Exercise : જાપાન અને અમેરિકાના સૈનિકોએ પોતાના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસની શરૂઆત કરી દીધી છે. જેમાં હજારોની સંખ્યામાં જવાનો, સૈન્ય સામગ્રી અને સેનાના સૌથી ખતરનાક હથિયારોને સામેલ કરવામાં આવ્યા છે. આ સંયુક્ત સૈન્ય અભ્યાસ પાછળનો હેતુ માત્ર પરસ્પર તાલમેલ બેસાડવાનો અને યુદ્ધની તૈયારીઓ કરવાનો જ નહીં, પરંતુ દુશ્મનને એ સંદેશ આપવાનો છે કે જો ટકરાશો તો ચકનાચૂર થઈ જશો.

Written ByKaran Rajput
Published: Oct 20, 2026, 03:54 PM IST|Updated: Oct 20, 2026, 04:07 PM IST
joinshare
ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત, જાણો જાપાન અને અમેરિકાએ એવું તો શું કર્યું કે ચીન ભડક્યું
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો, પ્રેમી સાથે મળી પતિની કરી દીધી હત્યા

મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો, પ્રેમી સાથે મળી પતિની કરી દીધી હત્યા

2

12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

3

ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત, જાણો જાપાન અને અમેરિકાએ એવું તો શું કર્યું કે ચીન ભડક્યું

4

મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત, આ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

5

પોલીસની ઊંઘ હરામ કરનારો કોણ છે 'અનિલ પંડિત' ? આ અદ્રશ્ય વિલને બોલિવૂડને ફફડાવી દીધું છે!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

China Liaoning Aircraft Carrier : જાપાન અને અમેરિકાનો સૌથી મોટો સંયુક્ત સૈન્ય અભ્યાસ એટલે 'કીન સ્વોર્ડ 27'. જે 11 દિવસ એટલે કે 29 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં સૈન્ય ટુકડીઓનું શક્તિ પ્રદર્શન થશે, સેનાના બાહોશ જવાનોની ટેસ્ટ થશે અને દુશ્મનને મ્હાત આપવાની રણનીતિ તૈયાર કરાશે. આ સૈન્ય અભ્યાસમાં જાપાનના લગભગ 45 હજાર જવાનો અને અમેરિકાના 12 હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે.

  • જાપાન-અમેરિકા વચ્ચે 'કીન સ્વૉર્ડ 27' શરૂ
  • ફ્રાંસ, જર્મની સહિત 7 દેશો પણ સામેલ
  • દક્ષિણ-પશ્ચિમી દ્વીપોની રક્ષા પર ફોકસ
  • ચીને લિયાઓનિંગ યુદ્ધજહાજને કર્યુ તૈનાત
  • વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે શક્તિ પ્રદર્શન


જેમાં દમદાર સૈન્ય શક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે કારણ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સની સેનાઓ પણ આ યુદ્ધાભ્યાસના કેટલાક ભાગોમાં જોડાઈ રહી છે. આમાંથી ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ પહેલીવાર આ અભ્યાસ સાથે જોડાયા છે.

BREAKING 🇺🇸🇯🇵 Kyodo: The "Keen Sword" joint military exercises between Japan and the United States have begun in Japan. The exercises involve 45,000 Japanese personnel, along with approximately 12,000 U.S. troops, as well as up to 300 aircraft, various warships, and a significant amount of ground equipment. During the drills, Japan will unveil its new "Type 25" mobile, ground-launched missiles, which have a range of approximately 1,000 km. Units from seven other nations—including Australia, Germany, and France—are also participating in the exercises.

— SVO ZONE 👍🇺🇸 🇷🇺 (@AMoczas93932) October 19, 2026

 

આ યુદ્ધાભ્યાસ જાપાનના દક્ષિણ-પશ્ચિમ દ્વીપોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં વધતો તણાવ જાપાન માટે પડકાર બની રહ્યો છે. એવામાં સેનાના ઘાતક હથિયારોનું પરીક્ષણ કરીને અને સેનાના શક્તિ-કૌશલ્યનું પ્રદર્શન કરીને દુશ્મનને સંદેશ આપવાનો આ પ્રયાસ છે. 

