• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ભારત પર અલ નીનોની ગંભીર અસર: આગામી 6 મહિનામાં દેશમાં 55 હજાર લોકોના મોતની આશંકા?

ભારત પર અલ નીનોની ગંભીર અસર: આગામી 6 મહિનામાં દેશમાં 55 હજાર લોકોના મોતની આશંકા?

'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' એ એક નવું ટૂલ અલ નીનો હીટ મોર્ટેલિટી ટ્રેકર તૈયાર કર્યું છે, જેના લેટેસ્ટ અપડેટથી જાણવા મળે છે કે આગામી 6 મહિનામાં ક્યાં સૌથી વધુ લોકોના મોતની આશંકા છે.

Written ByGokani Dhaval
Published: Oct 29, 2026, 03:56 PM IST|Updated: Oct 29, 2026, 03:58 PM IST
joinshare
ભારત પર અલ નીનોની ગંભીર અસર: આગામી 6 મહિનામાં દેશમાં 55 હજાર લોકોના મોતની આશંકા?
Image Credit: Ai Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

2

CSKની જેમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટી ઉથલપાથલ, મહેલા જયવર્દને બાદ આ 3 દિગ્ગજોને આપી વિદાય

3

ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

4

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે બધું બરાબર નથી? મેચ પછી હાથ પણ ન મિલાવ્યા, જુઓ Video

5

ગણતરીના કલાકોમાં ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સુપર અલ નીનોને કારણે વર્ષ 2026મા દુનિયાભરમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને તાપમાન વધી રહ્યું છે. તેને જોતા ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબએ એક નવું ટૂલ અલ નીનો હીટ મોર્ટેલિટી ટ્રેકર તૈયાર કર્યું છે. આ ટૂલ જણાવે છે કે અલ નીનોની ગરમીથી મનુષ્યને ખતરો કેટલો છે. આ ટ્રેકર દર મહિનાનો ડેટા આપે છે, જેમાં આગામી 6 મહિના સુધી થનાર સંભવિત મોતનું અનુમાન સામેલ છે.

આ જૂનમાં અલ નીનોની શરૂઆત બાદ ગરમીને કારણે થયેલા મોતના આંકડાને દર્શાવે છે. દુનિયાભરના રાજ્યોના ડેટા ઉપલબ્ધ કરાવી આ ટૂલ ફંડ આપનાર અને કામ કરનારને સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રની જાણકારી આપે છે. તેનાથી તે જાણવામાં સરળતા રહે છે કે સંસાધનોની સૌથી વધુ જરૂરિયાત ક્યાં છે અને ક્યાં લોકોનો જીવ બચાવી શકાય છે.

કુલ કેટલા લોકોના જઈ શકે છે જીવ

હવે આ ટ્રેકરમાં માર્ચ સુધીના ડેટા સામે કરવામાં આવ્યા છે. તે અનુસાર અલ નીનોને કારણે વધતી ગરમીથી લગભગ 8,57,000 મોત થઈ શકે છે, જેમાં લગભગ 373000 મોત આગામી 6 મહિનામાં થવાનું અનુમાન છે. ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સહ-સંસ્થાપક અને યુનિવર્સિટી ઓફ શિકાગોમાં અર્થશાસ્ત્રના મિલ્ટન ફ્રીડમેન ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ પ્રોફેસર માિકલ ગ્રીનસ્ટોને કહ્યુ કે અમારૂ રિસર્ચ નવા પૂર્વાનુમાન ક્ષમતાઓનો ઉપયોગ કરી એક ખુબ જરૂરી સવાલનો જવાબ આપે છે કે ભીષણ ગરમીને કારણે ક્યાં લોકોના જીવ જઈ શકે છે?

તેમણે કહ્યું કે ભીષણ ગરમીની જીવલેણ અસરનો  પહેલાથી અંદાજ લગાવવો મોટું પગલું છે. તેનો મતલબ છે કે આપણે તે ઓળખી શકીએ કે ક્યાં લોકોને સૌથી વધુ ખતરો છે અને લોકોનો જીવ જતાં પહેલા શું જરૂરી પગલા ફરી શકાય છે. તેમણે કહ્યું કે આ ટ્રેકર તે સુપર અલ નીનો વિશે જાણકારી આપે છે, જેનો સામનો આપણે આજ કરી રહ્યાં છીએ.

આ પણ વાંચોઃ Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? 

ક્યા સૌથી વધુ મોત?

તેમણે જણાવ્યું કે અલ નીનોને કારણે ગરમીથી સૌથી વધુ થનાર મોત વિકાસશીલ દેશોમાં હશે. આગામી છ મહિના (ઓક્ટોબર-માર્ચ) ના લેટેસ્ટ ડેટા પ્રમાણે અનુમાન છે કે અલ નીનોની ગરમીથી નાઇજીરિયામાં સૌથી વધુ મોત થવાની આશંકા છે. આ છ મહિના દરમિયાન ત્યાં લગભગ 56000 લોકોના મોત થઈ શકે છે. ત્યારબાદ ભારતનો નંબર છે, જ્યાં ગરમીથી લગભગ 55000 મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગના મોત માર્ચ મહિનામાં થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

દક્ષિણ-પૂર્વ એશિયા એક મોટું હોટસ્પોટ બનેલું છે. ઈન્ડોનેશિયામાં અલ નીનોની ગરમીને કારણે લગભગ 29000 લોકોના જીવ જવાનું અનુમાન છે, તો બ્રાઝીલમાં દર મહિને ગરમીથી થનાર મોત એવરેજથી વધુ રહેવાનું અનુમાન છે. લેબ અલ નીનો ખતમ થવા સુધી દર મહિને ટ્રેકરને અપડેટ કરશે, જેનાથી તે સતત જાણી શકાશે કે ગરમી સાથે જોડાયેલા મોતનું જોખમ કઈ રીતે બદલાઈ રહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News