• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું

ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું

Dhruv Rathee News: ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને વૈશ્વિક સ્તરે ગજાવવાના અભરખા લઈને લંડન પહોંચેલા ધ્રુવ રાઠી માટે એક માઠા સમાચાર આવ્યા છે. દિલ્હીની સાકેત કોર્ટે ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ બજાવ્યું છે. જાણો વિગતો.

Written ByViral Raval
Published: Oct 17, 2026, 02:24 PM IST|Updated: Oct 17, 2026, 03:27 PM IST
joinshare
ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને વૈશ્વિક સ્તરે ચમકાવવાના અભરખા ધરાવતા ધ્રુવ રાઠીને મોટો ફટકો, સાકેત કોર્ટે વોરંટ બહાર પાડ્યું
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આદિત્ય ગઢવીના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: 'મહિષાસુરથી કેમ ડરો છો? હિન્દુઓના પૈસાથી એજન્ડા ન ચલાવો'

આદિત્ય ગઢવીના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: 'મહિષાસુરથી કેમ ડરો છો? હિન્દુઓના પૈસાથી એજન્ડા ન ચલાવો'

2

IPL 2027 પહેલા મોટા સમાચાર, 10 વર્ષ બાદ આ દિગ્ગજની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વિદાય

3

બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ

4

યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!

5

Ajay Devgn: અજય દેવગનના બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પડ્યા હથોડા, BMC એ કરી કાર્યવાહી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી હાલમાં ભારતમાં હતો અને તેણે બેંગ્લુરુમાં સીજેપીના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ  પણ લીધો હતો અને ત્યારબાદ ગુરુગ્રામથી તેની અટકાયત પણ થઈ હતી. આ બધા વચ્ચે ધ્રુવ રાઠી હવે લંડન પહોંચ્યો છે અને આ વિરોધ પ્રદર્શન હેઠળ લંડનમાં બધાને  ભેગા થવાનું આહ્વાન કર્યું છે. પરંતુ આ સાથે દિલ્હીથી ધ્રુવ રાઠી માટે એક ખરાબ સમાચાર પણ છે કે તેના વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ બજાવ્યું છે. જો કે તે જામીનપાત્ર છે.

બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે ઈન્ટરનેટ, પ્રતિબંધ ન મૂકી શકાય: સુપ્રીમ કોર્ટ

લંડનમાં પ્રદર્શનની તૈયારી

દેશમાં સીજેપી અને વિપક્ષી પાર્ટીઓના કથિત વોટચોરી અને મતદાર યાદીમાં ગડબડીના આરોપોનું સમર્થન કરનારા ધ્રુવ રાઠી હવે આ વિરોધ પ્રદર્શનને વૈશ્વિક સ્તરે ઉભારવાની તૈયારી કરી રહ્યો છે. તેણે બ્રિટનની રાજધાની લંડનમાં સંસદ ચોક પર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે અને  બધાને ભેગા થવા માટે આહ્વાન પણ કર્યું છે. રાઠીનું કહેવું છે કે હવે આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાવવાનો સમય આવી ગયો છે. બધાને સ્થાનિક સમય મુજબ 12 વાગે ત્યાં ભેગા થવા માટે આહ્વાન કર્યું. પરંતુ અહીં ભારતમાં ધ્રુવ રાઠી વિરુદ્ધ વોરંટ બહાર પડ્યું છે.

I’ve just reached London It’s time the world sees the reality of vote chor and murderer of democracy. International danka bajane ka time aa gaya hai Join the protest tomorrow in front of Mahatma Gandhi’s statue in parliament square at 12pm if you’re here Jai Hind 🇮🇳

— Dhruv Rathee (@dhruv_rathee) October 16, 2026

નીટ પ્રોટેસ્ટ વખતે જેમણે 'કોકરોચો'ને આપ્યું હતું ભરપૂર સમર્થન, હવે તેમણે જ કરવા માંડયો વિરોધ

સાકેત કોર્ટે બહાર પાડ્યું વોરંટ

  • યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીની સાકેત કોર્ટે જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. આ મામલો 2018નો છે.  વાત જાણે એમ છે કે ભારતીય જનતા પાર્ટીના આઈટી વિંગના એક સભ્યએ 2018માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને તેને પગલે આ કાર્યવાહી થઈ છે. 
  • ન્યાયનિક મેજિસ્ટ્રેટ રાહુલ જૈને વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે તરફથી દાખલ કેસ મામલે આ વોરંટ બહાર પાડ્યું છે. 
  • વિકાસ પાંડેએ ધ્રુવ રાઠીએ યુટ્યુબ પર અપલોડ કરેલા એક વીડિયોને લઈને તેમના પર માનહાનિનો આરોપ લગાવ્યો હતો. 
  • કોર્ટ તરફથી 12 ઓક્ટોબરના રોજ ધ્રુવ રાઠીને નવું સમન પાઠવવામાં આવ્યું હતું. 
  • કોર્ટે કહ્યું હતું કે ફરિયાદકર્તા ઘણા વર્ષોથી રાઠીને સમન મોકલવાના પ્રયત્નો કરતો હતો. 
  • કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે ધ્રુવ રાઠના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ઘરે નવું સમન બજાવવામાં આવે. 
  • કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 31 ઓક્ટોબરની તારીખ આપી છે.

    LK Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હી એપોલો હોસ્પિટલમાં દાખલ

    શું છે મામલો?
     
  • ફરિયાદી વિકાસ પાંડેના વકીલ સમક્ષ શર્માએ એવી દલીલ કરી કે ધ્રુવ રાઠી આમ તો ઓસ્ટ્રિયામાં રહે છે. પરંતુ દિલ્હીમાં સીજેપીના પ્રદર્શનમાં સામેલ થવા માટે આવ્યા હતા. કોર્ટે ઉલ્લેખ કર્યો કે રાઠીને પહેલું સમન જુલાઈ 2019માં મોકલવામાં આવ્યું હતું. પરંતુ ઘર બંધ હતું. ત્યારબાદ કોર્ટે વોરંટ બહાર પાડ્યું અને હવે 31 ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી છે. 
  • આ મામલો કેસ નંબર 5786/2018 સંલગ્ન જોડાયેલો છે. 
  • 2018માં ધ્રુવ રાઠીએ એક વીડિયો બીજેપી આઈટી સેલ પાર્ટ-3 પોસ્ટ કર્યો હતો ત્યારથી આ મામલાની શરૂઆત થઈ. 
  • ફરિયાદકર્તા વિકાસ પાંડે આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી નામના સોશિયલ મીડિયા પેજના ફાઉન્ડર છે. 
  • આ વીડિયોમાં ધ્રુવ રાઠીએ એવો આરોપ લગાવ્યો હતો કે વિકાસ પાંડે ભાજપ આઈટી સેલમાં સીનિયર પદ પર છે અને તેમણે મહાવીર પ્રસાદ નામની વ્યક્તિને ફેક ન્યૂઝ ફેલાવવા સંલગ્ન નિવેદનોને પાછા ખેંચવા માટે 50 લાખ રૂપિયાની રજૂઆત કરી હતી.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News