• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Naman Dhir : વેસ્ટ ઈન્ડિઝ સામેની 5મી T20 મેચમાં ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે પોતાની આક્રમક બેટિંગથી સૌને ચોંકાવી દીધા. ધૂંઆધાર બેટિંગ કરતા નમને માત્ર 6 બોલમાં અણનમ 24 રન બનાવ્યા. આ સાથે તેણે યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.

Written ByDilip Chaudhary
Published: Oct 18, 2026, 04:52 PM IST|Updated: Oct 18, 2026, 05:06 PM IST
joinshare
નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

2

Bank Holiday : સોમવારે બેંકો રહેશે બંધ! જાણો RBIએ 19 ઓક્ટોબરે કેમ આપી રજા

3

ફ્રાન્સમાં હિંસક પ્રદર્શન: 143 વર્ષ જૂનો ઐતિહાસિક ટાઉન હોલ આગમાં ખાક, રસ્તાઓ પર ઉતર્યા 8 લાખ લોકો

4

નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

5

રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Naman Dhir : બેંગલુરુમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી T20 શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરિણામે આ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. જોકે, વરસાદથી પ્રભાવિત આ મુકાબલામાં ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 6 બોલમાં અણનમ 24 રનની તોફાની ઇનિંગ રમીને સૌને ચોંકાવી દીધા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 400 હતો. આ સાથે જ તેણે યુવરાજ સિંહના નામે રહેલો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

IPL 2027 મિની-ઓક્શનની તારીખ જાહેર! જાણો ક્યારે અને ક્યાં લાગશે ખેલાડીઓ પર બોલી

નમન ધીરે યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ તોડ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી T20 મેચમાં ભારતીય ઇનિંગની 7મી ઓવર દરમિયાન નમન ધીર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. ક્રિઝ પર આવતાની સાથે જ તેણે આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી અને માત્ર 6 બોલમાં 24 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં એક ચોગ્ગો અને ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. 400ના સ્ટ્રાઈક રેટ સાથે તે હવે T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

આ સિદ્ધિ સાથે તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો 19 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો છે. યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 16 બોલમાં 58 રન બનાવ્યા હતા, જેનો સ્ટ્રાઈક રેટ 362.50 હતો. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 2018ની નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે માત્ર 8 બોલમાં 29 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 362.50 હતો.

T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન

26 વર્ષીય નમન ધીરે વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર T20 શ્રેણી દરમિયાન બેટ અને બોલ બંનેથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચોમાં કુલ 38 રન બનાવ્યા અને 5 વિકેટ ઝડપી હતી. નમને આ વર્ષે જ ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે દેશ માટે ૩ વન-ડે અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે વન-ડેમાં 30 રન અને T20માં 38 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે કુલ 6 વિકેટ પણ ઝડપી છે.

વરસાદને કારણે મેચ રદ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી T20 મેચમાં વરસાદને કારણે ઓવરોની સંખ્યા ઘટાડીને પ્રતિ ટીમ 9 ઓવર કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઈશાન કિશન અને નમન ધીરના શાનદાર પ્રદર્શનની મદદથી 7.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને 118 રન બનાવ્યા હતા. જોકે, વરસાદને કારણે મેચ રોકવી પડી અને છેવટે મેચ રદ કરવી પડી. પરિણામે આ શ્રેણી 2-2થી ડ્રો રહી. આ સાથે જ ઘરઆંગણે સતત 12 દ્વિપક્ષીય શ્રેણી જીતવાનો ભારતનો ચાર વર્ષ જૂનો સિલસિલો પણ સમાપ્ત થયો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News