• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /દિલ્હીમાં કોકરોચો' ન ઘૂસી શકે તે માટેનું મોટું પ્લાનિંગ! તમામ રાજ્યોના પોલીસ વડાઓને અપાયેલા છે આ નિર્દેશ

દિલ્હીમાં કોકરોચો' ન ઘૂસી શકે તે માટેનું મોટું પ્લાનિંગ! તમામ રાજ્યોના પોલીસ વડાઓને અપાયેલા છે આ નિર્દેશ

સીજેપીના આજે જંતર મંતર ખાતેના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે તાબતડોબ કાર્યવાહી કરવા માંડી છે. 1000થી વધુ લોકોની અટકાયત કરાઈ છે, સીજેપીના લીગલ ટીમ હેડ રત્ના સિંહને પણ ડીટેઈન કરાયા હોવાનો દાવો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પણ પોલીસ ઉઠાવી ગઈ હોવાનો દાવો કરાયો છે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના પોલીસ વડાઓને લખેલા એક પત્ર વિશે માહિતી સામે આવી છે.

Written ByViral Raval
Published: Oct 10, 2026, 10:54 AM IST|Updated: Oct 10, 2026, 11:00 AM IST
joinshare
દિલ્હીમાં કોકરોચો' ન ઘૂસી શકે તે માટેનું મોટું પ્લાનિંગ! તમામ રાજ્યોના પોલીસ વડાઓને અપાયેલા છે આ નિર્દેશ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોકરોચ જનતા પાર્ટીએ આજે દેશના યુવાઓેને આહ્વાન કર્યું છે કે તેઓ ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમાર સામે વિરોધ નોંધાવવા અને તેમનું રાજીનામું માંગવાની માંગણી સાથે જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય. આ સમગ્ર મામલે દિલ્હીમાં હાલ ભારત સરકાર પણ એક્શન મોડમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને તમામ રાજ્યના પોલીસ વડાઓને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસને દિલ્હી પોલીસ સાથે ઝીણામાં ઝીણી બાતમી શેર કરવા અને સમન્વય જાળવી રાખવા જણાવ્યું છે. આ પત્ર 10  ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા લખાયેલો છે.

દિલ્હી પ્રોટેસ્ટ: વિરોધ પ્રદર્શન પહેલા જ ધ્રુવ રાઠીને તેના ઘરેથી ઉઠાવી ગઈ પોલીસ, 1000થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત

શું લખ્યું છે પત્રમાં?

  • કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આ પત્રમાં લખ્યું છે કે સીજેપીને વિરોધ પ્રદર્શનની સ્પષ્ટ રીતે મંજૂરી મળેલી નથી. 
  • મંજૂરી ન મળી હોવા છતાં વિશ્વસનિય ઈન્ટેલિજન્સ માહિતી મળેલી છે કે સંગઠન અને તેમના સમર્થક કાનૂની આદેશોને અવગણીને વવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી દિલ્હીમાં બિનઅધિકૃત રીતે પ્રવેશવાની કોશિશ કરી શકે છે. 
  • પત્રમાં એવી આશંકા જતાવવામાં આવી છે કે તેનાથી જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થા કથળી શકે છે. 
  • ગોવિંદ મોહને પોતાના પત્રમાં સીજેપી અને તેમના સમર્થકો, સંગઠનો તથા તેની સાથે જોડાયેલી વ્યક્તિઓના ગત આયોજનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
  • તેમના જણાવ્યાં મુજબ પહેલાના આયોજનોમાં કાનૂની નિર્દેશોનું પાલન નહીં કરવાો રેકોર્ડ રહ્યો હતો. 
  • પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી ઘટનાઓના કારણે દિલ્હીમાં જાહેર સંપત્તિને ખુબ નુકસાન પહોંચ્યું અને કાયદો વ્યવસ્થા પ્રભાવિત થઈ. 
  • આવી આશંકા  જોતા ગૃહ સચિવે દેશભરના પોલીસ વડાઓને દિલ્હી પોલીસ સાથે ઈન્ટેલિજન્સ સૂચનાઓના આદાન પ્રદાન અને આપસી તાલમેળ પર ભાર મૂક્યો હતો.

 

અગાઉના પ્રદર્શનમાં ખુબ મચ્યો હતો હંગામો

  • દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર નૂપુર પ્રસાદે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સીજેપીના પ્રદર્શનને કેમ મંજૂરી ન આપી તેનું કારણ જણાવ્યું હતું. 
  • તેમણે જણાવ્યું હતું કે લગભગ બે મહિના  પ્રદર્શન માટે સંગઠનને મંજૂરી આપી હતી પરંતુ તે દરમિયાન નિયમોનો છડેચોક ભંગ કરાયો હતો. 
  • જેના કારણે આ વખતે મંજૂરી આપવામાં નથી આવી. 
  • જોઈન્ટ કમિશનર  નૂપુર પ્રસાદે જણાવ્યું હતું કે સીજેપીએ પ્રદર્શનની મંજૂરી માટે હાલમાં જ અરજી કરી હતી. નિયમ મુજબ પોલીસની ઓછામાં ઓછા 10 દિવસ પહેલા મંજૂરી લેવી જરૂરી છે. જેથી કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય. 
  • આ મામલે મંજૂરી ન હોવાથી અને નિયમોના ભંગની સંભાવના જોતા કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને દિલ્હી પોલીસ સાથે સમન્વય જાળવવા જણાવ્યું હતું.

    CJPના વિરોધ પ્રદર્શનથી કોંગ્રેસે જાળવ્યું અંતર? રાહુલ ગાંધી દિલ્હી નહીં ચેન્નાઈમાં હશે, જાણો કોણે કોણે ખુલીને કર્યો સપોર્ટ

 

અનેક લોકોની અટકાયત, ધ્રુવ રાઠીને પણ ઉઠાવીને લઈ ગઈ પોલીસ

  • આજે પ્રદર્શનમાં સામેલ થવા માટે અનેક લોકો જંતર મંતર તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ  ધરતા 1000થી વધુ લોકોની અટકાયત કરી છે. 
  • આ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પણ પોલીસ તેમના ઘરેથી ઉઠાવીને લઈ ગઈ. 
  • સીજેપીનો દાવો છે કે દિલ્હી પોલીસે ધ્રુવ રાઠીની અટકાયત કરી છે.  સીજેપીની લીગલ ટીમ હેડ રત્ના સિંહને પણ અટકાયતમાં લીધી હોવાનો સીજેપીનો દાવો છે.
  • CJP’s legal affairs head Ratna Singh detained! https://t.co/eCFWPZxYXg

    — Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026

      

     

Add Zee News as a Preferred Source
TAGS:
India News