• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

Ahmedabad Navratri safety : ગુજરાત જ્યાં નવરાત્રિના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એ જ ગુજરાત જેની રાત્રિ સુરક્ષાના વખાણ આખી દુનિયામાં થાય છે પણ શું અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં આપણી દીકરીઓ ખરેખર સુરક્ષિત છે? અમદાવાદના પૂર્વ વિસ્તારના જાહેર રસ્તા પર મધરાતે ખેલાયેલા એક ખૂની ખેલ અને સરાજાહેરમાં થયેલા હુમલાએ આ સવાલ ફરી સળગતો કરી દીધો છે.

Edited ByKaran Rajput
Published: Oct 09, 2026, 03:49 PM IST|Updated: Oct 09, 2026, 03:54 PM IST
joinshare
મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા, સિએરા અને સેલ્ટોસ જેવી ગાડીઓ પાછળ રહી ગઈ! આ SUV ફરી બની નંબર-1

વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા, સિએરા અને સેલ્ટોસ જેવી ગાડીઓ પાછળ રહી ગઈ! આ SUV ફરી બની નંબર-1

2

મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

3

વિરોધ પ્રદર્શનો વચ્ચે બંગાળમાં ભાજપે ફરી ચોંકાવ્યા, મુસ્લિમ બહુમતીવાળી સીટ પર ઉમેદવારને ખોબલે ખોબલે મતો મળ્યા

4

ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે લીધી નિવૃત્તિ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા 10 હજારથી વધુ રન

5

Tanushree Dutta: અભિનેત્રી તનુશ્રી દત્તા થઈ ટ્રોલ, નાના પાટેકરના નિધન પર બોલ્યા હતા એલફેલ શબ્દો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

women safety Gujarat : અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે જ મહિલા સુરક્ષાના ચિથરેચિથરા ઉડ્યા!. ઘટના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વસ્ત્રાલમાં ગત એક ઓક્ટોબરે મધરાતે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ભયાનક મંજર સામે આવ્યો. રાત્રે આશરે દોઢ વાગ્યે એક ૩૩ વર્ષીય યુવતી જ્યારે તેની સહેલીને વસ્ત્રાલ ખાતે આવેલી નૈયા પેરેડાઈઝ સોસાયટીના ગેટ પાસે મૂકવા ગઈ, ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા ગુંડાઓએ તેને ઘેરી લીધી.

  • ઈન્સ્ટા સ્ટારનો ખતરનાક ખેલ
  • એક્સ-ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો!
  • મોડેલિંગના બહાને યુવતીઓ પર શોષણનો આરોપ

એક્ટિવા પર આવેલા સાગર નારાણીયા અને તેના અજાણ્યા સાગરીતે યુવતી પર જીવલેણ હુમલો કરી દીધો. 'તમે અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ કરી'? તેમ કહીને બેરહેમીથી ગડદાપાટુનો માર માર્યો અને લાકડાના દંડાના આડેધડ ઘા મોઢા, હોઠ, ડાબા હાથ અને પગ પર ઝીંકી દીધા. યુવતી લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરવા લાગી. બૂમાબૂમ થતાં સોસાયટીના લોકો દોડી આવ્યા અને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. પીડિતાને તાત્કાલિક રબારી કોલોનીની કેશવ હોસ્પિટલમાં ખસેડાઈ જ્યાં તેના હોઠ અને મોઢા પર ટાંકા લેવા પડ્યા...

  • ઈન્સ્ટા સ્ટારનો ખતરનાક ખેલ
  • એક્સ-ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો
  • મોડેલિંગની આડમાં શોષણનો આક્ષેપ
  • ફરિયાદ કરી તો યુવતી પર હુમલો?
  • મોડેલિંગ એકેડેમીના નામે ફસાવવાનું રેકેટ?

હવે સવાલ એ થાય કે આ યુવતી પર મધરાતે આવો જીવલેણ હુમલો કેમ કરાયો? તો તેની પાછળ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિશુ ચાવલાના અય્યાશ સંબંધો જવાબદાર છે. સીજી રોડ તેમજ વસ્ત્રાલ વેદ આર્કેડ મોલમાં 'CLM મોડેલિંગ એકેડેમી' ચલાવતો કિશુ અને પીડિતા અગાઉ પાંચ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. દોઢ વર્ષ પહેલા તેઓ અલગ થયા બાદ કિશુ અન્ય અનેક યુવતીઓ સાથે આડા સંબંધોમાં આવ્યો. જ્યારે આ એક્સ-ગર્લફ્રેન્ડે કિશુની અન્ય મહિલા મિત્રોને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે કિશુએ ફોન પર ધમકી આપી બોલાચાલી કરી.