57 હજાર સૈનિકો લઈ રહ્યાં છે ભાગ

આમ તો આ યુદ્ધાભ્યાસ દર બે વર્ષે યોજાય છે. પરંતુ આ વખતે ખાસ એટલા માટે છે કારણ કે આ સૈન્ય અભ્યાસમાં જાપાનના આશરે 45 હજાર સૈનિકો અને અમેરિકાના 12 હજાર જવાનો ભાગ લઈ રહ્યા છે, જેનાથી ચીનનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. કારણ કે ચીનની દાદાગીરીનો સામનો કરવાની આ તૈયારી છે, પછી તે સમુદ્રમાં હોય કે લશ્કરી મુકાબલાનો જવાબ આપવાનો ઈરાદો હોય.

જાપાનના સમુદ્ર કિનારા પર જબરદસ્ત તૈયારીઓ

આ સૈન્ય અભ્યાસથી જિનપિંગનો પારો હાઈ થઈ ગયો છે. જેને જોતા ચીને પોતાના એરક્રાફ્ટ કેરિયરને સૈન્ય અભ્યાસવાળા વિસ્તારમાં તૈનાત કરી દીધું છે. જેથી અમેરિકા અને જાપાનની સૈન્ય જુગલબંધી પર નજર રાખી શકાય કારણ કે ચીન જાણે છે કે અમેરિકા અને જાપાનની દોસ્તી તેની વિસ્તારવાદી નીતિ માટે પડકાર બની શકે છે.

આશુતોષ રાંકા અને સૌરવ દાસે હજુ પણ 2 દિવસ રહેવું પડશે જેલમાં, જાણો શાં માટે?

 હાલમાં આ સૈન્ય અભ્યાસ દરમિયાન જાપાન અને અમેરિકાની સેનાઓ મુખ્યત્વે જાપાનના દક્ષિણ-પશ્ચિમ દ્વીપો અને તેના ઉત્તરી કિનારાની આસપાસના સમુદ્રી વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈન્ય તૈયારીઓને આખરી ઓપ આપશે.

#Japan and the #US have launched massive joint military drills involving nearly 57,000 troops. Japan's Type-25 missile, with a range of 1,000 km, is making its debut in the exercises. Atsushi Koketsu, professor emeritus at Yamaguchi University, warns that the missile's participation and new U.S. weapons deployments could further escalate regional tensions. Tokyo claims East Asia is becoming more dangerous. But Koketsu argues it's Japan and the U.S. that are making it so.

— China Xinhua News (@XHNews) October 20, 2026


આ યુદ્ધાભ્યાસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ચીન, ઉત્તર કોરિયા અને રશિયા સાથે જાપાનનો તણાવ સતત વધી રહ્યો છે અને આ ટકરાવ વચ્ચે અમેરિકા અને જાપાનનું આ સૈન્ય શક્તિ પ્રદર્શન દુશ્મન દેશોને આંખમાં ખૂંચી રહ્યું છે કારણ કે આ યુદ્ધાભ્યાસમાં તનેગાશિમા સહિત ઘણા દૂરના દ્વીપો પર સૈન્ય દળોની તૈનાતી કરવામાં આવી છે.  હવાઈ અને મિસાઈલ સુરક્ષા પહોંચાડવી, સમુદ્રી માઈન્સ હટાવવી, ગુપ્ત માહિતી એકત્ર કરવી, સપ્લાય પહોંચાડવી અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસની ઊંઘ હરામ કરનારો કોણ છે 'અનિલ પંડિત' ? આ અદ્રશ્ય વિલને બોલિવૂડને ફફડાવી દીધું છે!

આ તૈયારીના સમાચાર જેવા ચીનને મળ્યા, તુરંત જ ચીને લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયર પણ એ જ વિસ્તારમાં તૈનાત કરી દીધું. ચીનનો દાવો છે કે તેમનું એરક્રાફ્ટ કેરિયર પોતાના કાફલા સાથે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે, પરંતુ તેણે એ જગ્યાની ચોક્કસ માહિતી આપી નથી જ્યાં એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરાયું છે.

ચીનની સાથે ઉત્તર કોરિયાની પણ આ યુદ્ધાભ્યાસ પર ચાંપતી નજર

 હવે જાપાન અને અમેરિકાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ 'કીન સ્વોર્ડ 27' ની શરૂઆત થઈ ચૂકી છે. જેના પર ચીનની નજર છે જ્યારે જાપાન સાથે ઉત્તર કોરિયાનો તણાવ સૌ કોઈ જાણે છે. એવામાં એક વાત સ્પષ્ટ છે કે માત્ર ચીન જ નહીં પરંતુ ચીનની સાથે ઉત્તર કોરિયા પણ આ યુદ્ધાભ્યાસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News