• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીએ આજે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24માં હપ્તાને રિલીઝ કર્યો જે દેશના 9.34 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યો છે. આ હેઠળ 18680 કરોડ જેટલી નાણાકીય મદદ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે.

Written ByViral Raval
Published: Oct 30, 2026, 01:24 PM IST|Updated: Oct 30, 2026, 02:42 PM IST
joinshare
ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

2

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

3

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

4

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

5

Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પીએમ મોદીએ આજે ગુજરાતની ધરતી પરથી દેશના કરોડો ખેડૂતોના  ખાતામાં કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો ટ્રાન્સફર કર્યો. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા. જો કે જે ખેડૂતો આ યોજનાને પાત્ર હશે તેમના ખાતામાં જ આ પૈસા પહોંચશે. 

બનાસકાંઠાની ધરતીથી કર્યા ટ્રાન્સફર

પીએમ મોદીએ આજે સવારે લગભગ સાડા દસ વાગે ગુજરાતના બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી ઈન  વિટ્રો ફર્ટિલાઈઝેશન પ્રયોગશાળા અને ભારત  બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે સવારે સાડા અગિયાર આસપાસ બનાસકાંઠામાં 14000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોની આધારશિલા મૂકી,  તેમનું ઉદ્ધાટન કર્યું અને પછી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ સાથે જ તેમણે બટન દબાવીને પીએમ કિસાન યોજના હેઠળ 19000 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના  ખાતામાં ટ્રાન્સફર કરી.

 PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

ગુજરાતના આટલા ખેડૂતોને મળશે લાભ

પીએમ કિસાન યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. દર વખતે લાભાર્થીના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1051 કરોડથી વધુની રકમ મળશે. જ્યારે દેશભરમાં કુલ 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ 18680 કરોડથી વધુ આર્થિક મદદ મળી રહી છે. 

अन्नदाता का सम्मान, किसान परिवारों को आर्थिक संबल! माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में पीएम-किसान सम्मान निधि योजना की 24वीं किस्त के अंतर्गत 9.34 करोड़ से अधिक किसानों के बैंक खातों में धनराशि हस्तांतरित की गई। यह पहल किसानों की आर्थिक सुरक्षा और कृषि क्षेत्र की मजबूती के प्रति निरंतर प्रतिबद्धता को दर्शाती है। #KisanKalyanSeRashtraKalyan

— Jitu Vaghani (@jitu_vaghani) October 30, 2026

Gujarat News Live: આજે બનાસકાંઠા એ 'વટ પાડી દીધો' બોલતા 'મોદી મોદી'ના લાગ્યા નારા, પીએમ મોદીએ કહ્યું; 'હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો પીએમ મોદીએ રિલીઝ કરી દીધો છે. આ હપ્તા દ્વારા દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18690 કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જમા થઈ રહી છે. સરકાર વાર્ષિક 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 હપ્તા દ્વારા  ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

જો  તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું?

પીએમ કિસાન યોજના હેઠળ જો તમારા  ખાતામાં 2000 રૂપિયાની રકમ તમારા ખાતામાં ન આવી હોય તો તો તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા ચેક કરી શકો છો.

  • સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. 
  • હોમપેજ પર Farmers Corner માં જઈને  Know Your Status પર ક્લિક કરો. 
  • તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર અપાયેલા કેપ્ચા નાખો.
  • ત્યારબાદ જે માહિતી માંગી હોય તે ભરો અને ઓટીપી દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરો. 
  • હવે તમે સરળતાથી હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો. 
  • અહીં તમને ચૂકવણી થઈ કે નહીં તે અંગે માહિતી મળી શકે છે. 
  • બેંક ખાતામાં પૈસા પહોંચ્યા કે નહીં તેની પુષ્ટિ બેંકના મેસેજ, મોબાઈલ બેંકિંગ એપ, પાસબુક કે બેંક બ્રાન્ચ પર જઈને ચેક કરી શકાય છે. 
  • ફક્ત પોર્ટલ પર ચૂકવણીની વિગત જોવાનો એ અર્થ નથી કે ખાતામાં પૈસા પહોંચ્યા છે.

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

જો હપ્તો ટ્રાન્સફર ન થયો હોય તો શું કરવું  જોઈએ

24 મો હપ્તો રિલીઝ થઈ ગયો પરંતુ છતાં તમારા ખાતામાં ટ્રાન્સફર ન થયો તો સૌથી પહેલા તમારે e-KYC અને જમીન મુદ્દે જાણકારી ચેક કરી લેવી. 
ખેડૂતોની મદદ માટે હેલ્પલાઈન નંબર 155261 કે 011-24300606 આપેલા છો તેના પર ફોન કરી શકો છો. 
આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ (PM Kisan Portal) પર હાજર કિસાન ઈ-મિત્ર ચેટબોટથી પણ માહિતી મેળવી શકો છો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News