• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

ક્ષણિક ગુસ્સો, રોજનો કલહ અને મધ્યરાત્રિનો એ અંધકાર!. શું કોઈ પિતા જ પોતાની જ દીકરી અને પત્ની માટે કાળ બની શકે? ઉત્તરપ્રદેશના લખનઉમાં મોડી રાત્રે ૩ વાગ્યે એક એવો ખૌફનાક ખેલ ખેલાયો, જેણે સમગ્ર પોલીસ બેડા અને સમાજને ઝંઝોડીને મૂકી દીધો છે. જે વાયરથી રોજ ફોન ચાર્જ થતો હતો, તે જ વાયર એક ક્ષણમાં બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો! આખરે એવું તે શું બન્યું કે રક્ષકનો યુનિફોર્મ પહેરતો હોમગાર્ડ રાતોરાત જલ્લાદ બની ગયો?...જોઈશું આ અહેવાલમાં

Edited ByKaran Rajput
Published: Oct 10, 2026, 03:47 PM IST|Updated: Oct 10, 2026, 03:51 PM IST
joinshare
ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Lucknow Double Murder : રાત્રિના ત્રણ વાગ્યાનો સમય...ચારેય તરફ  અંધકાર...ઘરના એક રૂમમાં મા-દીકરી ઘસઘસાટ ઊંઘમાં અને અચાનક. હાથમાં મોબાઈલનો ડેટા કેબલ લઈને એક શખ્સ રૂમમાં દાખલ થાય છે! બંને મા-દીકરી કંઈ સમજે કે ચીસ પાડે તે પહેલાં જ, એ સનકી જલ્લાદ વાયરથી બંનેના ગળા ટૂંપા દઈને હંમેશા માટે મોતની ઊંઘમાં સુવાડી દે છે!. આ ઘટના ઉત્તરપ્રદેશના લખનઉની છે.

  • ઘરેલું કંકાસનો લોહિયાળ અંજામ
  • ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા
  • પતિ જ બન્યો કાળ!...

ઘરેલું કંકાસ જ્યારે હદ વટાવી જાય ત્યારે કેવો ભયાનક અંજામ આવે છે, તેનો આ જીવતો-જાગતો પુરાવો છે. અહીં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર શંકર ગુપ્તાના ઘરમાં લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે પત્ની શ્યામા દુલારી થોડા સમય પહેલાં ઘરમાંથી ઘરેણાં લઈને ક્યાંક ચાલી ગઈ હતી, જે માંડ-માંડ સંબંધીઓને ત્યાંથી પરત મળી હતી.

આ તરફ ૩૨ વર્ષની પુત્રી પૂજાના બે-બે વખત ડિવોર્સ થવાના કારણે તે પણ પિયરમાં જ રહેતી હતી. ઘરમાં રોજ-રોજ થતી માથાકૂટોથી રવિન્દ્ર સનકી બની ચૂક્યો હતો અને ગુરુવારની રાત્રે થયેલા ઝઘડા બાદ તેણે આખા પરિવારને ખતમ કરવાનો ખૌફનાક પ્લાન બનાવી નાખ્યો.

  • લખનૌમાં ડબલ મર્ડરથી ખળભળાટ
  • હોમગાર્ડે પત્ની-પુત્રીની કરી હત્યા
  • ભરઊંઘમાં મા-દીકરીનું ગળું દબાવ્યું
  • હત્યા બાદ ખુદ પોલીસને ફોન કર્યો
  • ઘરેલું કંકાસનો લોહિયાળ અંજામ

રાત્રે જ્યારે આખા મહોલ્લાના લોકો સૂતો હતા, ત્યારે રવિન્દ્ર જાગતો હતો. પત્ની અને દીકરી રૂમમાં ઘસઘસાટ સૂતા હતા, જ્યારે નાની દીકરી બીજા રૂમમાં હોવાથી તે આ ભયાનક પ્લાનથી બિલકુલ અજાણ હતી. મધ્યરાત્રિએ અંદાજે ૩ વાગ્યે રવિન્દ્ર હાથમાં મોબાઈલનો ડેટા કેબલ લઈને પહોંચ્યો અને ઊંઘી રહેલી 50 વર્ષની પત્ની શ્યામા દુલારી અને ૩૨ વર્ષની દીકરી પૂજા પર તૂટી પડ્યો. 

બંનેએ તડપી-તડપીને દમ તોડી દીધો

જે વાયર ફોન ચાર્જ કરતો હતો, આજે તે જ વાયર બંને મા-દીકરી માટે ફાંસીનો ફંદો બની ગયો. રવિન્દ્રે નિર્દયતાથી વાયર વડે બંનેના ગળા દબાવી દીધા. બંનેએ તડપી-તડપીને દમ તોડી દીધો પણ બીજા રૂમમાં સૂતેલી દીકરીને ચીસ પણ સંભળાઈ નહીં!.

બીજી દીકરીને ફોન કરીને આ હત્યાની જાણ કરી
આ લોહિયાળ ખેલ બાદ રવિન્દ્રના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેણે પહેલાં તેની બીજી દીકરીને ફોન કરીને આ હત્યાની જાણ કરી, ત્યારબાદ અલગ રહેતા પુત્રને પણ ફોન કરીને કહી દીધું કે મેં બંનેને પતાવી દીધા છે.. આટલું જ નહીં, રક્ષકમાંથી ભક્ષક બનેલા આ હોમગાર્ડે ખુદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન જોડીને ગુનો કબૂલ્યો અને પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કરી દીધું.

 આ ઘટના સમાજ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો
ડબલ મર્ડરની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. ક્ષણિક ગુસ્સા અને અહમે હસતા-રમતા પરિવારને પલવારમાં સ્મશાનમાં ફેરવી નાખ્યો! ખરેખર, આ ઘટના સમાજ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. પારિવારિક કલહ અને રોજબરોજના ઝઘડાઓ માણસને કઈ હદ સુધી પાગલ અને જલ્લાદ બનાવી શકે છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. કાયદો તો આરોપી હોમગાર્ડને સખતમાં સખત સજા આપશે જ, પરંતુ જે મા-દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ, તેમનો શું વાંક હતો?...

Add Zee News as a Preferred Source
TAGS:
India News