• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /અમદાવાદમાં ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબામાં વિવાદ, સફેદ પરીન્દે ગરબામાં ભારે હોબાળો
Live Now

અમદાવાદમાં ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબામાં વિવાદ, સફેદ પરીન્દે ગરબામાં ભારે હોબાળો

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 17 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 17, 2026, 08:50 AM IST|Updated: Oct 17, 2026, 04:04 PM IST
joinshare
અમદાવાદમાં ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબામાં વિવાદ, સફેદ પરીન્દે ગરબામાં ભારે હોબાળો
17 Oct 2026 14:31 IST (IST)
share

Gujarat News Live: રાજ્યના ઉદ્યોગોને સરકાર કરશે અપીલ

સાંજે પાંચ થી નવ દસ વાગ્યા દરમિયાન વીજ વપરાશમાં ઘટાડો કરે. કેન્દ્ર સરકાર પાસે 1000 મેગા વોટ વીજળી વધારાની રાજ્ય સરકારને મળશે. જોકે આ વીજળી આવતા વાર લાગશે ત્યાં સુધી બીજ વપરાશમાં ઘટાડો થાય તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. અલનીનો અસર પણ કારણભૂત હવાનું ઊર્જા મંત્રી. વિન્ટ પાવર અને સોલર પાવરથી અત્યારે સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
 

17 Oct 2026 14:31 IST (IST)

Gujarat News Live: વડોદરા શહેરમાં હવે નથી રહ્યો ખાખીનો ડર

અલકાપુરી આંબેડકર સર્કલ પાસે નજીવી બાબતે લીધું ઉગ્ર સ્વરૂપ. બોલાચાલી બાદ યુવકો વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. જાહેર માર્ગ પર થયેલી મારામારીથી લોકોમાં મચી ચકચાર. વાયરલ વીડિયોના આધારે પોલીસ ક્યારે લેશે કડક પગલાં? તે જોવું રહ્યું.
 

17 Oct 2026 14:31 IST (IST)

Gujarat News Live: નવરાત્રિમાં વીજકાપ મામલે સાંસદ ભરતસિંહ ડાભીનું નિવેદન

નવરાત્રિમાં વીજકાપ મામલે સાંસદ ભરતસિંહ ડાભીનું  નિવેદન. સાંજે જમવાના સમયે વીજકાપથી વિસ્તારમાંથી અનેક ફરિયાદો ઉઠી. સરપંચો અને ડેલિગેટોએ વીજકાપ બાબતે ઉગ્ર ફરિયાદો કરી. મહેસાણા કલેક્ટર કચેરીમાં સંકલન બેઠકમાં મુદ્દો ચર્ચામાં આવ્યો. વીજકાપના કારણે ઉત્તર ગુજરાતના ઉદ્યોગોને પણ અસર પડી. સમસ્યાનું નિરાકરણ લાવવા તમામ પદાધિકારીઓ સાથે વાતચીત થઈ. વીજકાપના પ્રશ્ને સરકારમાં આવતીકાલે પણ રજૂઆત કરવામાં આવશે.

17 Oct 2026 13:28 IST (IST)

Gujarat News Live: ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં નવરાત્રી ગરબાની નકલી ટિકિટોનું ઓનલાઈન વેચાણ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ. અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નવરાત્રી ગરબાની નકલી ટિકિટો વેચી છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધાયો. અમદાવાદ એક્સપિરિયન્સ એક્સચેન્જ કંપનીના મેનેજર કિંજનકુમાર ગોપાલભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી. અનંત બ્રહ્માંડ ગરબા ઈવેન્ટના નામે નકલી ટિકિટો ઓનલાઈન વેચવામાં આવી રહી હતી. veer.rajjputtt' નામના ઈન્સ્ટાગ્રામ આઈડી અને મોબાઈલ નંબર 9954062808 ના ધારક અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયો. આરોપીઓએ કંપનીના અધિકૃત નામનો ઉપયોગ કરીને anantexperience@gmail.com નામનું નકલી ઈમેઈલ આઈડી બનાવ્યું હતું.
 

17 Oct 2026 13:27 IST (IST)

Gujarat News Live: કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબા આયોજનમાં સુરક્ષા સામે ઉઠ્યા સવાલો.

