• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /અભિજીત દીપકેની અટકાયત કરવા મહિલા પોલીસકર્મીઓને જ કેમ ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા?

અભિજીત દીપકેની અટકાયત કરવા મહિલા પોલીસકર્મીઓને જ કેમ ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા?

દિલ્હીમાં આજે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણીને લઈને વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ સીજેપીનું ટોચનું નેતૃત્વ અને અનેક સમર્થકોને દિલ્હી પોલીસે અટકમાં લઈ લીધા. બધા વચ્ચે જે ઊડીને આંખે વળગ્યું તે હતું નેતાઓને અટકાયતમાં લેવા માટે મહિલા પોલીસકર્મીઓ વિમાનમાં પ્રવેશી હતી.

Written ByViral Raval
Published: Oct 10, 2026, 03:05 PM IST|Updated: Oct 10, 2026, 03:13 PM IST
joinshare
અભિજીત દીપકેની અટકાયત કરવા મહિલા પોલીસકર્મીઓને જ કેમ ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા?
Image Credit: AI Generated Image With Video Grabs

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સીજેપીએ આજે દિલ્હીના જંતર મંતર પર ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ દર્શાવવા માટે લોકોને ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. જેને પગલે અનેક લોકો ત્યાં પહોંચી પણ રહ્યા પરંતુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના પગલે વિરોધ પ્રદર્શન પહેલા જ તેમની અટકાયત થવા લાગી. સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાનું પ્લેન જેવું દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું કે તરત દિલ્હી પોલીસ વિમાનમાં ઘૂસી અને તેમની અટકાયત કરી.

વિમાન લેન્ડ થતાની સાથે જ દિલ્હી પોલીસ અંદર ઘૂસી, અભિજીત દીપકે, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત

મહિલા પોલીસકર્મીઓ રહી આગળ
સીજેપીના નેતાઓની અટકાયતમાં સૌથી વધુ જો કોઈ ચર્ચા જોવા મળી તો તે હતી મહિલા પોલીસકર્મીઓની.  કારણ કે દીપકે, આશુતોષ અને સૌરવની અટકાયત કરવા માટે લગભગ 12થી વધુ મહિલા પોલીસકર્મીઓએ તેમને ઘેર્યા હતા.  દિલ્હી પોલીસે જો કે એ તો ન જણાવ્યું કે  આ કાર્યવાહી માટે મહિલા પોલીસકર્મીઓની પસંદગી કેમ કરવામાં આવી.

 
....તો આ હતું કારણ?
આમ જોઈએ તો વિમાનની અંદર જવા આવવા માટે જગ્યા ખુબ ઓછી હોય છે. સીટો વચ્ચે પણ અવરજવર માટે ખુબ ઓછી જગ્યા હોય છે. આવામાં જો ધક્કામુક્કી થાય તો હાલાત બગડી શકે એવી સ્થિતિ પેદા થઈ શકે તેમ હતી. આથી એવું બન્યું હોય કે દિલ્હી પોલીસે અનિચ્છનીય કોઈ બનાવ કે ઘર્ષણ અટકાવવા માટે મહિલા પોલીસકર્મીઓને મોકલવાનો નિર્ણય લીધો હોય. હેતુ શું હતો તે હજુ જોકે સામે નથી આવ્યો કારણ કે પોલીસે આ અંગે કોઈ નિવેદન નથી આપ્યું. આ ફક્ત એક અનુમાન કહી શકાય.

રાહુલ ગાંધીની પોસ્ટ- 'જ્ઞાનેશ જશે, આ સરકાર જશે...', નિતિન નવીને આપ્યો મુંહતોડ પલટવાર

અલગ અલગ જગ્યાએ લઈ જવાયા
બન્યું એવું કે જ્યારે મહિલા પોલીસકર્મીઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અટકાયતમાં લેવા માટે ગઈ તો મહિલા પોલીસકર્મીઓની હાજરીમાં થોડી રકઝક જરૂર થઈ હતી. પરંતુ કોઈ મોટો હંગામો કે બખેડો જોવા મળ્યો નહીં. ત્યારબાદ આશુતોષ રાણા, અભિજીત દીપકે અને સૌરવ દાસને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા.

