• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતા મહેસૂલી કર્મચારી મહામંડળનો મોટો નિર્ણય, આંદોલન સત્તાવાર રીતે પૂરું

પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતા મહેસૂલી કર્મચારી મહામંડળનો મોટો નિર્ણય, આંદોલન સત્તાવાર રીતે પૂરું

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આંદોલનનો સુખદ અંત: રાજ્ય સરકાર સાથેની સફળ બેઠક બાદ આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચાયું છે. ગાંધીનગર ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

Written ByGokani Dhaval
Published: Oct 09, 2026, 06:11 PM IST|Updated: Oct 09, 2026, 06:14 PM IST
joinshare
પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતા મહેસૂલી કર્મચારી મહામંડળનો મોટો નિર્ણય, આંદોલન સત્તાવાર રીતે પૂરું

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
બુલિયન માર્કેમાં સોનું ફરી ચમક્યું સોનું, જાણો આજે કેટલો ભાવમાં થયો વધારો

બુલિયન માર્કેમાં સોનું ફરી ચમક્યું સોનું, જાણો આજે કેટલો ભાવમાં થયો વધારો

2

પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતા મહેસૂલી કર્મચારી મહામંડળનો મોટો નિર્ણય, આંદોલન સત્તાવાર રીતે પૂરું

3

રસિક દુલારીના મોત બાદ પ્રથમવાર બોલ્યા પ્રેમાનંદ મહારાજ, 23 મિનિટના વીડિયોમાં મળ્યા મોટા ઈશારા

4

યુવતીની જાહેરાતઃ મને સરપંચ બનવાની તક આપો, હું ગામના કુંવારાઓના લગ્ન કરાવીશ

5

માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં આરોપીને ફટકાર્યો મૃત્યુદંડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આંદોલનનો સુખદ અંત: રાજ્ય સરકાર સાથેની સફળ બેઠક બાદ આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચાયું છે. ગાંધીનગર ખાતે મંત્રી  જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો પણ અંતે સુખદ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ અને 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ'ના પ્રમુખ  જામસંગભાઈ પરમાર સહિત પ્રતિનિધિમંડળ વચ્ચે સાનુકૂળ વાતાવરણમાં દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

આ સફળ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ માત્ર 35 દિવસમાં ચાર્જશીટ અને કડક કાર્યવાહી: જામનગર પોક્સો કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં

મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ દાખવીને આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ  જામસંગભાઈ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકાર સાથેની બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપવામાં આવી છે. આથી, અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ અને મુખ્યમંત્રી, મંત્રીઓ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News