ફ્રાન્સમાં લોકો વધી રહેલી મોંઘવારી વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. અહીં પેરિસ સહિત અન્ય જગ્યા પર વ્યાકત રૂપથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે લિમોગેસનો ઐતિહાસિક ટાઉન હોલ એક ભીષણ આગની ઝપેટમાં ધરાશાયી થઈ ગયો. આ 143 વર્ષ જૂનો છે. તેને વર્ષ 1873મા બનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ વોરનો સામનો કરનાર આ ઈમારતનું ઉદ્ઘાટન વર્ષ 1883મા થયું હતું, પરંતુ હવે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં તે બચી શકી નહીં.
AFP ના રિપોર્ટ પ્રમાણે લિમોગેસમાં સ્થિત ટાઉન હોલની ઈમારત ખુબ નષ્ટ થઈ ગઈ છે. આ ઐતિહાસિક ઈમારતના નુકસાનને વારસા માટે સૌથી મોટી આપદા ગણાવી છે. પ્રદર્શનકારીઓ તરફથી આ ઈમારતને નિશાન બનાવવા પર આકરી ટીકા થઈ રહી છે.
પ્રદર્શનકારીઓએ પહેલા ટાઉન હોલની બહાર પોલીસની ગાડીને નિશાન બનાવી. તેમાં આગ લગાવી, બારીઓ તોડી અને ઈમારતમાં પ્રવેશ કરી આગને હવાલે કરી દીધી. હવે આ વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી છે.
🇫🇷 Limoges town hall still burning, bell tower collapses The town hall dates back to 1883 and was modeled on Paris's Hôtel de Ville. https://t.co/RSIjVsdaES
— Vegas ʷ̣ (@vegasyx) October 17, 2026
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે શું જણાવ્યું?
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં આશરે સાડા પાંચ લાખ લોકો સામેલ થયા હતા. જ્યારે સીજીટી યુનિયનનું કહેવું છે કે તેમાં 8 લાખ પ્રદર્શનકારીઓની ભાગીદારી હતી. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આશરે 1200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના શહેરોમાં આગચાંપી, લૂંટફાટ અને તોડફોડ થઈ છે.
આ પણ વાંચોઃ ડીઝલ પછી, હવે રશિયા સાથે આ મોટી ડીલ કરશે અમેરિકા
પોલીસે સાવચેતીના ભાગરૂપે નકાબ પહેરીને આપેલા પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લ્યોન શહેરમાં પ્રોટેસ્ટરોએ એક ટૂરિસ્ટ ઓફિસમાં આગ લગાવી દીધી હતી. જેમણે માર્સિલે, લિલેમાં ટાઉન હોલ અને બોર્ડોમાં એક પોલીસ પરિસરની ઈમારતમાં ઘુસી નુકસાન પહોંચાડ્યું હતું. પેરિસના મેયર ઇમૈનુઅલ ગ્રેગોઇરેએ કહ્યું કે રાજધાનીમાં રસ્તાઓ બરબાર થઈ ગયા છે. રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે કે જે લોકોએ આ પ્રકારે ઉપદ્રવ કર્યો છે, તેના પર કેસ ચલાવી સજા આપવામાં આવશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ગૃહમંત્રાલયે કહ્યું કે પેરિસ અને રેનેસ, ટૂલૂઝ અને એંગર્સ જેવા શહેરોમાં અલ્ટ્રા વામપંથી પ્રદર્શનકારીઓ એકત્ર થયા. આ ગ્રુપે લ્યોન, મોન્ટપેલિયર અને વેલેન્સ જેવી જગ્યા પર રસ્તા કિનારે રાખેલા સામાનોમાં આગ લગાવી દીધી હતી. જાહેર ઈમારતોને નુકસાન પહોંચાડ્યું અને દુકાનોમાં લૂંટફાટ કરી હતી.