મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામેનો વિરોધ હવે એક અલગ જ મુકામ પર જઈ રહ્યો છે. રીજીમ ચેન્જની વાતો થવા લાગી છે. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે તો ખુલ્લેઆમ કહી દીધુ કે રીજીમ ચેન્જ હેતુ છે. બીજી બાજુ આઈસા પ્રમુખ નેહા બોરાએ જે રીતે બાંગ્લાદેશથી પ્રેરિત આંદોલન ગણાવ્યું ત્યારબાદ આ વિરોધ પ્રદર્શનો પર સવાલ પણ ઊભા થવા લાગ્યા છે. ડિનોટિફાઈડ સાઈટ જંતર મંતર પર વિરોધ પ્રદર્શનના હેતુથી ગયેલા આશુતોષ રાંકા અને સૌરવ દાસ હાલ 5 દિવસનો જેલવાસ ભોગવી રહ્યા છે અને 16મીએ તિરંગા રેલી મુદ્દે અભિજીત દીપકે પણ હાલ કસ્ટડીમાં છે. ત્યારે હવે આ આંદોલન પર જેમણે પહેલા સપોર્ટ કર્યો હતો તે અનેક લોકો દાનત પર સવાલ ઉઠાવી રહ્યા છે જેમાંથી એક મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે પણ સામેલ છે.
પહેલા કર્યું હતું સમર્થન
જ્યારે જૂન-જુલાઈમાં નીટ પ્રોટેસ્ટ થયું હતું ત્યારે બોલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ ખુલીને સીજેપીને સમર્થન કર્યું હતું અને સરકારને એવી અપીલ પણ કરી હતી કે તેમણે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જોઈએ. પરંતુ હવે જ્યારે આંદોલને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને સરકારને ઉથલાવવા જેવા મુદ્દાઓ પર ફોક્સ કરવા માંડ્યું છે ત્યારે લોકો તેનાથી અંતર જાળવી રહ્યા છે. પીએમ મોદીના રાજીનામાની વાતો તો પૂનમ પાંડેએ તેને મજાક ગણાવી દીધી છે. જે દેખાડે છે કે માત્ર ત્રણ મહિનાના સમયમાં પૂનમ પાંડેના વિચારોમાં પરિવર્તન આવી ગયું.
શું કહ્યું પૂનમ પાંડેએ?
જનતા પણ જવાબ આપી રહી છે
બીજી બાજુ હવે દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શનને પગલે જનતા પણ કંટાળી હોય તેવું લાગે છે. શુક્રવારે કર્નોટ પ્લેસ પર જેમની દુકાનો છે તેઓ પણ ખુલીને બોલતા જોવા મળ્યા. સીજેપીએ કર્નોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં લહેરા દો તિરંગા કાર્યક્રમ માટે જ્યારે આહ્વાન કર્યું તો મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો. કર્નોટ પ્લેસના વેપારીઓએ પીએમ મોદી, દિલ્હી પોલીસના સમર્થનમાં તથા સીજેપી વિરુદ્ધ નારેબાજી પણ કરી. દીપકે, નેહા બોરા જેવા યુવા નેતાઓ જ્યારે કર્નોટ પ્લેસમાં જતા પહેલા અટકાયતમાં લેવાયા તો જો કે સમર્થકોની ભીડ પણ ઘટી ગઈ.