• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /અચાનક શું થયું? એક સાથે પરિવારના 5 લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, છેલ્લે ખાધા હતા નૂડલ્સ

અચાનક શું થયું? એક સાથે પરિવારના 5 લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, છેલ્લે ખાધા હતા નૂડલ્સ

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક જ પરિવારના પાંચ લોકોના અકાળે મોતના સમાચારે હડકંપ મચાવ્યો છે. આ મામલે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મૃતકોએ છેલ્લે નૂડલ્સ ખાધા હતા એવું કહેવાય છે.

Written ByViral Raval
Published: Oct 17, 2026, 01:18 PM IST|Updated: Oct 17, 2026, 02:33 PM IST
joinshare
અચાનક શું થયું? એક સાથે પરિવારના 5 લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, છેલ્લે ખાધા હતા નૂડલ્સ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

2

Ajay Devgn: અજય દેવગનના બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પડ્યા હથોડા, BMC એ કરી કાર્યવાહી

3

ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું

4

Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

5

અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગ્રેટર નોઈડાના રબૂપુરા પોલીસ મથક હદમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જો તમે પણ નૂડલ્સ ખાવાના શોખીન હશો તો હવે દસવાર વિચાર કરશો. નગલા શ્રીગોપાલ ગામમાં એક જ પરિવારના 5 લોકોના સંદિગધ અવસ્થામાં મોત થયા છે. જેમાં પતિ, પત્ની અને તેમના 3 બાળકો સામેલ છે. પ્રથામિક તપાસમાં આ મામલો કઈક ખાધા બાદ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

આખો પરિવાર ખતમ
નોઈડા પોલીસના જણાવ્યાં મુજબ રબૂપુરા પોલીસને એવી માહિતી મળી કે નગલા શ્રીપદમ ગામમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોત થયા છે. મૃતકોમાં 37 વર્ષનો મહેશ, 35 વર્ષની લલિતા, 11 વર્ષનો લડ્ડુ, 7 વર્ષની મિષ્ટી અને 3 વર્ષનો સાક્ષાત સામેલ છે.

નીટ પ્રોટેસ્ટ વખતે જેમણે 'કોકરોચો'ને આપ્યું હતું ભરપૂર સમર્થન, હવે તેમણે જ કરવા માંડયો વિરોધ

છેલ્લે ખાધા હતા નૂડલ્સ
આ મામલો કઈક ખાધા બાદ મોતને ભેટ્યાનો મનાઈ રહ્યો છે. એવા રિપોર્ટ્સ છે કે આ પરિવારે છેલ્લે ચા પીધી હતી અને નૂડલ્સ ખાધા હતા. ત્યારબાદ પરિવારના પાંચ લોકોના મોત શંકાસ્પદ અવસ્થામાં થયા. તમને જણાવી દઈએ કે  હજુ પણ આ પરિવારના 5 લોકોના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળનું ફોરેન્સિક ટીમે નીરિક્ષણ કર્યું છે.  વૈજ્ઞાનિક પુરાવા ભેગા  કરાઈ રહ્યા છે અને પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.

LK Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એપોલો હોસ્પિટલમાં દાખલ

શું કહે છે મૃતકની માતા
મૃતક મહેશના માતાએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પરિવારના સભ્યોએ રાતે નૂડલ્સ ખાધા હતા. ત્યારબાદ તેમના મોત થયા. પ્રથામિક તપાસના આધારે પહેલી નજરે આ મામલો ફૂડ પોઈઝનિંગનો લાગી રહ્યો છે. પરંતુ સાચી માહિતી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સામે આવી શકશે. પોલીસનું કહેવું છે કે તપાસ રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

નૂડલ્સ શોખીનો સાવધાન
આ મામલો સામે આવ્યા બાદ હવે નૂડલ્સના ચસકાવાળા સાવધાન થઈ જજો. એક જ પરિવારના 5 લોકોના મોત બાદ એ સવાલ ઊભો થયો છે. કારણ કે આ પરિવારે છેલ્લે નૂડલ્સ  ખાધા હતા તથા ચા પીધી હતી તો પછી મોતનું એવું તે કયું કારણ હોઈ શકે જેણે આખા પરિવારને કાળના ખપ્પરમાં હોમી દીધો. 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News