• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ

માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ

તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપીને સજા ફટકારી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિતાને ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ ટીમ અને ન્યાય તંત્રને અભિનંદન પાઠવ્યા છે.

Written ByGokani Dhaval
Published: Oct 09, 2026, 04:45 PM IST|Updated: Oct 09, 2026, 04:49 PM IST
joinshare
માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
યુવતીની જાહેરાતઃ મને સરપંચ બનવાની તક આપો, હું ગામના કુંવારાઓના લગ્ન કરાવીશ

યુવતીની જાહેરાતઃ મને સરપંચ બનવાની તક આપો, હું ગામના કુંવારાઓના લગ્ન કરાવીશ

2

માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ

3

કેટલા વર્ષમાં બદલવું જોઈએ પોતાનું હેલમેટ? જાણો ક્યારે નવું લેવું જોઈએ

4

વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા, સિએરા અને સેલ્ટોસ જેવી ગાડીઓ પાછળ રહી ગઈ! આ SUV ફરી બની નંબર-1

5

મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કડક અમલીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં નામદાર પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા (મૃત્યુદંડ) ફટકારી છે.

વર્ષ ૨૦૨૫ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી નિર્મમ હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો.

આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર ૩૫ દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી 

નામદાર પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલશ્રી દ્વારા કુલ ૨૩ સાહેદો અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા (મૃત્યુદંડ), પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા ₹૫૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News