• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

Ahmedabad News: ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીની પરંપરા નગરીના ગરબામાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ થયા છે, ખેલૈયાઓને પગમાં ખીલીઓ વાગતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

Written ByKinjal Patel
Published: Oct 17, 2026, 01:35 PM IST|Updated: Oct 17, 2026, 02:26 PM IST
joinshare
અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

2

Ajay Devgn: અજય દેવગનના બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પડ્યા હથોડા, BMC એ કરી કાર્યવાહી

3

ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું

4

Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

5

અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે સંકળાયેલા પરંપરા નગરીના નવરાત્રિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગરબા રમવા દરમિયાન ગ્રાઉન્ડના રેમ્પ પર બહાર નીકળેલી ખીલીઓના વીડિયો વાયરલ થયા છે.જેના કારણે ખેલૈયાઓને ઈજા થવાની ફરિયાદ સામે આવી છે. એક ખેલૈયાને પગમાં ખીલી વાગવાથી ઈજા થઈ હોવાની પણ માહિતી મળી છે. જેમને બુમરાણ પાડી હતી કે આવી વ્યવસ્થા પગ ખુલ્લા રાખીને અહીં ગરબા રમી શકાય એવી સ્થિતિ નથી.

ગ્રાઉન્ડના મોટા ભાગના પ્લોટમાં રેમ્પની ખીલીઓ બહાર નીકળેલી જોવા મળી

સામાજિક કાર્યકર શુભમ ઠાકરે પણ વીડિયો બનાવ્યા છે. એમના જણાવ્યા અનુસાર, આ સમસ્યા માત્ર એક સ્થળ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ ગ્રાઉન્ડના મોટા ભાગના પ્લોટમાં રેમ્પની ખીલીઓ બહાર નીકળેલી જોવા મળી હતી. ગરબા રમવા માટે મોટી સંખ્યામાં આવતા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે.

Gujarat News Live: અમદાવાદમાં ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબામાં વિવાદ, સફેદ પરીન્દે ગરબા

ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ સવાલ

ગ્રાઉન્ડમાં સામાન્ય એટલે કે ગોલ્ડ ઝોન પાસધારકો માટે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. અગાઉ ગરબા મહોત્સવ ની તૈયારીઓ દરમિયાન ડોમ ધરાશાયી થવાની ઘટના બની ચૂકી હોવાના સંદર્ભમાં, આવા મોટા આયોજનમાં પૂરતા અને સુલભ ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિસુરક્ષા તથા અન્ય આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ હોવી અત્યંત જરૂરી છે.

ખેલૈયાઓની સલામતી સાથે ચેડાં કરનારાઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ

શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, “કીર્તિદાન ગઢવી મા અંબાની આરાધના અને ગરબાની પરંપરાની વાત કરે છે. ત્યારે મારો સીધો સવાલ છે કે ખેલૈયાઓની સુરક્ષા સાથે બાંધછોડ કરીને ગરબાનું વ્યાપારીકરણ શા માટે કરવામાં આવે છે? લોકો પોતાની શ્રદ્ધા અને આનંદ માટે ગરબા રમવા આવે છે, જોખમ વહોરવા નહીં.” 

મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબીમાં ગુજરાતમાં પ્રથમ વખત રજૂ થયું 'કાંતારા' ફેમ 'થૈયમ નૃત્ય રાસ', હજારો લોકો મંત્રમુગ્ધ

ગરબાના નામે નફો કમાવાની દોડમાં ખેલૈયાઓને ઈજા

“મા અંબાની આરાધના માત્ર મંચ પરથી બોલવાથી નહીં, પરંતુ ખેલૈયાઓની સુરક્ષા અને સન્માન જાળવવાથી સાબિત થાય છે. આ સાથે જ AMC અને સંબંધિત સત્તાધિકારીઓને પણ સ્થળની તપાસ કરી ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે. શ્રદ્ધા, સંસ્કૃતિ અને મનોરંજનના નામે યોજાતા ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ. 

ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Navratri 2026