હવે કોઈને જન્મદિવસની શુભેચ્છા કે લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છા આપવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાની જરૂર પડશે નહીં. વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એક નવું Scheduled Messages ફીચર રજૂ કર્યું છે. તેની મદદથી તમે પહેલાથી મેસેજ લખી તેની તારીખ અને સમય નક્કી કરી શકશો. ખાસ વાત છે કે નક્કી સમય પર મેસેજ ઓટોમેટિક જતો રહેશે. તે સમયે તમારો સ્માર્ટફોન ચાલૂ હોવો કે ઈન્ટરનેટથી કનેક્ટ હોવો પણ જરૂરી રહેશે નહીં.
Meta ની મેસેજિંગ એપ WhatsApp એ Scheduled Messages ફીચરનું ગ્લોબલ રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ન માત્ર ટેક્સ્ટ મેસેજ જ નહીં, પરંતુ ફોટો અને વીડિયો પણ પહેલાથી શેડ્યુલ કરી શકશે. આ સુવિધા પર્સનલ ચેટની સાથે-સાથે ગ્રુપ ચેટમાં પણ કામ કરશે. તમે કોઈ ખાસ દિવસ માટે પહેલાથી મેસેજ તૈયાર કરી શકો છો અને નક્કી સમય પર વોટ્સએપ તમારો મેસેજ મોકલી દેશે.
WhatsApp ના નવા ફીચર હેઠળ યુઝર્સ 10 મિનિટથી લઈને 14 દિવસ પહેલા મેસેજ શેડ્યુલ કરી શકશો. કંપનીએ તેનું ગ્લોબલ રોલઆઉટ શરૂ કરી દીધું છે. તેવામાં આવનાર દિવસોમાં આ સુવિધા એન્ડ્રોયડ અને આઈફોન બંને યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. તેના દ્વારા જન્મદિવસ, એનિવર્સરી કે કોઈ જરૂરી કામના મેસેજ પહેલાથી તૈયાર કરી શકાશે.
WhatsApp પર મેસેજ શેડ્યુલ કરવાની પદ્ધતિ સરળ રાખવામાં આવી છે. તે માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
ત્યારબાદ નક્કી સમય આવતા વોટ્સએપ મેસેજને ઓટોમેટિક મોકલી આપશે. મેસેજ મેળવનાર વ્યક્તિને આ એક સામાન્ય વોટ્સએપ મેસેજની જેમ દેખાશે.
WhatsApp યુઝર્સને માત્ર મેસેજ શેડ્યુલ કરવાની સુવિધા નહીં આપે, પરંતુ તેને ડિલીટ કરવાનો વિકલ્પ પણ મળશે. તે માટે એપમાં એક અલગ વ્યુ વિકલ્પ દેખાશે. અહીં યુઝર્સ પોતાના શેડ્યુલ કરવામાં આવેલા બધા મેસેજ જોઈ શકશે. જો કોઈ મેસેજને મોકલતા પહેલા હટાવવા ઈચ્છો છો તો તેને ડિલીટ કરી શકો છો. પરંતુ શેડ્યુલ કરવામાં આવેલા મેસેજને એડિટ કરવાની સુવિધા મળશે કે નહીં તે વિશે હજુ જાણકારી સામે આવી નથી.
આ ફીચરની સૌથી ખાસ વાત છે કે મેસેજ મોકલવા માટે નક્કી સમય પર તમારો સ્માર્ટફોન ચાલૂ હોવો જરૂરી હશે નહીં. માની લો તમે રાત્રે 12 કલાકે કોઈને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મેસેજ શેડ્યુલ કર્યો છે અને તે સમયે તમારો ફોન સ્વિચ ઓફ છે કે તમે એવી જગ્યાએ છો, જ્યાં નેટવર્ક નથી મળતું. તેમ છતાં મેસેજ નક્કી સમયે ડિલીવર થઈ જશે. એટલે કે તમારે મેસેજ મોકલવા માટે ફોન ચાલૂ રાખવાની જરૂર નથી.
શેડ્યુલ મેસેજમાં પણ મળશે એન્ડ-ટૂ-એન્ડએન્ક્રિપ્શન
WhatsApp એ આ નવા ફીચરમાં પણ યુઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીનું પણ ધ્યાન રાખ્યું છે. કંપની પ્રમાણે શેડ્યૂલ કરવામાં આવેલા મેસેજમાં પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળશે. તેનો મતલબ છે કે મેસેજની સુરક્ષા પહેલાની જેમ યથાવત રહેશે.