SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

ચાર રાજ્યોમાં થયેલી વિધાન પરિષદની 28 બેઠકોની ચૂંટણી બાદ પરિણામો અત્યંત રસાકસીભર્યા જોવા મળી રહ્યા છે. જ્યાં એક બાજુ સતત બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરતી કોંગ્રેસ માટે તો આ પરિણામ અત્યંત ચોંકાવનારા રહ્યા કારણ કે માંડ માંડ એક સીટ મળી છે. જાણો આ પરિણામોની વિગતવાર માહિતી.

Written By Viral Raval
Published: Oct 29, 2026, 10:09 AM IST | Updated: Oct 29, 2026, 10:23 AM IST
Join

ચાર રાજ્યોની MLC ચૂંટણીના પરિણામોએ ખુબ ચકચાર જગાવી છે કારણ કે આ ચૂંટણી બેલેટપેપરથી થાય છે. સતત બેલેટપેપેરથી ચૂંટણીની માંગણી કરતી કોંગ્રેસ માટે તો જાણે સૂપડાં સાફ થઈ ગયા. જો કે સમ ખાવા પૂરતી એક સીટ માંડ માંડ મળી. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કુલ 5 સીટો માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને ફક્ત 2 સીટ મળી. જ્યારે મહાવિકાસ આઘાડીને 3 સીટ મળી. આ બધા વચ્ચે સૌથી મોટો ઉલટફેર ભાજપના ગઢ નાગપુરમાં જોવા મળ્યો. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અભિજીત ગોવિંદરાવ વંઝારીએ જીત મેળવી.

અત્રે જણાવવાનું કે આવું બીજીવાર બન્યું કે જ્યારે નાગપુર ડિવિઝન ગ્રેજ્યુએટ સીટ પરથી કોંગ્રેસે જીત મેળવી. નાગપુર એ ભાજપ અને ખાસ કરીને આરએસએસનો ગઢ  ગણાય છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ પોતે નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટથી વિધાયક છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ નાગપુર લોકસભા સીટથી સાંસદ છે.

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

મહારાષ્ટ્રની 5 સીટના પરિણામ

ભાજપ માટે કેમ ઝટકો?

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસને મોટો ઝટકો: MLC ચૂંટણીમાં એક પણ સીટ ન મળી, કર્ણાટકમાં પણ હાર

અભિજીત વંઝારી વિશે

અભિજીત વંઝારી એ કોંગ્રેસના  દિગ્ગજ નેતા અને વ્યવસાયે વકીલ છે. વંઝારી શિક્ષણ ક્ષેત્રે પણ ઊંડાણથી જોડાયેલા છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની સાથે છે. આ અગાઉ તેમણે વર્ષ 2020માં પણ નાગપુર ગ્રેજ્યુએટ સીટથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ પાર્ટીએ એકવાર ફરીથી તેમના પર ભરોસો મૂક્યો જેના પર તેઓ ખરા ઉતર્યા.

કર્ણાટકમાં મોટો ઝટકો મળ્યો કોંગ્રેસને

કોંગ્રેસ માટે આ પરિણામો ખુબ જ ચોંકાવનારા રહ્યા છે કારણ કે જ્યાં તેમની જ સરકાર છે તે કર્ણાટકમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા. 4 સીટ માટે ચૂંટણી થઈ હતી પરંતુ ખાતું જ ન ખુલ્યું. સૌથી ખાસ વાત એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે આમ છતાં એક પણ સીટ ન મળે તે તેમના માટે મોટો ઝટકો ગણી શકાય. કર્ણાટકમાં 3 સીટ પર ભાજપે અને એક સીટ જનતા દળ સેક્યુલરે જીતી. ચૂંટણી પરિણામને લઈને પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસની મજા લીધી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં પૂછ્યું કે બેલેટ પેપેરથી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટો મળી?  

ઉત્તર પ્રદેશનું પરિણામ

બિહારની 8 સીટો પર કોણ આગળ

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES