સોનિયા ગાંધીની આત્મકથામાં ગોધરા ટ્રેન અગ્નિકાંડને વિવાદિત ગણાવવામાં આવ્યો હતો અને સીબીઆઈના પૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ આ દાવાને ફગાવ્યો છે. રાકેશ અસ્થાના એ વખતે ગુજરાત પોલીસની એસઆઈટીના ચીફ પણ હતા. તેમનું કહેવું છે કે ફોરેન્સિક પુરાાના આધારે તપાસ પૂરી થઈ ચૂકી છે, દોષિતોને સજા પણ થઈ છે અને હવે ગોધરાની ઘટના પર આ પ્રકારની વાતો અને શંકા રાજકીય રીતે પ્રેરિત છે. સોનિયા ગાંધીના પુસ્તકમાં 2002માં થયેલા ગોધરાકાંડ એટલે કે સાબરમતી એક્સપ્રેસ આગના કારણને વિવાદિત ગણાવવામાં આવ્યા બાદ તત્કાલિન SIT પ્રમુખ રહી ચૂકેલા રાકેશ અસ્થાનાએ પુસ્તકમાં છપાયેલી વાતનો પ્રખર વિરોધ નોંધાવ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં SITની તપાસથી લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી વિશેષ તપાસ ટુકડીની તપાસની દરેક કડી વિશે વિસ્તારથી જણાવતા કહ્યું કે, તે દરમિયાન SITની તપાસ વખતે ફોરેન્સિક પુરાવા અને સ્વતંત્ર સાક્ષીઓની પૂછપરછમાં ટ્રેનની અંદર જાણી જોઈને આગ લગાવવાની પુષ્ટિ થઈ હતી. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે ફક્ત એક ખાસ કોચને ટાર્ગેટ કરાયો હતો એટલું જ નહીં પરંતુ ટ્રેનથી ઉતરનારા લોકોને પણ ટાર્ગેટ કરાયા હતા.
2002માં ગોધરા પાસે સાબરમતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના પર સોનિયા ગાંધીના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ અંગે ગુજરાત પોલીસની SITના પ્રમુખ રહી ચૂકેલા રાકેશ અસ્થાનાએ ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "તપાસ પૂરી થઈ ગઈ છે અને દોષસિદ્ધિ પણ થઈ ગઈ છે. ટ્રેનમાં આગ જાણી જોઈને જ્વલનશીલ પદાર્થ નાખીને લગાવવામાં આવી તી. હું એ વાત સાથે સહમત નથી કે આગ લાગવાનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી."
અત્રે જણાવવાનું કે 2011માં વિશેષ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. 2014માં ગુજરાત હાઈકોર્ટે 11ની સજા યથાવત રાખી હતી અને 20 લોકોને છોડી મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો.
ગોધરાકાંડ એટલે કે સાબરમતી ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો ક્રમ ગણાવતા અસ્થાનાએ કહ્યું કે, તે સમયે કુલ 59 લોકોના મોત થયા હતા. જેમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. તેઓ કોચની બહાર નહતા નીકળી શક્યા એટલે અંદર જ માર્યા ગયા હતા. તપાસમાં એ વાત સામે આવી કે માત્ર કેટલાક લોકો કોચની બહાર નીકળવામાં સફળ થયા હતા, ભીડે તેમનો પીછો કર્યો અને તેમને પણ મારી નાખ્યા અથવા તો ઘાયલ કર્યા હતા. આથી પુસ્તકમાં કરાયેલો દાવો કે આગ દુર્ઘટનાવશ લાગી હતી અને ત્યાં કોઈ ભીડની હિંસા થઈ નહતી એ મામલાની તપાસના તારણો સાથે મેળ ખાતું નથી. ટ્રેનમાં આગ લાગવી એ સંપૂર્ણ રીતે એક સુનિયોજિત કાવતરું હતું.
અસ્થાનાએ કહ્યું કે, "તે સમયે એક આતંકી સંગઠન સાથે કેટલાક સંબંધ પણ સામે આવ્યા હતા. પરંતુ અમને તેમના વિરુદ્ધ કેસ ચલાવવા લાયક પુરાવા મળ્યા નહતા. આથી તેમને આરોપી બનાવવામાં આવ્યા નહતા. જો કે ગોધરાકાંડ એક સુનિયોજિત કાવતરું હતું, તેની યોજના બનાવવામાં આવી હતી અને સંપૂર્ણ તૈયારી સાથે તે ટ્રેનને ટાર્ગેટ કરાઈ હતી. જે શાતિર રીતે આ ઘટનાક્રમને અંજામ અપાયો તે અચાનક ઉમટી પડેલો કોઈ આક્રોશ નહતો. બધુ પહેલેથી બનવવામાં આવેલી યોજના મુજબ હતું."
#WATCH | On Sonia Gandhi's statement in her memoir on 2002 Sabarmati Train burning, Rakesh Asthana, who headed the Gujarat Police SIT probing the incident, says in an interview to ANI, "Investigations have been completed; conviction has been secured... It has been an intentional fire caused by an inflammable liquid... I disagree with the statement that the cause of fire is still uncertain. Secondly, only S6 bogie was targeted and set on fire..."
— ANI (@ANI) November 14, 2026
રાકેશ અસ્થાનાએ વધુમાં કહ્યું કે, '2004માં સરકાર બદલાયા બાદ તત્કાલિન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે આ ઘટનાની તપાસ માટે જસ્ટિસ યુસી બેનર્જીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી. જ્યારે તેની તપાસ પહેલેથી ચાલુ હતી. બેનર્જી કમિટીએ એ તારણ કાઢ્યું હતું કે આગ દુર્ઘટનાવશ લાગી હતી કારણ કે કારસેવક એક સ્ટવ લઈને જઈ રહ્યા હતા, જેનાથી આગ લાગી હતી.'
અસ્થાનાએ વધુમાં જણાવ્યું કે આગળ જઈને એક પીડિતે બેનર્જી કમિટીના તારણોને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા. હાઈકોર્ટે તે સમિતિની કાયદેસરતાને ફગાવી દીધી હતી અને પોતાના ચુકાદામાં જણાવ્યું કે આ કમિટીની રચના જ કાયદેસર નહતી. અસ્થાનાએ ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તથ્ય એ છે કે તપાસમાં એ ફલિત થયું કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી અને આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું હતું. તપાસ પંચે તેને સાબિત પણ કર્યું. બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનાવવામાં આવેલી SITએ પણ તપાસના તારણોનું સમર્થન કર્યું અને આ કેસમાં આરોપીઓ કોર્ટમાં દોષિત ઠર્યા.
જ્યારે અસ્થાનાને પૂછવામાં આવ્યું કે તપાસ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી કોઈ રાજકીય દબાણ આવ્યું હતું તો તેના જવાબમાં તેમણે કહ્યું કે "કોઈ દબાણ નહતું. જે જગ્યાએ ટ્રેનમાં લોકોને જીવતા બાળી મૂકાયા તે મુસ્લિમ વસ્તીવાળો વિસ્તાર હતો. મે SITમાં કેટલાક મુસ્લિમ અધિકારીઓને સામેલ કરવાની ભલામણ કરી હતી અને તેમના નામ પણ સૂચવ્યા હતા. તે બધા અમને કોઈ પણ ખચકાટ વગર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ મુસ્લિમ અધિકારીઓએ અમારી તપાસમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."