• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબીમાં ગુજરાતમાં પ્રથમ વખત રજૂ થયું 'કાંતારા' ફેમ 'થૈયમ નૃત્ય રાસ', હજારો લોકો મંત્રમુગ્ધ

મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબીમાં ગુજરાતમાં પ્રથમ વખત રજૂ થયું 'કાંતારા' ફેમ 'થૈયમ નૃત્ય રાસ', હજારો લોકો મંત્રમુગ્ધ

Morbi News: મોરબી શહેર નહીં પરંતુ જિલ્લાની નંબર કહી શકાય તેવી શક્તિ ચોક ગરબી આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, અહીંની બાળાઓ દ્વારા એકથી એક ચડિયાતા રાસ ગરબા લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે જો કે, આ વર્ષે ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત શક્તિ ચોક ગરબી મંડળ ખાતે તાજેતરમાં દેવી શક્તિ ઉપર આધારિત જે કાંતારા ફિલ્મ રજૂ થયું હતું તેમાં દેવ આવે ત્યારે જે નૃત્ય એટલે કે થૈયમ નૃત્ય દર્શાવવામાં આવ્યું હતું તે થૈયમ નૃત્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને માણવા માટે થઈને હજારોની સંખ્યામાં જનમેદાની ઉમટી પડી હતી અને જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Written ByKinjal Patel
Published: Oct 17, 2026, 11:47 AM IST|Updated: Oct 17, 2026, 11:51 AM IST
joinshare
મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબીમાં ગુજરાતમાં પ્રથમ વખત રજૂ થયું 'કાંતારા' ફેમ 'થૈયમ નૃત્ય રાસ', હજારો લોકો મંત્રમુગ્ધ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vastu Tips: મફતની વસ્તુની લાલચ બનાવી દેશે ગરીબ, આ 4 વસ્તુ મફતમાં લેવાથી આવી જશો રસ્તા પર

Vastu Tips: મફતની વસ્તુની લાલચ બનાવી દેશે ગરીબ, આ 4 વસ્તુ મફતમાં લેવાથી આવી જશો રસ્તા પર

2

Mangal Gochar 2026: દિવાળી પછી પલટી મારશે 4 રાશિઓનું ભાગ્ય, સુતુ ભાગ્ય જાગશે, છપ્પરફાડ કમાણી થશે

3

1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત, લગ્ન વિવાદને કારણે ભર્યું પગલું

4

સુરતમાં ડબલ મર્ડરથી ખળભળાટ: મિલકત અને ભાડાના વિવાદમાં મોટા ભાઈએ માતા અને નાના ભાઈની કરી હત્યા

5

ChatGPT અને Gemini વાપરી રહ્યા છો, તો ભૂલથી પણ ન કરો આ ત્રણ ભૂલો, નહીં તો તમારું બેંક ખાતું પળવારમાં થઈ જશે ખાલી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Morbi News: મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે છેલ્લા 44 વર્ષથી શક્તિ ચોક ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ દ્વારા માતાજીના ગરબા પર એકથી એક ચડિયાતા અવનવા રાસ રજુ કરવામાં આવે છે જેથી આ ગરબીમાં બાળાઓના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન અંગારા રાસ, માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. જો કે આ વર્ષે ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કેરળના પ્રસિદ્ધ થૈયમ નૃત્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જે જોવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત

અર્વાચીન રસોત્સવના આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ
શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ તૈયાર કરવા માટે દોઢથી બે મહિના સુધી પ્રેકટીશ કરવામાં આવે છે. ત્યાર બાદ “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા રાસને લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે. અને અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે આ ગરબી જોવા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે છે અને અર્વાચીન રસોત્સવના આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખીને બાળાઓ દ્વારા ગરબીમાં જે રાસ રજૂ કરવામાં આવે છે તે નિહાળે છે.

આ વર્ષે થૈયમ નૃત્ય રાસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર
ખાસ કરીને ગરબી જળવાઈ રહે તે માટે થઈને ગરબીમાં લાઇટિંગ, ડેકોરેશન અને જુદાજુદા રાસમાં થોડો આધુનિક ટચ આપવામાં આવે છે જો કે, અહીની બાળાઓ જે અવનવા રાસ તૈયાર કરીને લોકોની સમક્ષ રજૂ કરે છે. તે સમગ્ર મોરબી શહેર નહીં પરંતુ જિલ્લામાં કોઈ જગ્યાએ જોવા મળતા નથી એટ્લે જ તો આ ગરબીને મોરબીની નંબર વન ગરબી કહેવામા આવે છે. ગત વર્ષે અહીંની એક બાળા દ્વારા 50 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો ચણિયો પહેરીને લોકોની સમક્ષ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જયારે આ વર્ષે થૈયમ નૃત્ય રાસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

રાજકોટમાં લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કેવી રીતે કર્યું ફાયરિંગ? ક્યા છૂપાવ્યું હતું હથિયાર, ક્રોસ ફાયરિંગમાં આરોપી દબોચાયો!

સાક્ષાત માતાજી ચાચર ચોકમાં આવ્યા હોય તેવી લોકોને અનુભૂતિ
પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને આધુનિકતાની વચ્ચે શેરી ગરબા અને ગરબીનું મહત્વ દિવસેને દિવસે ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તે હક્કિત છે મોરબીમાં શક્તિ ચોક સહીત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓ થાય છે જ્યાં લોકો બાળાઓના રાસને જોવા માટે જાય છે લોકો ઉમટી પડતા હોય છે. આ ગરબીના ચચાર ચોકમાં જયારે થૈયમ નૃત્ય રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જાણે કે, સાક્ષાત માતાજી ચાચર ચોકમાં આવ્યા હોય તેવી લોકોને અનુભૂતિ થઈ હતી.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Navratri 2026