• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"

બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"

આજે બંધારણ દિવસ પર પીએમ મોદીએ અનામત મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને બરાબર આડેહાથ લીધા. એક લેખમાં પીએમ મોદીએ મહિલા અનામતથી લઈને નક્સલવાદ અને ગરીબી જેવા મુદ્દાઓ ઉપર પણ ખુલીને ચર્ચા કરી.

Written ByViral Raval
Published: Nov 26, 2026, 12:12 IST|Updated: Nov 26, 2026, 12:31 IST
joinshare
બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Skin Cancer: શરીર પર વધુ તલ હોવા શું કેન્સરનો સંકેત છે? આ લક્ષણોને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

Skin Cancer: શરીર પર વધુ તલ હોવા શું કેન્સરનો સંકેત છે? આ લક્ષણોને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

2

બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"

3

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

4

WhatsApp નું જબરદસ્ત ફીચર: ફોન બંધ હોય તો પણ મેસેજ થશે સેન્ડ; 14 દિવસ અગાઉ કરી શકાશે શેડ્યૂલ, જાણો રીત

5

RBI MPC: ડિસેમ્બરમાં લોન મોંઘી થવાની પૂરી શક્યતા! RBI આપ્યો સંકેત, EMI પર વધી શકે છે બોજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પીએમ નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ આ અવસરે એક લેખ લખ્યો અને મોટો આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી અનામતમાં  કાપ મૂકીને મુસલમાનોને અનામત આપવા માંગે છે. જો કે તેમણે કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીનું નામ નથી લીધુ પરંતુ કદાચ તેનો ઈશારો કોંગ્રેસ તરફ હતો. પીએમ મોદીએ પોતાના લેખમાં એમ પણ લખ્યું કે બાબાસાહેબ આંબેડકર તેની ખુબ વિરુદ્ધમાં હતા. આ લેખમાં અનેક મુદ્દાઓ પર પીએમ મોદીએ વિપક્ષને ઘેર્યો. પીએમ મોદીએ આ લેખ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કર્યો છે. જેમાં તેમણે બંધારણનું મહત્વ સમજાવતા એ પણ જણાવ્યું કે તેમની સરકારે એક દાયકા પહેલા આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.

UP Election Survey: યુપીના લેટેસ્ટ સર્વેમાં ભાજપ-સપા વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળી રહી છે કેટલી બેઠકો?

કેમ આજનો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવાય

26 નવેમ્બર 1949ના દિવસે જ બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીએ લેખમાં લખ્યું છે કે આજના દિવસે આપણે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના તમામ સભ્યોનું સ્મરણ કરીએ છીએ. તેમની મહાનતા એ વાતમાં હતી કે તેમણે એક આધુનિક બંધારણના નિર્માણમાં ભારતની સમૃદ્ધ પરંપરાઓ અને આપણી સભ્યતાના અનુભવને ભરપૂર સ્થાન આપ્યું.

In this OpEd, I highlight the following: UNIQUENESS of our Constitution and Constituent Assembly. How the Constitution of India is an INSEPARABLE part of my journey. Ways the NDA Government has STRENGTHENED the Constitution. Efforts towards boosting SOCIAL AND ECONOMIC JUSTICE. I have also highlighted: How the Constitution was trampled over by those who ruled the nation for 5 decades. How one party has devolved from being a Virodh Paksh to AVRODH PAKSH. English - https://t.co/6g2CZtbOYg हिन्दी - https://t.co/CNDyRbDwmC

— Narendra Modi (@narendramodi) November 26, 2026

પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવી વિવિધતાઓથી ભરેલા દેશમાં, જ્યાં અનેક પંથ છે, ભાષાઓ છે, રીતિ રિવાજ છે, વિચાર પરંપરાઓ છે ત્યાં એ જરૂરી છે કે  બંધારણની ગૂંજ સંસદ અને અદાલતોની ચાર દિવાલથી આગળ જાય. અમારો પ્રયત્ન છે કે જન જનની ચેતનથી ખાસ કરીને યુવાઓનું બંધારણ સાથે જોડાણ વધુ ઊંડું હોય. તેનાથી રાષ્ટ્રીય એક્તાની એ ભાવના વધુ મજબૂત થશે,જે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે. આ સોચ સાથે એક દાયકા પહેલા અમારી સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેમણે જીએસટી અને EWS માટે 10 ટકા અનામત માટે કરાયેલા સંશોધનનો પણ ઉલ્લેખ કર્યો.

