• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

દુનિયાને નૈતિકતાનો પાઠ ભણાવનાર, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને આંખો દેખાડનાર અને યુક્રેન યુદ્ધનો દોષ બીજાઓ પર ઢોળનાર મહાસત્તા અમેરિકા બેવડા વલણ સાથે આખી દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે. જી હા. ઈરાન સાથેના યુદ્ધના ભય અને નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીઓમાં પોતાની ખુરશી બચાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે ડીઝલને લઈને સોદો કર્યો છે. ગઈકાલ સુધી જે પુતિન અમેરિકા માટે ખલનાયક હતા, આજે એ જ પુતિન ટ્રમ્પના ડીઝલ પાર્ટનર બની ગયા છે.

Written ByKaran Rajput
Published: Oct 10, 2026, 04:08 PM IST|Updated: Oct 10, 2026, 04:15 PM IST
joinshare
ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જે અમેરિકા ગઈકાલ સુધી રશિયા પર પ્રતિબંધોનો કોરડો વીંઝી રહ્યું હતું, જેણે થોડા દિવસ પહેલાં જ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદવા માટે કાયદો પસાર કર્યો હતો, આજે એ જ અમેરિકા પોતાના સ્વાર્થ માટે ઘૂંટણિયે આવીને વ્લાદિમીર પુતિન સામે આજીજી કરી રહ્યું છે.

રાજકારણમાં ન તો કોઈ કાયમી મિત્ર હોય છે, ન તો કોઈ કાયમી દુશ્મન. કાયમી હોય છે તો માત્ર અને માત્ર સ્વાર્થ અને આ જ સ્વાર્થ આજે ડોનાલ્ડ ટ્રમ્પને મોસ્કોના દરવાજા સુધી લઈ આવ્યો છે. અમેરિકામાં ઈંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પની ખુરશી દાવ પર લાગી છે. જો અમેરિકામાં ડીઝલના ભાવ આ જ રીતે વધતા રહેશે, તો ટ્રમ્પના મુખ્ય મતદારો એટલે કે ખેડૂતો અને ટ્રકચાલકો તેમને સત્તા પરથી ઉખાડી ફેંકશે. ઉપરથી ઈરાન સાથે યુદ્ધની આશંકાએ વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય ચેઇનને પણ ખોરવી નાખી છે.

  • અમેરિકાની બેવડી નીતિ પડી ગઈ ખુલ્લી
  • સ્વાર્થ માટે પુતિને ટ્રમ્પ સાથે મિલાવ્યા હાથ
  • ભારતને ધમકી, રશિયા સાથે ડીઝલની ડીલ!
  • યુક્રેનના ઘા પર અમેરિકાએ મીઠું ભભરાવ્યું
  • ચૂંટણીના ડરથી પુતિન સામે ઝૂક્યા ટ્રમ્પ

આ જ કારણ છે કે ટ્રમ્પે પોતાના તમામ સિદ્ધાંતો, તમામ પ્રતિબંધો અને યુક્રેનના દુઃખને એક જ ઝાટકે કચરાપેટીમાં નાખી દીધાં છે. અમેરિકાના નાણાં મંત્રાલયે ઉતાવળે એપ્રિલ 2027 સુધીનું વિશેષ લાઇસન્સ જારી કર્યું છે, જેથી રશિયામાંથી લાખો ટન ડીઝલ સીધું અમેરિકાની ધરતી પર આવી શકે. નવેમ્બરમાં જ પાંચ લાખ ટન અને ત્યાર બાદ દસ લાખ ટન ડીઝલ અમેરિકા પહોંચવાનું છે. આ એ જ રશિયા છે, જેના ઊર્જા ક્ષેત્રને તબાહ કરવાની પ્રતિજ્ઞા ખુદ ટ્રમ્પે લીધી હતી.

 

ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આની જાહેરાત કરી હતી. ટ્રમ્પે લખ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અત્યંત સફળ વાતચીત પૂર્ણ કરી છે. તેમાં નક્કી થયું છે કે રશિયા તાત્કાલિક અમેરિકન અને વૈશ્વિક બજારમાં ત્રણ લાખ ટનથી વધુ ડીઝલ ઇંધણનો પુરવઠો મોકલશે. નવેમ્બર મહિનામાં વધુ પાંચ લાખ ટન ડીઝલનો પુરવઠો મોકલશે ત્યાર બાદ તરત જ વધુ દસ લાખ ટન ડીઝલનો પુરવઠો મોકલશે. આ પછી પોતાની ડીઝલ રિફાઇનરીઓની સ્થિતિને આધારે રશિયા ટૂંક સમયમાં વધુ 30 લાખ ટન ડીઝલ ઇંધણનો પુરવઠો બજારમાં ઠાલવશે.

