• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત, લગ્ન વિવાદને કારણે ભર્યું પગલું

1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત, લગ્ન વિવાદને કારણે ભર્યું પગલું

સામાન્ય રીતે આપણે સ્ત્રીઓ પર થતા અત્યાચારોની વાતો સાંભળીએ છીએ, પણ આજે વાત એક એવા દીકરાની કરવી છે જે સાસરી પક્ષના ત્રાસ સામે હારી ગયો...ભાવનગરનો એક આશાસ્પદ યુવાન વિશ્વરાજસિંહ ગોહિલ... જે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં કૂદીને પોતાનો જીવ આપી દે છે...પણ આપઘાત કરતા પહેલાં તે સમાજ સામે એક 13 મિનિટનો એવો આક્રોશભર્યો વીડિયો છોડી જાય છે, જે સાંભળીને તમારી આંખોમાં પણ આસું આવી જશે!..

Written ByGokani Dhaval
Published: Oct 18, 2026, 01:07 PM IST|Updated: Oct 18, 2026, 01:14 PM IST
joinshare
1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત, લગ્ન વિવાદને કારણે ભર્યું પગલું

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ

Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ

2

Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે

3

ડીઝલ પછી, હવે રશિયા સાથે આ મોટી ડીલ કરશે અમેરિકા, પુતિનના નજીકના વ્યક્તિએ કરી જાહેરાત, જાણો

4

ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

5

Cooking Hack: ભાત માટે ચોખા બાફો ત્યારે પાણીમાં ઉમેરી દેજો આ વસ્તુ, એકદમ સફેદ અને છુટ્ટા દાણાના ભાત બનશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નવનીત દલવાડી, ભાવનગરઃ લગ્નના માત્ર આઠ મહિના, 1700 ફૂટ ઊંડી ખીણ અને એક 13 મિનિટનો અંતિમ વીડિયો...જેણે આખા ભાવનગરને ધ્રુજાવી દીધું!...જી હા...ભાવનગરના કાળિયાબીડ અને ચિત્રા વિસ્તારમાં આજે આ જ શબ્દો ગુંજી રહ્યા છે! એક હસતો-રમતો યુવાન, ટીંબા પોસ્ટ ઓફિસનો કર્મચારી વિશ્વરાજસિંહ ગોહિલ...મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ પર્વત પર પહોંચે છે, અને 1700 ફૂટ ઊંડી ખીણની એકદમ કિનારે ઊભા રહીને મોતને ગળે લગાવી લે છે!...

મરતાં પહેલાં બનાવ્યો વીડિયો

પણ આ માત્ર સામાન્ય આત્મહત્યા નથી...આ એક જીવતી જાગતી જિંદગીનો કાયદા સામેનો મોટો વિસ્ફોટ છે! મરતાં પહેલાં વિશ્વરાજસિંહે 13 મિનિટનો એવો વીડિયો શૂટ કર્યો, જેનો એક-એક શબ્દ સમાજની આંખો ખોલનારો છે...વીડિયોમાં પત્ની અને સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપો સાથે કાયદાના દુરુપયોગની હૃદયદ્રાવક વ્યથા છે....

ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન

ગત આઠ ફેબ્રુઆરીએ લગ્ન થયા, પણ આઠ મહિનામાં જ બધું વિખેરાઈ ગયું...૧૨ સપ્ટેમ્બરે પત્ની ધારાબા દ્વારા ઘરેલુ હિંસાની અરજી થઈ...સસરાના ઘરે વિવાદ વધતાં વિશ્વરાજે હાથની નસ કાપી નાખી! અને છેલ્લે... નવ ઓક્ટોબરે કોર્ટના ધક્કા ખાધા પછી, હારેલો આ યુવાન બાઈક લઈને સીધો મહારાષ્ટ્રની એ કાળી ખીણ તરફ નીકળી ગયો, જ્યાંથી ક્યારેય કોઈ પાછું નથી આવતું...

મહારાષ્ટ્રની પોલીસે લાશ શોધી કાઢી છે અને કાળિયાબીડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...પણ સવાલ એ છે કે, વિશ્વરાજસિંહના આ 13 મિનિટના વીડિયોમાં વહેવડાવેલા આંસુઓનો હિસાબ કોણ આપશે? શું આ આક્ષેપોની સ્વતંત્ર તપાસ થશે? ન્યાય ક્યારે મળશે?...

આ પણ વાંચોઃ સુરતમાં ડબલ મર્ડરથી ખળભળાટ: મિલકત અને ભાડાના વિવાદમાં મોટા ભાઈએ માતા અને નાના ભાઈની કરી હત્યા

વિશ્વરાજસિંહનો અંતિમ વીડિયો

1700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલી વિશ્વરાજસિંહની આ લાશ...માત્ર એક પાર્થિવ દેહ નથી, પણ આપણી ન્યાય પ્રણાલી સામે ઊભો થયેલો એક બહુ મોટો સવાલ છે! 'પગે લાગું છું, ન્યાય આપો...498ના કેસ જિંદગી લઈ લે છે'– ધ્રુજતા અવાજે વીડિયોમાં બોલાયેલા આ આખરી શબ્દો આજે દેશના કરોડો પુરુષોની છૂપી વેદના બની ગયા છે. લગ્નજીવનના કલેશમાં સત્ય શું છે એ તો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.

પણ એક વાત નક્કી છે કે, કાયદાના રક્ષણ માટે બનેલી કલમો જ્યારે કોઈ નિર્દોષનું જીવન ટૂંકાવવાનું હથિયાર બની જાય, ત્યારે સમાજે અને સરકારે પણ ગંભીરતાથી વિચારવું જ પડશે! ભાવનગરના આ કરુણ કિસ્સા બાદ હવે જોવાનું એ રહેશે કે, શું વિશ્વરાજસિંહના આ આખરી વીડિયોને ન્યાય મળશે ખરો? કે પછી આ આક્રોશ પણ સમય જતાં કાળી ખીણમાં ગરકાવ થઈ જશે!.


 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News