"ઓબીસી કોટાને કાપવા માંગે છે વિપક્ષ"

પીએમ મોદીએ ઓબીસી કોટાનો ઉલ્લેખ કરીને વિપક્ષને ઘેર્યો. તેમણે લખ્યું કે, આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી અનામતમાં કાપ મૂકીને તે મુસલમાનોને આપવા માંગે છે. આપણા બંધારણ નિર્માતા, ખાસ કરીને ડો. બાબાસાહેબ આંબેડકર,  તેની સંપૂર્ણ વિરુદ્ધમાં હતા. અત્રે જણાવવાનું કે વર્તમાન વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ એટલે કે OBC માટે 27 ટકા અનામતની જોગવાઈ છે.

ચીનની ગુજરાત પર હતી નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ 'ઓપરેશન સિંદૂર' સમયે ગુજરાતને બનાવ્યું હતું ટાર્ગેટ! 24 કલાક રાખી હતી નજર

મહિલા અનામત વિશે પણ બોલ્યા

પીએમ મોદીએ વધુમાં મહિલા અનામત વિશે પણ વિપક્ષને ઘેર્યો. તેમણએ કહ્યું કે આપણા બંધારણની યાત્રા એવી અસાધારણ મહિલાઓના સ્મરણ વગર પણ અધૂરી છે જેમણે તેને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં જે  થયું તેણે આપણને બધાને શર્મસાર કરી દીધા. નારી શક્તિને વિધાયી સંસ્થાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાના હેતુથી લાવવામાં આવેલા બિલને વિપક્ષના એક મુખ્ય દળે પાસ થવા દીધુ નહીં. એકવાર ફરીથી તેમણે એ કરી દેખાડ્યું કે બંધારણ્ય મૂલ્યો પ્રત્યે તેમના મનમાં કેટલું ઓછું સન્માન છે. હું દેશની નારીશક્તિને ભરોસો અપાવું છું કે તેમને ન્યાય અપાવવાના અમારા સંકલ્પને દુનિયાની  કોઈ  તાકાત રોકી શકશે નહીં.

'વિપક્ષ હવે અવરોધ પક્ષ બન્યો'

પીએમ મોદીએ  કહ્યું કે, આપણા બંધારણીય લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા સ્પષ્ટ રીતે નક્કી છે. પરંતુ આજે વિપક્ષ અવરોધ પક્ષ બની ગયો છે. તેમણે કહ્યું, દુર્ભાગ્યથી વિપક્ષની સૌથી મોટી પાર્ટી આજે વિરોધ પક્ષ કરતા વધુ અવરોધ પક્ષ બનતી જઈ રહી છે. તેમણે સમજવું જોઈએ કે લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં બાધા નાખવી, પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવવાના એક વિકલ્પ તરીકે ક્યારેય ન હોઈ શકે.

BJP-અકાલી દળમાં કોણ રહેશે 'મોટો ભાઈ'? અમિત શાહે પંજાબમાં CM ચહેરા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી

આજે પણ છે દિમાગી નક્સલ- પીએમ મોદી

પીએમ મોદીએ નક્સલવાદનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, દાયકાઓ સુધી દેશના અનેક ભાગોમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નક્સલીઓએ બંદૂકના દમ પર સૌથી ગરીબ વ્યક્તિને એવા અધિકારોથી વંચિત રાખ્યા જે બંધારણે તેમને આપ્યા છે. આ વર્ષ નક્સલવાદના ખાતમાથી મને ખાસ સંતોષ મળ્યો છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઈ પણ ભય વગર પોતાના બંધારણીય હકોનો ઉપયોગ કરી શકે છે. હથિયારધારી નક્સલીઓ સમાપ્ત થયા બાદ હવે ફક્ત દિમાગી નક્સલીઓ વધ્યા છે. તેઓ અત્યારના સમયની વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને દેશની વિકાસ યાત્રાને પાટા પરથી ઉતારવાની કોશિશમાં લાગ્યા છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News