100 ટકા ટેરીફની ધમકી આપનાર ખોળે બેઠા

હવે જરા અમેરિકાના આ પાખંડની આખી સમયરેખા સમજી લો. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારતે પોતાના દેશની 140 કરોડ જનતાના હિતમાં રશિયા પાસેથી કાચું તેલ ખરીદ્યું. ત્યારે આ જ અમેરિકાએ, આ જ વ્હાઇટ હાઉસે ભારતને ધમકી આપી હતી. અમેરિકાએ કહ્યું હતું કે ભારત ઇતિહાસના ખોટા પક્ષે ઊભું છે. 

એટલું જ નહીં, યુક્રેન યુદ્ધ લાંબું ખેંચાવા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પ પ્રશાસને એવો કાયદો બનાવ્યો હતો કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેમાં મુખ્યત્વે ભારત અને ચીનનો સમાવેશ થતો હતો.

ખુરશી પર જોખમ ઊભું થયું

પરંતુ આજે જ્યારે પોતાની જ ખુરશી પર જોખમ ઊભું થયું, જ્યારે ઈરાન સંકટને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ડગમગવા લાગી, ત્યારે ટ્રમ્પને યુક્રેનમાં વહી રહેલા લોહીની ચિંતા રહી નહીં. પોતાના માટે તમામ નિયમો બદલી નાખવામાં આવ્યા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આને જ કહેવાય છે બેવડું વલણ!

આ સોદાએ વોશિંગ્ટનથી લઈને કિવ સુધી ખળભળાટ મચાવી દીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, જે ગઈકાલ સુધી અમેરિકાને પોતાના સૌથી મોટા રક્ષક માનતા હતા, આજે પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીનો ગુસ્સો સાતમા આસમાને છે. તેમણે ખુલ્લેઆમ ટ્રમ્પના આ નિર્ણયને પુતિન માટે મોટી ભેટ ગણાવી છે.

ઝેલેન્સ્કીનું કહેવું છે કે એક તરફ અમેરિકા યુક્રેનને હથિયારો આપી રહ્યું છે, તો બીજી તરફ રશિયા પાસેથી ડીઝલ ખરીદીને પુતિનના યુદ્ધતંત્રને અબજો ડોલરની આર્થિક મદદ કરી રહ્યું છે. આ યુક્રેનની પીઠમાં ખંજર ભોંકવા જેવું છે. અમેરિકાએ સાબિત કરી દીધું છે કે તેના માટે યુક્રેનની આઝાદી માત્ર એક મહોરું છે. અસલી રમત તો અમેરિકાનો પોતાનો ઘરઆંગણાનો ફાયદો છે.

હવે સવાલ એ પણ છે કે આખરે ટ્રમ્પ આ હદે મજબૂર કેમ થયા? તેની પાછળ બે મોટાં કારણો છે...

  1. પહેલું કારણ છે મધ્ય પૂર્વમાં ઈરાન સાથે યુદ્ધનો વધતો ખતરો. જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે બંધ કરી દે, તો દુનિયાભરમાં તેલનો પુરવઠો ખોરવાઈ જશે અને અમેરિકામાં મંદી આવી શકે છે.
  2. બીજું અને સૌથી મોટું કારણ છે નવેમ્બરની ચૂંટણી.

નૈતિકતાને નેવે મૂકીને આ સોદો કરવામાં આવ્યો

ઓહાયો, આયોવા અને ટેક્સાસ જેવાં કૃષિપ્રધાન રાજ્યોમાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે, કારણ કે ત્યાંના ખેડૂતો મોંઘા ડીઝલથી પરેશાન છે. ટ્રમ્પ જાણે છે કે જો ચૂંટણી પહેલાં ડીઝલના ભાવ ઘટશે નહીં, તો તેઓ સત્તા ગુમાવી શકે છે. આ જ કારણ છે કે નૈતિકતાને નેવે મૂકીને આ સોદો કરવામાં આવ્યો છે. આખા સોદાએ દુનિયાને એક બહુ મોટો બોધપાઠ આપ્યો છે. તે એ છે કે અમેરિકાનું કોઈ પોતાનું નથી. અમેરિકા સૌથી પહેલાં જુએ છે તો માત્ર પોતાનો ફાયદો!

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News