અગાઉનું પ્રોટેસ્ટ કારણભૂત?
એક અનુમાન એવું પણ વ્યક્ત કરાઈ રહ્યું છે કે આ પહેલા સીજેપીએ જે નીટ પ્રોટેસ્ટ કર્યું હતું અને પેપર લીકના વિરોધમાં સંસદ સુધી માર્ચ કરી હતી ત્યારે સીજેપીએ આરોપ લગાવ્યો હતો કે પુરુષ પોલીસકર્મીઓએ પ્રદર્શન કરી રહેલી યુવતીઓ સાથે મારપીટ કરી હતી. એવો પણ દાવો કરાયો હતો કે 12 વર્ષની ઉંમર સુધીની છોકરીઓને માથામાં વાગ્યું અને તેમના કપડાં ફાડવામાં  આવ્યા હતા.

ઘર્ષણ ટાળવા માંગતી હતી પોલીસ?
અત્રે જણાવવાનું કે સીજેપીના સમર્થકોમાં યુવાઓ મોટી સંખ્યામાં સામેલ છે. 
આવામાં પોલીસ કદાચ આ વખતે એવી કોઈ પણ સ્થિતિ ટાળવા માંગતી હોય જ્યાં પોલીસ અને દેખાવકારો આમને સામને થાય. 
જો કે આ પણ એક અનુમાન છે.

શું થયું હતું ફ્લાઈટની અંદર
અભિજીત દીપકેનું પ્લેન જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું કે તરત પોલીસકર્મીઓ પ્લેનમાં દાખલ થયા હતા. એ સમયે અભિજીત દીપકેએ પોતાના મોબાઈલથી વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો હતો. સૌરવ દાસ વચ્ચેની સીટ પર બેઠો હતો અને તેની બાજુમાં આશુતોષ રાંકા હતો. પોલીસને જોઈને ત્રણેય નેતાઓએ ઈંકલાબ જીન્દાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. તે વખતે વીડિયોમાં મહિલા પોલીસકર્મીઓ પણ જોવા મળી હતી. દીપકેએ અટકમાં લેવાની રીત પર સવાલ ઉઠાવ્યો. કહ્યું કે પોલીસ વિમાનમાંથી ઉતર્યા બાદ પણ તેમને અટકાયતમાં લઈ શકતી હતી.

આ રીતે અટકાયતમાં લેવા અંગે દીપકેએ નારાજગી વ્યક્ત કરતા તેને તાનાશાહી ગણાવી. કહ્યું કે, તેઓ અરેસ્ટ થવા માટે જ દિલ્હી આવ્યા છે. તેમણે પોલીસને કહ્યું કે ધરપકડ કરી લો.

દિલ્હીમાં કોકરોચો' ન ઘૂસી શકે તે માટેનું મોટું પ્લાનિંગ! તમામ રાજ્યોના પોલીસ વડાઓને અપાયેલા છે આ નિર્દેશ

પોલીસે નથી આપી વિરોધ પ્રદર્શનની મંજૂરી
અત્રે ખાસ જણાવવાનું કે દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપેલી નથી. આમ છતાં સીજેપીએ વિરોધ પ્રદર્શન માટે  બધાને ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. પ્રદર્શન પહેલા જ ધ્રુવ રાઠી અને સીજેપીની લીગલ સેલના લીડ રત્ના સિંહને પણ તેમના ઘરેથી અટકમાં લેવાયા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બાગ્ચીએ પણ કહ્યું કે જો મંજૂરી ન મળી હોય તો પ્રદર્શન ગેરકાયદેસર કહેવાય.

હાલ દિલ્હી છાવણીમાં ફેરવાયેલું છે. ચારેકોર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત છે. 500થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા બંધ છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત છે.

 
દીપકેના દાદીનું નિધન
આ બધા વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકેના દાદીનું શનિવારે નિધન થયું છે. મહારાષ્ટ્રના હિંગોલીથી મોટા સમાચાર આવ્યા.  દીપકેના દાદી હિંગોલી જિલ્લાના સંતુક પિંપરી ગામમાં રહેતા હતા. લાંબા સમયથી બીમાર હતા. વધુ ઉંમરના કારણે છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ હતી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News