જાણવા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા શીતળા માતા મંદિરના રસ્તા પર આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અનાજ ભરેલા ટ્રકે કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ઘાયલને તુરંત જ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘાયલ લોકોમાં બે પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
શીતળા માતા મંદિર જતા દર્શનાર્થીઓ સાથે બનેલી દુર્ઘટનામાં ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ટ્રક છીનોરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મંદિર નજીકના રોડ પર ઢાળ પર ટ્રક બેકાબુ થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મંદિર તરફ જતા રસ્તા પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોડી રાત્રે જ્યારે આ રસ્તા પર અનાજ ભરેલો ટ્રક પહોચ્યો તો પોલીસે તેને રોક્યો. પરંતુ ટ્રક રોકાયો નહીં અને બેરીકેડ તોડી ઢાળ પર પૂરપાટ ઝડપે ઉતરી ગયો. અને જોરદાર ધમાકા સાથે ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે ટકરાયો. આ સમયે મંદિર પાસે શ્રદ્ધાળુઓ હાજર હતા જે ટ્રક નીચે દબાઈ ગયા.
#WATCH | Madhya Pradesh | Gwalior SSP Dharmveer Singh says, "This is a tragic incident where pilgrims were travelling to Sheetla Mata Temple in large numbers. The road coming from the Chhinor side has a steep slope where heavy traffic is restricted. Around 1.30 AM, a truck loaded with paddy was stopped there. It broke through the police barricades, suddenly lost control, came down, and crashed into the outer wall and gate of the temple. The devotees who were on the road were crushed underneath it, leading to this accident. Two police personnel who were on duty at the spot were also injured, and their treatment is ongoing. According to the information received so far, a total of 39 people have been taken to the hospital, out of which 12 people have died. 5 or 6 patients are critically injured with fractures, while the rest sustained minor injuries and are currently receiving treatment..."
— ANI (@ANI) October 17, 2026
ધડાકાભેર ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે અથડાતા કુલ 39 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી તે લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા જ્યારે પાંચથી છ લોકો એવા છે જેમને ગંભીર ઇજાઓ થઈ છે. અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે જેમની પણ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટના મામલે જિલ્લા કલેક્ટર એ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન રસ્તા પર બેરીકેટ અને પોલીસના ચેકપોટ હતા તેમ છતાં બેરીકેટ તોડીને ટ્રક મંદિરના રસ્તા પર કેવી રીતે પહોંચી ગયો તે મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ટ્રક પણ ટેકનિકલ તપાસ માટે આરટીઓની ટીમને સોંપવામાં આવશે. જેના પરથી જાણી શકાશે કે વાહનમાં કોઈ ખરાબી હતી અને આ દુર્ઘટના થઈ છે કે પછી બેદરકારીના કારણે. ગ્વાલિયર કલેકટર જણાવ્યું છે કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સુરક્ષા સંબંધિત દરેક બાબતની તપાસ કરી રહી છે.