• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • /Gujarat News Live: PM મોદી ભીલડી ખાતે પહોચ્યા, કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
Live Now

Gujarat News Live: PM મોદી ભીલડી ખાતે પહોચ્યા, કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 30 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 30, 2026, 08:21 AM IST|Updated: Oct 30, 2026, 09:38 AM IST
joinshare
Gujarat News Live: PM મોદી ભીલડી ખાતે પહોચ્યા, કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
30 Oct 2026 08:44 IST (IST)
share

Gujarat News Live: વિશ્વઉમિયાધામમાં સરદાર પટેલ જંયતિએ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

વિશ્વ ઉમિયાધામ દ્વારા વિશ્વના 7 દેશમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ. ભારત સહિત 7 દેશમાંથી 25000 બોટલ બલ્ડ કલેક્શન કરાશે. સરદાર પટેલની 151મી જયંતિએ 151 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ. અમેરિકા- બ્રિટન સહિત 7 દેશમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ. અમદાવાદ- રાજકોટ સહિત ગુજરાતમાં 100 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ. અખંડ ભારતના શિલ્પીના જન્મદિવસે રક્તદાન કરી એકલાનો સંકલ્પ. થેલેસેમિયા ગ્રસ્ત બાળ દર્દીઓને ઉપયોગી બનશે બલ્ડ. 1510થી વધુ યુવા સંગઠનના સ્વયંસેવકો દ્વારા કેમ્પનું સંચાલન.

 

30 Oct 2026 08:43 IST (IST)

Gujarat News Live: શાહપુર વિસ્તારમાં રૂ. 15 લાખની રોકડ લૂંટનો મોટો ઘટસ્ફોટ

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રૂ. ૧૫ લાખની રોકડ લૂંટનો મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. શાહપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ આ વણશોધાયેલા લૂંટના ગુનાનો પર્દાફાશ કરી દીધો છે. વેપારી પર ચાકુના ઘા મારીને ૧૫ લાખની લૂંટ થયાની ફરિયાદ તદ્દન ખોટી સાબિત થઈ છે. બેંક લોનના હપ્તા અને આર્થિક સંકડામણથી બચવા ખુદ વેપારીએ જ આ નાટક રચ્યું હતું. વેપારીએ દેવું ચૂકવવા પોતાની જાતે જ હાથ અને પેટના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. પોલીસની સઘન તપાસ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસથી સમગ્ર સત્ય બહાર આવ્યું છે.

30 Oct 2026 08:43 IST (IST)

Gujarat News Live: પ્રધાનમંત્રી ગાંધીનગરમાં આજે લોકભવનમા ૩ કલાકનું રોકાણ કરશે, સવારે 7 વાગીને 15 મિનિટે દિલ્હીથી ગુજરાત આવવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે દિલ્હીથી રવાના થઈને ડીસા એરપોર્ટ અને ત્યારબાદ ભીલડી પહોંચી તેઓ બનાસકાંઠામાં ET IVF લેબ અને BBRC કેટલ ફાર્મની મુલાકાત લેશે તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારપછી બપોરે ગાંધીનગર લોકભવન (રાજભવન) ખાતે ૩ કલાકના રોકાણ દરમિયાન મંત્રીઓ, નેતાઓ અને અધિકારીઓ સાથે અગત્યની બેઠકો યોજશે. ત્યારબાદ તેઓ એકતા નગર (કેવડિયા) જવા રવાના થશે, જ્યાં ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને વિવિધ વિકાસપ્રકલ્પોની ભેટ આપી રાત્રે વડોદરાથી દિલ્હી પરત ફરશે.

30 Oct 2026 08:43 IST (IST)

Gujarat News Live: સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું 1 લાખ 40 હજાર તો 1 કિલો ચાંદી 1 લાખ 91 હજારે...

સ્થાનિક અને વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹૫,૧૦૦ (એકવનસો) નો તીવ્ર કડાકો બોલાયો છે, જ્યારે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૭૦૦ નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ હવે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ઘટીને ₹૧,૪૦,૦૦૦ ના સ્તરે અને ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹૧,૯૧,૦૦૦ ના સ્તરે પહોંચી ગયો છે. કિંમતી ધાતુઓમાં આવેલા આ મોટા ઘટાડાને કારણે સોના-ચાંદીના ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

30 Oct 2026 08:42 IST (IST)

Gujarat News Live: આણંદ એસઓજીના પીએસઆઈનો વચેટિયો બે લાખની લાંચ લેતા ઝડપાયો, ધરપકડ નહીં કરવા માગી હતી લાંચ

આણંદ એસઓજી (SOG) શાખાના પીએસઆઈ વતી ₹૨ લાખની લાંચ લેતા એક વચેટિયાને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. એક કેસમાં ધરપકડ ન કરવાના બદલામાં આ લાંચ માગવામાં આવી હતી. એસીબીની કામગીરી દરમિયાન વચેટિયાની કારમાંથી ₹૪૯ લાખની શંકાસ્પદ રોકડ રકમ પણ મળી આવી છે, જેને જપ્ત કરીને પોલીસે આગળની કાયદેસરની તપાલ અને તપાસ તેજ કરી છે.

30 Oct 2026 08:42 IST (IST)

Gujarat News Live: સુરતના ડીડોલીમાંથી 9 બોગસ તબીબો ઝડપાયા, ડમી પેશન્ટ મોકલીને કર્યો પર્દાફાશ

સુરતના ડીંડોલી વિસ્તારમાં વગર લાયકાતે પ્રેક્ટિસ કરતા ૯ બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી પેશન્ટ મોકલીને આ બોગસ ડૉક્ટરોની ચાલાકી ખુલ્લી પાડી હતી અને ઘટનાસ્થળેથી ₹૯૫ હજારથી વધુની કિંમતની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ ગેરકાયદેસર ક્લિનિકો પર દરોડા પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

30 Oct 2026 08:42 IST (IST)

Gujarat News Live: આજે અને આવતી કાલે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠું.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે. ગુરૂવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અચાનક બદલાયેલા આ હવામાનને કારણે ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.

30 Oct 2026 08:41 IST (IST)

Gujarat News Live: પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ રાજ્યને વિવિધ વિકાસકાર્યોની મોટી ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં અનેક મહત્વના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી દેશના કરોડો ખેડૂતોને આર્થિક ટેકો આપવાના હેતુથી 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાનો 24મો હપ્તો પણ સત્તાવાર રીતે જાહેર કરશે, જેનાથી કૃષિ ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

2

અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર

3

સુરત મહાનગરપાલિકાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી ટાણે સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને રાજનીતિ ગરમાઈ

4

ઈઝરાયેલમાં પણ ગાજ્યો 'વોટચોરી'નો મુદ્દો! સરકાર બનાવવી એ નેતન્યાહૂ માટે કપરાં ચઢાણ, અરબ પાર્ટીઓ બનશે કિંગમેકર?

5

Shadashtak Yog 2026: 31 ઓક્ટોબરથી આ રાશિઓના દુ:ખના દિવસો થશે શરુ, ગુરુ-શનિની ખતરનાક યુતિ કરશે પરેશાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..