જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણના શંકાસ્પદ મૃત્યુ બાદ પ્રથમવાર ખુદ પ્રેમાનંદ મહારાજનું પ્રવચન સામે આવ્યું છે. 23 મિનિટના આ પ્રવચનનું પ્રસારણ તેમની સત્તાવાર ચેલન ભજન માર્ગ પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખુબ હ્રદયસ્પર્શી અને ઊંડો આધ્યાત્મિક સંદેશ સામે આવ્યો છે, જે ભક્તોના હૃદયને સાંત્વના આપી રહ્યો છે. પ્રેમાનંદે પોતાના સંદેશમાં સીધી રીતે પોતાના શિષ્યનું નામ કે તેના મોતના વિવાદનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમનું સંપૂર્ણ પ્રવચન વિપરીત પરિસ્થિતિમાં ધૈર્ય રાખવા અને કોઈ અપરાધ વગર થનાર નિંદા તથા અપમાન પર કેન્દ્રીત રહ્યું. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે મહારાજનો સંદેશ સીધી રીતે આ સંપૂર્ણ વિવાદથી જોડાયેલો છે.
'જ્યારે નિર્દોષની નિંદા થાય તો સમજવું ભગવાનની કૃપા છે'
પ્રવચન દરમિયાન મહારાજે જે વાતો કહી, તે સીધી રીતે વર્તમાન વિરોધ અને આરોપો તરફ ઇશારો કરતી લાગે છે. પ્રેમાનંદે કહ્યુ કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે નિર્દોષ હોય છે, છતાં પણ સમાજમાં તેની નિંદા કરવામાં આવે છે કે તેના પર લાંછન લગાવવામાં આવે છે તો કે હકીકતમાં ભગવાનની વિશેષ કૃપાનો સંકેત છે. તેમણે ભક્તોને સમજાવતા કહ્યું કે આવા વધુ કઠિન અને સંકટપૂર્ણ સયમમાં વ્યક્તિએ પોતાનું ધૈર્ય ન ગુમાવવું જોઈએ અને પોતાનું બધુ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ.
નિંદા અને અપમાનને ગણાવ્યું ભગવાનનું પુષ્પ
પ્રેમાનંદ મહારાજે વૃદાંવનમાં ચાલી રહેલા આરોપો-પ્રત્યારોપો વચ્ચે કહ્યું કે પ્રતિકૂળતા, અપમાન અને નિંદા ખરેખર કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા પોતાના ભક્તો માટે અપાતું પુષ્પ છે. તેમણે ઈતિહાસનો હવાલો આપતા કહ્યું કે મીરાબાઈ અને ભક્ત પ્રહ્લાદ જેવા મહાન સંતોને પણ સમાજના લોકો અને પોતાનાએ ન સહન થાય તેવા કષ્ટ અને અપમાન આપ્યા હતા. પરંતુ તે બધું ઈશ્વરની ઈચ્છાનો ભાગ હતું. તેથી અપમાનને ભગવાનની સુગંધ માની સ્વીકાર કરવા જોઈએ.
પ્રતિકૂળ સમયે જૂઠાણું અને ગુસ્સાથી બચવા માટે ગંભીર ચેતવણી
વૃંદાવનમાં ચાલી રહેલા આ સંપૂર્ણ ઘટનાક્રમ અને રસિક દુલારી શરણના મોતની પાછળ છુપાયેલા સત્યને લઈને પ્રેમાનંદ મહારાજે પોતાના શિષ્યો અને ભક્તોને 20 મહત્વની ચેતવણી આપી. તેમણે વિશેષ રૂપથી સચેત કરતા કહ્યું કે જ્યારે ચારે તરફ વિપત્તિ અને વિવાદનો માહોલ હોય, ત્યારે કોઈપણ વ્યક્તિએ અસત્યનો સહારો ન લેવો જોઈએ અને ન કોઈ બીજાની નિંદામાં પોતાની ઉર્જા બરબાદ કરવી જોઈએ. મહારાજજીએ કહ્યું કે બીજાની ભૂલ પર ક્રોધ કરવા કે મનમાં ઈર્ષ્યા પાળવાની જગ્યાએ તેમને ક્ષમા કરી દેવા જોઈએ, કારણ કે સત્યનો નિર્ણય અંતે ભગવાન કરે છે.