• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Rahul Gandhi: પીએમ મોદી મારો ફોન ટેપ કરાવે છે, મારી પાસે પુરાવા છે, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ

Rahul Gandhi: પીએમ મોદી મારો ફોન ટેપ કરાવે છે, મારી પાસે પુરાવા છે, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે તેમણે કોઈ નાની વાત નથી કરી આ વખતે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે વડાપ્રધાન મોદી તેનો ફોન ટેપ કરાવે છે. કારણ કે તેના ફોનમાં બધા પુરાવા છે.

Written ByKrupa Shah
Published: Nov 13, 2026, 01:35 PM IST|Updated: Nov 13, 2026, 01:40 PM IST
joinshare
Rahul Gandhi: પીએમ મોદી મારો ફોન ટેપ કરાવે છે, મારી પાસે પુરાવા છે, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત વડાપ્રધાન મોદી પર મોટો આક્ષેપ કર્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ એટલો મોટો દાવો કર્યો છે કે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું કહેવું છે કે પીએમ મોદી વિરુદ્ધના બધા જ પુરાવા તેના ફોનમાં છે અને પીએમ મોદી તેનો ફોન ટેપ કરાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વાત ક્યારે અને કેવી રીતે કરી છે ચાલો તમને પણ જણાવીએ.

આ પણ વાંચો: Indian Visa Rule: ભારતના વિઝા લેવાની પ્રક્રિયા સરળ થઈ, ટુરિસ્ટને મળશે વિઝિટર વિઝા, જાણો નવા નિયમો

રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા એક વિડિયો શેર કરીને પીએમ મોદીને વન ટુ વન ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદી તેની સામે બેસીને તેની સાથે ડિબેટમાં ઉતરે તો 5 મિનિટમાં જ વડાપ્રધાન મોદીનું રાજનૈતિક કરિયર ખતમ થઈ જાય અને તે દેશના વડાપ્રધાન પણ ન રહે. આ વાત પછી શુક્રવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર ફરી એક વખત મોટો દાવો કર્યો છે.

આ પણ વાંચો: SPO Murder Case: એસપીઓની હત્યાના કેસમાં 3 આતંકીના ફોટો જાહેર, જાણકારી આપનારને મળશે 30 લાખ રુપિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર આસ્ક મી સેશન દરમિયાન રાહુલ ગાંધીને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે તો તે સાર્વજનિક ચર્ચા પર ભાર શા માટે આપી રહ્યા છે ? આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે લોકસભામાં તેને બોલતા અટકાવી દેવામાં આવે છે અને તેના માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીએ એવો આરોપ પણ લગાવ્યો કે જ્યારે તેણે સંસદમાં કૃષિ કાયદો, વોટ ચોરી, ચીન, એપ્સટીન ફાઈલ જેવા મુદ્દા પર બોલવાની શરૂઆત કરી તો તેમને બોલવા દેવામાં ન આવ્યા. એટલા માટે જ હવે રાહુલ ગાંધીને લોકોની સામે જ સીધી મુદ્દા પર વાત કરવી છે. સંસદમાં લાંબા ભાષણ અને દલીલબાજી નથી કરવી.

આ પણ વાંચો: Microsoft 365 Outage: દુનિયાભરમાં અચાનક ઠપ્પ થઈ માઈક્રોસોફ્ટની સર્વિસ, જાણો સમસ્યા વિશે શું કહ્યું કંપનીએ ?

રાહુલ ગાંધી આ વીડિયોમાં એવું પણ કહે છે કે તેણે જે પણ આરોપ પીએમ મોદી પર લગાવ્યા છે તેના પુરાવા તેના ફોનમાં છે અને તેનો ફોન વડાપ્રધાન મોદી ટેપ કરાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ફોન ટેપિંગનો સીધો આક્ષેપ કર્યો હતો. Instagram પરના આ સેશન સિવાય તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ રાહુલ ગાંધી એવો દાવો કરે છે કે જો વડાપ્રધાન મોદી તેની સામે પાંચ મિનિટ બેસે તો તેનું કરિયર ખતમ થઈ જાય. પાંચ મિનિટમાં જ તે સાબિત કરી દેશે કે કોણ દેશદ્રોહી છે અને વિદેશી શક્તિઓ કોને કંટ્રોલ કરી રહી છે.

मोदी जी, अपने ही गोदी मीडिया के दिवाली मिलन में भी टेलीप्रॉम्प्टर? लोग आपके, मंच आपका, माहौल आपका - फिर भी स्क्रिप्ट चाहिए थी। लगता है दबाव में घबरा गए हैं। ख़ैर, कोई बात नहीं। मुझसे बहस में भी टेलीप्रॉम्प्टर ले आइए, जज भी अपनी पसंद का बैठा लीजिए। बस आइए तो सही। देश जानना चाहता है - असली देशद्रोही कौन है?

— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2026

 

રાહુલ ગાંધી વીડિયોમાં એવો પણ દાવો કરે છે કે જ્યારથી તેણે પુરાવાની વાત કરી છે ત્યારથી પીએમ મોદીના મનમાં ડર છે અને એટલા માટે જ તેઓ ડાયરેક્ટ તેમના પર કોઈ અટેક કરતા નથી તે વાત ધ્યાનમાં લેવા જેવી છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં પીએમ મોદી પર જે ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો છે તે મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાહુલ ગાંધીએ તાજેતરના વિડીયો મેસેજમાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેણે જ પણ આરોપ વડાપ્રધાન મોદી પર લગાવી રહ્યા છે તેના પૂરતા પુરાવા તેની પાસે છે. હવે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીની આ વાત પર ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને આગામી સમયમાં રાહુલ ગાંધી પોતાની વાત સાબિત કરવા શું કરશે ?
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News