દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે મોડી રાતથી માઈક્રોસોફ્ટની ઈમેલ સેવા આઉટલુક અને માઈક્રોસોફ્ટ 365 ના સર્વર અચાનક ઠપ થઈ ગયા છે. જેના કારણે ભારત સહિત દુનિયાભરના લાખો યુઝર્સને ઈમેલ મોકલવા, રીસીવ કરવા અને એકાઉન્ટ લોગ-ઈન કરવામાં સમસ્યા આવી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે અનેક ક્ષેત્રોમાં કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે અને તેઓ તેને ઠીક કરવામાં લાગેલા છે.
માઈક્રોસોફ્ટની ઈમેલ સેવામાં ટેક્નિકલ ખામીના કારણે દુનિયાભરની કરોડો ઓફિસોના કામકાજની ગતિ થંભી ગઈ છે. ઓનલાઈન સર્વિસિસના ઠપ થવા પર નજર રાખનાર પ્લેટફોર્મ 'ડાઉનડિટેક્ટર' મુજબ, આઉટલુકમાં ઈશ્યુની શરૂઆત ઈસ્ટર્ન ટાઈમ મુજબ બપોરે લગભગ 1 વાગ્યે થઈ. જોતજોતામાં ફરિયાદોનો ગ્રાફ ઝડપથી ઉપર ચઢ્યો અને તેના ચરમ પર આઉટલુક સાથે જોડાયેલા એક લાખથી વધુ રિપોર્ટ નોંધાયા. એ જ રીતે, માઈક્રોસોફ્ટ 365 માટે પણ 15 હજારથી વધુ યુઝર્સે સમસ્યાની ફરિયાદ નોંધાવી છે.
માઈક્રોસોફ્ટ 365 કંપનીનું એક સબ્સક્રિપ્શન બંડલ છે જેમાં આઉટલુક, ટીમ્સ, શેયરપોઈંટ જેવી જરૂરી વર્ક એપ્સ મળે છે. માઈક્રોસોફ્ટ ડાઉન થયું તેમાં મુખ ખામી એક્સચેન્જ ઓનલાઈનમાં આવી હતી. જે એક બેકએન્ડ સર્વિસ છે જે ઓફિસના ઈમેલ્સને સ્ટોર કરે છે, ડિલીવર કરે છે અને કેલેન્ડર ચલાવે છે. આઉટલુક એક એપ છે જેના માધ્યમથી સર્વિસ આપણા સુધી પહોંચે છે. જ્યારે તેનું સર્વર કામ ન કરે તો એપ ખુલે તો છે પણ ઈનબોક્સ લોડ થતું નથી અને મેસેજ અટકી જાય છે.
માઈક્રોસોફ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ આઉટજની પુષ્ટિ કરી. ટેક કંપનીએ જણાવ્યું કે તેમની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. શરૂઆતમાં આ સમસ્યા અમેરિકા પૂરતી મર્યાદિત લાગતી હતી, પરંતુ બાદમાં કંપનીએ સ્વીકાર્યું કે તેની અસર ગ્લોબલ હોઈ શકે છે. માઈક્રોસોફ્ટે કહ્યું કે જ્યાં સુધી તેઓ પ્રભાવને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છે, અમે પુષ્ટિ કરી છે કે આ સમસ્યા કોઈપણ ક્ષેત્રના યુઝર્સ માટે માઈક્રોસોફ્ટ 365 સેવા કનેક્ટિવિટીને પ્રભાવિત કરી શકે છે.