• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ

બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ

અત્યારનો જમાનો ઈન્ટરનેટ, સોશિયલ મીડિયાનો જમાનો છે. ઘેર ઘેર શું વ્યક્તિ સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે. પરંતુ તેની સામે બાળકો જે રીતે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ એક મોટો પડકાર બની ગયો છે. જો કે સુપ્રીમ કોર્ટે બાળકોના ઈન્ટરનેટના ઉપયોગને એક મૌલિક અધિકાર ગણાવ્યો.

Written ByViral Raval
Published: Oct 17, 2026, 03:10 PM IST|Updated: Oct 17, 2026, 03:24 PM IST
joinshare
બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આદિત્ય ગઢવીના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: 'મહિષાસુરથી કેમ ડરો છો? હિન્દુઓના પૈસાથી એજન્ડા ન ચલાવો'

આદિત્ય ગઢવીના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: 'મહિષાસુરથી કેમ ડરો છો? હિન્દુઓના પૈસાથી એજન્ડા ન ચલાવો'

2

IPL 2027 પહેલા મોટા સમાચાર, 10 વર્ષ બાદ આ દિગ્ગજની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વિદાય

3

બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ

4

યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

5

Ajay Devgn: અજય દેવગનના બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પડ્યા હથોડા, BMC એ કરી કાર્યવાહી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સુપ્રીમ કોર્ટનો બાળકોના ઈન્ટનેટ વપરાશને લઈને એક અત્યંત મહત્વની ટિપ્પણી સામે આવી છે. દરેક વ્યક્તિ સુધી ઈન્ટરનેટની પહોંચ હોવી એ એક મૌલિક અધિકાર છે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું જેમાં બાળકો પણ સામેલ છે. કોર્ટનું એવું કહેવું છે કે બાળક ગમે તે ઉંમરનું હોય પરંતુ તેને ઈન્ટરનેટની પહોંચથી બાકાત કરી શકાય નહીં. જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું કે આપણા બાળકોની સુરક્ષા અને તેમની આઝાદી એક બીજાના વિરોધી નથી. આ સાથે તેમણે બાળકોની સુરક્ષા માટે એમ પણ જણાવ્યું બાળકોને ઈન્ટરનેટ વાપરતા રોકવાની જગ્યાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે ચાઈલ્ડ મોડ જેવા પગલાં ભરીને તેમની ઓનલાઈન સુરક્ષા મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.

કોર્ટનું એવું માનવું છે કે સુરક્ષાના નામે બાળકોને ઈન્ટરનેટ વાપરતા રોકવા એ તેમની સ્વતંત્રતા અને પ્રાઈવસીને પ્રભાવિત કરી શકે છે. જેથી કરીને ઓનલાઈન દુર્વ્યવ્હારનો સામનો કરતા બાળકો માટે મદદ માંગવું પણ મુશ્કેલ બની શકે છે.

ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું

15 ઓક્ટોબરે આપેલો આદેશ હવે જાહેર થયો

  • તમને જણાવી દઈએ કે આ આદેશ જોકે 15મી ઓક્ટોબરે આપ્યો હતો પરંતુ તે હવે બહાર પડ્યો છે. 
  • કોર્ટે જણાવ્યું કે બાળકોની સુરક્ષા અને સ્વતંત્રતા એકબીજાના વિરોધી નથી. બાળકોના બંને હક છે. 
  • પીઠના જણાવ્યાં મુજબ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો મૌલિક હક બંધારણની કલમ 21 અને કલમ 19(1)(a)માં અપાયેલા ભાષણ તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. 
  • સુપ્રીમ કોર્ટમાં બાળકોના શારીરિક શોષણ સંલગ્ન સામગ્રી (CSEAM)ની ઓળખ કરવા અને તેને ઈન્ટરનેટથી હટાવવાના ઉપાયો પર વિચાર થઈ ર હ્યો હતો. 
  • આ દરમિયાન આ મુદ્દો સામે આવ્યો તો કોર્ટે સ્વીકાર્યું કે બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતાઓ વાસ્તવિક છે પરંતુ તેના સમાધાન પેઠે તમને ઈન્ટરનેટ ન વાપરવા દેવું એ યોગ્ય નથી. 
  • અત્યારના સમયમાં ઈન્ટરનેટ એ શિક્ષણ અને માહિતી મેળવવા માટેનું તથા સામાજિક જોડાણ માટેનું મહત્વનું સાધન બની ગયું છે.

અચાનક શું થયું? એક સાથે પરિવારના 5 લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, છેલ્લે ખાધા હતા નૂડલ્સ

આ માટે કોર્ટે શું ઉપાય સૂચવ્યા?

  • કોર્ટે કહ્યું કે બાળકોને સંપૂર્ણ રીતે ઈન્ટરનેટથી દૂર રાખવા એ ઓનલાઈન સુરક્ષા માટેનો ઉપાય નથી. 
  • ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાથી બાળકો અસુરક્ષિત અને અનિયંત્રિત પ્લેટફોર્મ તરફ વળી શકે છે. 
  • બાળકોના શારીરિક શોષણ અને દુર્વ્યવ્હાર સામગ્રી પર કાબૂ મેળવવા માટે કોર્ટે કેટલાક ઉપાયો પણ સૂચવ્યા. 
  • કોર્ટે બાળકો માટે માતા પિતાની સહમતિ અને માર્ગદર્શન જેવા સુરક્ષા ઉપાય સૂચવ્યા. 
  • બાળકોના એકાઉન્ટ પ્રાઈવેટ રાખવા અને અજાણ્યા વયસ્કોના સંદેશ મર્યાદિત કરવા જેવા ઉપાયો પણ સૂચવ્યા.

સરકાર માટે શું આપ્યું સૂચન?

  • કોર્ટે જો કે આ સાથે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર બાળકોને  આવી ઓનલાઈન હાનિકારક સામગ્રીથી દૂર રાખવા માટે યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. 
  • કોર્ટે બાળ યૌન શોષણ સંબધિત સામગ્રીની ઓળખ અને તેને હટાવવા માટે સરકારને રાષ્ટ્રીય ડેટાબેસનો આદેશ પણ આપ્યો છે. 
  • કોર્ટે આ સાથે એમ પણ કહ્યું કે ઈન્ટરનેટ વિચારો, ક્રિએટિવ એક્સપ્રેશન અને ઈન્ફોર્મેશનનું માર્કેટ છે. તેનું મહત્વ ફક્ત ઓનલાઈન ઉપલબ્ધ  સામગ્રી સુધી સિમિત નથી. પરંતુ તે શીખવાની, વાતચીતની અને માહિતીની આપલેની તક આપે છે. 
  • કોર્ટે કહ્યું કે, અનેક બાળકો માટે ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે તે શીખવાની અને માહિતી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત પણ બનતો હોય છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News