• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત

Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત

Abhijit Dipke: સીજેપી દ્વારા 16 ઓક્ટોબરે લહેરા દો ત્રિરંગા માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિવેંટિવ સેક્શન્સ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નેહા બોરાને ડિટેન કરવામાં આવી હતી. શનિવારે નેહા બોરાને મુક્ત કરી દેવામાં આવી છે જ્યારે દીપકેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Written ByKrupa Shah
Published: Oct 17, 2026, 08:05 AM IST|Updated: Oct 17, 2026, 08:07 AM IST
joinshare
Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત

ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત

2

Ramayana: રામાયણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જોવી છે ? ફિલ્મ મેકર્સે ફેન્સ માટે શેર કર્યા મોટા ન્યુઝ, જાણી લો ફટાફટ

3

100% ટૈરિફ મામલે ટ્રંપનો U-Turn, રશિયા સંબંધિત પ્રતિબંધો અને ટૈરિફથી મુક્તિ, ભારત અને ચીનને થશે ફાયદો

4

નીટ પ્રોટેસ્ટ વખતે જેમણે 'કોકરોચો'ને આપ્યું હતું ભરપૂર સમર્થન, હવે તેમણે જ કરવા માંડયો વિરોધ

5

LK Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એપોલો હોસ્પિટલમાં દાખલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Abhijit Dipke: 16 ઓક્ટોબરે કોક્રોચ જનતા પાર્ટી એ દેશભરમાં તિરંગા માર્ચનું એલાન કર્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે પ્રિવેટિવ સેશન્સ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરી હતી. જ્યારે આઈશાની નેહા બોરાની પણ અટકાયત કરવામાં આવી હતી. નેહા બોરાને કાયદાકીય પ્રક્રિયા પછી છોડી દેવામાં આવી છે. જ્યારે અભિજીત દીપકેને આજે નવી દિલ્હીમાં એસઇએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કોર્ટમાં નક્કી કરશે કે અભિજીત દીપકેને જામીન પર છોડી દેવો કે પછી તેને પણ જેલમાં મોકલો.

શું થયું 16 ઓક્ટોબરે ?

16 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ પર તિરંગા માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે કનોટ પ્લેસ પર અભિજીત દીપકે પહોંચે તે પહેલા જ પોલીસે તેને ડીટેન કર્યો હતો. ત્યાર પછી અભિજીત દીપકે પર શાંતિ ભંગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 ઓક્ટોબરે પણ અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તેણે પીસ બોન્ડ સાઇન કર્યું હતું અને મુક્ત થયો હતો. પરંતુ 16 ઓક્ટોબરે કનોટ પ્લેસ પર ફરીથી તે પહોંચી ગયો હતો જેના કારણે અભિજિત કે સામે શાંતિ ભંગ કરવાનો નવો કેસ નોંધવામાં આવ્યો.

અભિજીત દીપકે પર કઈ કલમો લાગી ?

અભિજીત દીપકે એ અગાઉ પીસ બોન્ડ પર સાઇન કર્યા છે.  ત્યારબાદ પણ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવા જતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126 અને 170 હેઠળ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 126 ની કલમ હેઠળ મેજિસ્ટ્રેટ દેશમાં શાંતિ જાળવી રાખવા માટે બોન્ડ પર સાઈન કરાવે છે. અને 170 કલમ પોલીસને શાંતિ ભંગ કે પછી સંભવિત અપરાધને રોકવા માટે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે તેવો અધિકાર આપે છે. આ બંને કલમ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી છે.

અભિજીત દીપકેને કોર્ટમાં કરાશે રજૂ

ઉલ્લેખનીય છે કે અભિજીત દીપકને પણ આજે નવી દિલ્હીની એસઇએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૌરવ દાસ અને આશુતોષ રંકાની જેમ અઅભિજીત દીપકે એ પણ પોતે સાઈન કરેલા પીસ બોન્ડનો ભંગ કર્યો છે. હવે કોર્ટ નક્કી કરશે કે અભિજીત દીપકે ને પણ જેલી સજા ફટકારવામાં આવે કે પછી તેને જામીન પર છોડી દેવામાં આવે.

નેહા બોરા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી

16 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન દરમિયાન નેહા બોરાની અટકાયત કરવામાં આવી હતી. જોકે નેહા બોરાને 65 ડીપી એક્ટ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કર્યા પછી છોડી દેવામાં આવી છે. નેહા બોરાની અટકાયત અને તેના પછી તેની મુક્તિ પર આઈશા દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ લઈને જે લડાઈ શરૂ થઈ છે તે હજુ પણ યથાવત રહેશે. સંગઠન એવું પણ કહ્યું છે કે એસઆઈઆરને પરત લેવું જ પડશે. તેમણે મોદી સરકાર પર પણ આક્ષેપો કર્યા હતા.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News