02-10-2026 ના રોજ આ બનાવ બનેલ હતો. ફરિયાદી અને આરોપી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં અને ત્યારબાદ આશરે દોઢ વર્ષ અગાઉ અલગ થઈ ગયેલાં હતાં. અલગ થયા બાદ આરોપીએ ફરિયાદીની મિત્રો એવી અન્ય બે છોકરીઓ સાથે મિત્રતા કરેલી હતી. આ બાબતે આરોપીએ ફરિયાદીને ફોન કરી જણાવેલું કે તેમની સાથે મિત્રતા હોવાથી તે અન્ય બે છોકરીઓને તે મળવા ન જાય. પરંતુ ફરિયાદીએ જણાવ્યું કે, તે છોકરીઓ તેની મિત્રો છે, તેથી તે મળવા જશે. આથી આરોપીએ ફોન પર ઝઘડો કરેલો. તેની અદાવત રાખી બોલાચાલીનો ઝઘડો થયો અને આ બનાવ બન્યો.

આ બનાવમાં તા.02-10-2026 ના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11191024261128/2026 BNS ની કલમ 115(2), 352, 351(3), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે....... અમદાવાદ પોલીસ

સાગરીતો મોકલી મધરાતે આ ખૂની ખેલ ખેલાવ્યો

કિશુના પાપના ઘડાથી ત્રસ્ત થઈને આ એક્સ-ગર્લફ્રેન્ડ સહિત ત્રણ-ત્રણ પીડિત યુવતીઓ એક થઈ અને રામોલ પોલીસ સ્ટેશન પહોંચી કિશુ ચાવલા, સાગર નારાણીયા અને તુષાર નંદગીરી વિરુદ્ધ અરજી આપી દીધી. બસ, આ જ પોલીસ અરજીની અદાવત રાખીને કિશુ ચાવલાએ તેના સાગરીતો મોકલી મધરાતે આ ખૂની ખેલ ખેલાવ્યો.

નવરાત્રિમાં S.G હાઈવે પર ટ્રાફિક નહીં થાય! શનિવારથી આ રસ્તો ખુલ્લો મુકાશે, 56 ગરબાના સ્થળોને ધ્યાને રાખી તંત્રની તૈયારી

હોસ્પિટલના ખાટલા પરથી પીડિતાએ મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ અને બાયોમાં 'જય શ્રી રામ' લખીને ફરતો કિશુ ચાવલા અસલમાં મોડેલિંગ એકેડેમીના નામે યુવતીઓને ફસાવવાનું બહુ મોટું સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ ચલાવે છે.

પાંચ લાખ રૂપિયા પડાવીને તેણે મોંઘીદાટ જેગુઆર કાર ખરીદી

મોડેલિંગમાં કરિયર બનાવવા આવતી ભોળી દીકરીઓને જાળમાં ફસાવી તેમની આપત્તિજનક ગુપ્ત ક્લિપ ઉતારી લેવામાં આવતી હતી ત્યારબાદ આ અશ્લીલ વીડિયો ક્લિપના નામે કિશુ યુવતીઓને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પીડિતાનો આક્ષેપ છે કે તાજેતરમાં જ એક લાચાર યુવતી પાસેથી આ જ રીતે પાંચ લાખ રૂપિયા પડાવીને તેણે મોંઘીદાટ જેગુઆર કાર ખરીદી છે, જ્યારે વડોદરાની એક યુવતી પાસેથી સોનાની જાડી ચેઈન પડાવી લીધી છે. અન્ય છોકરીઓ બદનામીના ડરે આગળ નથી આવી શકતી...

નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય

દીકરીઓ મધરાતે પણ સુરક્ષિત ઘરે ફરે છે
હાલ રામોલ પોલીસ સ્ટેશનના આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે, ગુજરાતના જે ગરબા અને નવરાત્રિની સુરક્ષાના વખાણ આખી દુનિયામાં થાય છે, જ્યાં દીકરીઓ મધરાતે પણ સુરક્ષિત ઘરે ફરે છે, તે જ નવરાત્રિના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને બરાબર એ જ ટાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારના જાહેર રસ્તા પર મહિલા સુરક્ષાના ચિથરેચિથરા ઉડી ગયા છે... હવે આરોપી ક્યારે પકડાય છે અને આરોપીઓને કેવી કડક સજા થાય છે તેની પર સૌની નજર છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News