• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

કેન્દ્રીય મંત્રી રિજિજૂએ આરોપ લગાવ્યો કે ભારત-વિરોધી સમૂહો અને કેટલાક રાજનેતાઓએ યુવાનોને ભડકાવવા અને હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે આર આપી કહ્યું કે ભારતમાં સત્તા પરિવર્તન માત્ર ચૂંટણી દ્વારા થઈ શકે છે.

Written ByGokani Dhaval
Published: Oct 18, 2026, 06:09 PM IST|Updated: Oct 18, 2026, 06:11 PM IST
joinshare
'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
પંજાબમાં ભીષણ અકસ્માત: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા મનરેગાના મજૂરોને કારે કચડ્યા, 8ના મોત

પંજાબમાં ભીષણ અકસ્માત: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા મનરેગાના મજૂરોને કારે કચડ્યા, 8ના મોત

2

'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

3

Bank Holiday : સોમવારે બેંકો રહેશે બંધ! જાણો RBIએ 19 ઓક્ટોબરે કેમ આપી રજા

4

ફ્રાન્સમાં હિંસક પ્રદર્શન: 143 વર્ષ જૂનો ઐતિહાસિક ટાઉન હોલ આગમાં ખાક, રસ્તાઓ પર ઉતર્યા 8 લાખ લોકો

5

નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ રવિવારે આરોપ લગાવ્યો કે ભારતમાં તેવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, જેવું બાંગ્લાદેશ અને ફ્રાન્સમાં થયેલી હિંસા દરમિયાન જોવા મળ્યું છે. તેમણે ભારત-વિરોધી સમૂહો અને કેટલાક રાજનેતાઓ પર યુવાઓને ઉશ્કેરવા અને રસ્તા પર હિંસા ભડકાવવા માટે મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

શું બોલ્યા કેન્દ્રીય મંત્રી?

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ X પર લખ્યું- બાંગ્લાદેશમાં હિંસક ઘટના અને ફ્રાન્સમાં તોફાન-લૂંટફાટ જેવું ષડયંત્ર ભારતમાં પણ રચવામાં આવ્યું હતું. એન્ટી-ઈન્ડિયા ગેંગ અને કેટલાક નેતાઓએ યુવાનોને ભડકાવ્યા, પરંતુ તે ભૂલી ગયા ભારત ન બાંગ્લાદેશ છે ન ફ્રાન્સ. સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં.

એક પોસ્ટમાં રિજિજૂએ કહ્યુ કે આ કથિત ષડયંત્ર પાછળ જે લોકો હતા, તે ભૂલી ગયા કે ભારત ન બાંગ્લાદેશ છે અને ન ફ્રાન્સ. તેમણે કહ્યું કે ભારતમાં સત્તા પરિવર્તન સંભવ તો છો, પરંતુ તે માત્ર ચૂંટણી દ્વારા થઈ શકે છે, ન કે જોર્જ સોરોસના પ્રભાવથી- જેવો તેમણે ઉલ્લેખ કર્યો.

बांग्लादेश में हुई हिंसक घटना और फ्रांस में जो दंगे, आगजनी और लूटपाट हुईं, ठीक वैसी ही साजिश भारत के लिए भी रची गई थी। भारत-विरोधी गिरोहों और कुछ राजनेताओं ने मिलकर युवाओं को भड़काने और हमारी सड़कों पर हिंसा फैलाने की योजना बनाई थी। लेकिन इस खतरनाक साजिश रचने वाले भूल गए कि भारत न तो बांग्लादेश हैं और न ही फ्रांस। भारत में सत्ता परिवर्तन बिल्कुल हो सकता है - लेकिन केवल चुनावों के जरिए, सोरोस के जरिए नहीं।

— Kiren Rijiju (@KirenRijiju) October 18, 2026

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભષણની સત્તા પરિવર્તન (regime change) વાળી ટિપ્પણીને લઈને ભાજપે પ્રહારો શરૂ કર્યું છે. મુક્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે એક પત્રકાર પરિષદમાં ભૂષણે સત્તા પરિવર્તનની વાત કહી હતી.

પ્રશાંત ભૂષણ બોલ્યા- તેમાં ખોટું શું છે?'

AISA ની કાર્યકર્તા નેહા બોરા અને કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેની સાથે હાજર પ્રશાંત ભૂષએ કહ્યું 'સરકારનો આરોપ છે કે વિપક્ષ સત્તા પરિવર્તન ઈચ્છે છે. અમે બધા તે વાત માટે લડી રહ્યાં છીએ કે ચૂંટણી યોગ્ય રીતે થાય. પરંતુ જો આ પ્રકારની ક્રૂરતા જારી રહી, તો સત્તા પરિવર્તન જરૂર થશે. હાં, અમે બધા સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ. તેમાં ખોટું શું છે? તેમણે આગળ કહ્યું- શું ભાજપે સત્તા બદલવા માટે કોઈ આંદોલન ચલાવ્યા નથી? અને હવે તે કહી રહ્યાં છે કે સત્તા પરિવર્તન માટે કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.'

આ પણ વાંચોઃ Gwalior Accident: શીતળા માતાના મંદિર જતા દર્શનાર્થીઓ પર ફરી વળ્યો ટ્રક, 13 લોકોના મોત

યુવાઓની ઉર્જાનો ઉપયોગ અરાજકતા ફેલવવા માટે કરી રહ્યાં છે

આ પહેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ બાંગ્લાદેશની જેમ સત્તા બદલવા ઈચ્છે છે અને યુવાઓની ઉર્જાનો ઉપયોગ અરાજકતા ફેલાવવા માટે કરી રહી છે. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પલટવાર કરતા કહ્યુ કે જનતા જ સત્તા બદલવા ઈચ્છે છે અને હવે આ સરકારને જવાનો સમય આવી ગયો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News