અમદાવાદમાં કીર્તિદાન ગઢવીના 'પરંપરા નગરી' ગરબા આયોજનમાં સુરક્ષા સામે ઉઠ્યા સવાલો. સામાજિક કાર્યકર શુભમ ઠાકરે ખેલૈયાઓની સુરક્ષામાં ગંભીર બેદરકારીનો લગાવ્યો આક્ષેપ. ગરબા ગ્રાઉન્ડના રેમ્પ પર ખીલીઓ બહાર નીકળેલી હોવાથી ખેલૈયા ઈજાગ્રસ્ત થયાની ફરિયાદ. ગોલ્ડ ઝોન પાસધારકો માટે પૂરતા ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી ન હોવાનો આરોપ. અગાઉ પણ આ જ આયોજનની તૈયારીઓ દરમિયાન ડોમ ધરાશાયી થવાની બની હતી ઘટના. મા અંબાની આરાધનાના નામે ગરબાનું વ્યાપારીકરણ અને નફાખોરી કરવાનો શુભમ ઠાકરનો આક્ષેપ. તાત્કાલિક સમારકામ નહીં કરાય તો AMC અને સત્તાધિકારીઓને સત્તાવાર ફરિયાદ કરવાની આપાઈ ચીમકી.

17 Oct 2026 12:02 IST (IST)

Gujarat News Live: વડોદરામાં પૂર્વ ક્રિકેટર-સાંસદ યુસુફ પઠાણ ફરી વિવાદમાં

વડોદરામાં પૂર્વ ક્રિકેટર-સાંસદ યુસુફ પઠાણ ફરી વિવાદમાં. ગેરકાયદે કબજાના વિવાદમાં ઘેરાયેલા પ્લોટની કાયદેશર ફાળવણીનો તખતો તૈયાર. તાંદલજાના ટીપી-22ના પ્લોટની ફાળવણીને લઈને વિવાદ. 978 ચોરસ મીટરના પ્લોટની કિંમત રૂ. 20.53 કરોડ. વર્ષ 2012માં યુસુફ પઠાણે પ્લોટની માગણી કરી હતી. વર્ષ 2014માં રાજ્ય સરકારે પ્લોટની ફાળવણીની દરખાસ્ત નામંજૂર કરી હતી. વર્ષ 2024માં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ઓગસ્ટ 2026માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચાઈ હતી. રાજ્ય સરકારની મંજૂરી ન મળતાં અટકેલી પ્રક્રિયા ફરી આગળ વધવાની શક્યતા. 14 વર્ષ બાદ પ્લોટની ફાળવણીની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ કરાશે.

17 Oct 2026 12:01 IST (IST)

Gujarat News Live: અમદાવાદના સફેદ પરીન્દે ગરબામાં પાસ મોંઘા, સસ્તી સેવા

અમદાવાદના સફેદ પરીન્દે ગરબામાં ભારે હોબાળો થયો છે. 15 હજારના પાસ છતા સર્વિસના નામે શૂન્ય કામગીરી હોવાનું ખૈલેયાઓ કહે છે. ખેલૈયા જાતે જ કોફી અને પીઝા બનાવતા નજરે પડ્યા.

17 Oct 2026 12:01 IST (IST)

Gujarat News Live: ગરબામાં 'પઠાણ' બન્યો 'પટેલ'

વડોદરાના યુનાઈટેડ વે ગરબા ફરી વિવાદમાં સપડાયા છે. એક વિધર્મી યુવાનને ખોટી ઓળખ સાથે કામગીરી સોંપાઈ છે. રઝાક પઠાણને આયુષ પટેલ બનાવીને પાસ ચેકિંગનું કામ સોંપાયું. બોય ઝોન એજન્સી સામે સવાલ ઉઠ્યા.

17 Oct 2026 12:01 IST (IST)

Gujarat News Live: રાજસ્થાનના કોટામાં ભયાવહ અકસ્માતની ઘટના, 8 લોકોના કરુણ મોત

દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત. પ્રવાસીઓ ભરેલી મિની બસ ખીણમાં ખાબકી. અકસ્માતમાં 8 લોકોના કરુણ મોત થયા. 8 મૃતકોમાં 5 મહિલાઓનો સમાવેશ. મિની બસમાં કુલ 23 લોકો હતા સવાર. અકસ્માતમાં ઘાયલ અન્ય લોકો સારવાર હેઠળ. મધ્યપ્રદેશના પરિવારને નડ્યો હતો આ અકસ્માત. ભોપાલથી તમામ લોકો ખાટુ શ્યામ દર્શન માટે જતા હતા. મિની બસ અચાનક બેકાબૂ થઈને ખીણમાં ખાબકી.
 

17 Oct 2026 09:07 IST (IST)

Gujarat News Live: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા

આવનારા દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે ભવ્ય અને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવેનો સૌથી મોટો, ૧૦ હજાર ચોરસ મીટરનો વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હોલ્ડિંગ એરિયામાં એકસાથે ૧૫,૦૦૦ જેટલા યાત્રીઓ આરામથી રોકાઈ શકશે.

