• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

IND vs WI : બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. આ મેચમાં કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

Written ByDilip Chaudhary
Published: Oct 10, 2026, 04:20 PM IST|Updated: Oct 10, 2026, 04:23 PM IST
joinshare
બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND vs WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ 249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે સફળતાપૂર્વક તેને ચેઝ કરી લીધો હતો. પાંચ મેચની T20 શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે અને ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં રમાનારી ત્રીજી T20 જીતીને સરસાઈ મેળવવાનો પ્રયાસ કરશે.

બીજી મેચમાં કેટલાક ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી નિરાશા કર્યા હતા અને હવે તેમને પ્લેઈંગ XIમાંથી બહાર કરવામાં આવી શકે છે. બીજી T20માં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કયા બે મોટા સંભવિત ફેરફાર થઈ શકે છે, તેના પર એક નજર કરીએ.

250 રન પણ ના બચાવી શકી ટીમ ઈન્ડિયા! વેસ્ટ ઈન્ડિઝે કેવી રીતે છીનવી જીત? હાર બાદ કેપ્ટનનો ચોંકાવનારો જવાબ

ભારતની પ્લેઈંગ-11માં બે સંભવિત ફેરફાર

બીજી T20માં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં ફેરફાર થવાની શક્યતા છે. શિવમ દુબેને ચોથા ક્રમે બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, તે 10 બોલમાં માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દુબે બોલિંગમાં પણ નિરાશજનક રહ્યો હતો અને તેણે પોતાની બે ઓવરમાં 30 રન આપ્યા હતા. જેનો ઈકોનોમી રેટ 15 રન પ્રતિ ઓવર હતો. સ્પષ્ટપણે, તેના માટે આ મેચ ભૂલી જવા જેવી હતી. હવે તેને એક મેચ માટે આરામ આપવામાં આવી શકે છે અને તેની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડી જે 2027 ODI વર્લ્ડ કપની યોજનાનો ભાગ છે તેને રમવાની તક મળી શકે છે.

અર્શદીપ સિંહને પણ આરામ આપવામાં આવી શકે છે

શિવમ દુબે ઉપરાંત અર્શદીપ સિંહને પણ આરામ આપવામાં આવી શકે છે. બીજી T20માં અર્શદીપે ચાર ઓવરમાં 45 રન આપ્યા હતા અને કોઈ વિકેટ લીધી નહોતી. જોકે અર્શદીપ ભારતીય T20 ટીમનો મહત્વનો સભ્ય છે, પરંતુ હાલમાં તે સારી લયમાં જણાતો નથી. એવું લાગે છે કે તેને થોડા આરામની જરૂર છે. તેને ટીમમાંથી બહાર કરવાને બદલે આરામ આપી શકાય છે, જેનાથી LSGના ઝડપી બોલર પ્રિન્સ યાદવને પ્લેઈંગ-11માં સ્થાન મળી શકે છે. દુબે અને અર્શદીપ ચોથી T20 માટે વાપસી કરી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચ નિર્ણાયક સાબિત થશે. શ્રેણી હાલમાં 1-1થી બરાબરી પર છે અને વિજેતા ટીમ પાસે શ્રેણી જીતવાની સુવર્ણ તક હશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ 11 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News