17 Oct 2026 09:06 IST (IST)

Gujarat News Live: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ મોટાભાગના નવા પ્રતિબંધો અને ટેરિફ માફ કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા વિરુદ્ધના લિન્ડસે ગ્રેહામ એક્ટ હેઠળના મોટાભાગના નવા પ્રતિબંધો અને ટેરિફ માફ કર્યા. ભારત સહિત અન્ય કેટલાક દેશોને રશિયન ઓઈલ-ગેસ  ખરીદવા પર ટેરિફમાંથી વિશેષ છૂટ આપવામાં આવી. જો કે આ છૂટછાટો કાયમી નથી, રાષ્ટ્રપતિ અથવા સેક્રેટરી ઓફ સ્ટેટ આગળની કાર્યવાહી યોગ્ય ન ગણે ત્યાં સુધી જ અમલમાં રહેશે.

17 Oct 2026 09:06 IST (IST)

Gujarat News Live: ભરૂચ GIDC બ્લાસ્ટ કેસમાં 5ના મોત, ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ

ભરૂચના વાગરાની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ. ગોઝારી દુર્ઘટનામાં કામદારોનાં મૃત્યુઆંક વધીને 5 થયો. બ્લાસ્ટની ઘટનામાં અન્ય 2 કામદારો સારવાર હેઠળ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ. ભયાનક બ્લાસ્ટના કારણે મશીનરીના પાર્ટ્સ વેરવિખેર થયાં. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તપાસ શરૂ કરી.

17 Oct 2026 09:06 IST (IST)

Gujarat News Live: સુરેન્દ્રનગરના સુદામડામાં નામચીન શખ્સ પર પોલીસે કર્યું ફાયરિંગ, પોલીસ પકડથી ભાગવાનો પ્રયાસ કરતાં કર્યું ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામ ખાતે પોલીસ અને એક નામચીન શખ્સ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને લાંબા સમયથી ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને કાબૂમાં લેવા અને ભાગતો રોકવા માટે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં આરોપી ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

17 Oct 2026 09:05 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં થયેલ લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, આરોપીને પગમાં ગોળી મારતા ખસેડાયો સિવિલ હોસ્પિટલમાં

રાજકોટમાં સન્સનીખેજ લૂંટ વિથ મર્ડર કેસના આરોપીને સાથે રાખીને પોલીસ જ્યારે ઘટનાસ્થળે પંચનામું કરી રહી હતી, ત્યારે જ આરોપીએ અચાનક પોલીસ ટુકડી પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અણધારી ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે તુરંત સ્વબચાવમાં વળતો પ્રહાર કરીને આરોપીના પગના ભાગે ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. ફાયરિંગમાં ઘવાયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.

17 Oct 2026 09:05 IST (IST)

Gujarat News Live: અમદાવાદ એરપોર્ટ પરથી ફરીથી ઝડપાયું સોનું, ટ્રોલી બેગમાં છુપાવાલે 24 કેરેટના સોનાના તાર ઝડપાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર ગેરકાયદેસર સોનાની તસ્કરીનો પર્દાફાશ થયો છે. અબુધાબીથી આવેલા એક મુસાફર શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં મુસાફરની ટ્રોલી બેગમાં ખૂબ જ ચાલાકીથી છુપાવવામાં આવેલા 24 કેરેટ સોનાના તાર મળી આવ્યા હતા. અધિકારીઓએ મુસાફર પાસેથી ₹42.49 લાખની કિંમતનું કુલ 282.910 ગ્રામ સોનું જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17 Oct 2026 09:05 IST (IST)

Gujarat News Live: રાજ્યના કેટલાક ભાગોમાં આવતી કાલે વરસાદ વરસવાની હવામાનની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અણધાર્યા હવામાન પલટાના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સેવાઈ રહી છે. વરસાદની આ આગાહીને પગલે આ વિસ્તારોના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા સાથે તૈયારીઓ પણ જોવા મળી રહી છે.

17 Oct 2026 09:04 IST (IST)

Gujarat News Live: આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું, આજના દિવસે કાલરાત્રિ માતાની કરવામાં આવે છે પૂજા-અર્ચના

આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું છે. આજના પવિત્ર દિવસે નવદુર્ગાના સાતમા સ્વરૂપ એવા મા કાલરાત્રિની વિશેષ પૂજા-અર્ચના અને ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે. મા કાલરાત્રિ ભક્તોના તમામ દૂષણો અને નકારાત્મકતાનો નાશ કરનારા દેવી તરીકે પૂજાય છે. ગઇકાલે છઠ્ઠા નોરતે રાજ્યભરમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને મા અંબાના ગરબાની રમઝટ બોલાવી હતી, ત્યારે આજે સાતમા નોરતે પણ ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો ઉત્સાહ અને ઉમંગ બેવડાયેલો જોવા મળી રહ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...