8th Pay Commission: 18000 બેઝિક પગારવાળાને મળી શકે છે તોતિંગ એરિયર, જાણો કેટલું મળી શકે
8th Pay Commission: આઠમાં પગાર પંચ ક્યારે લાગૂ થશે તેની કેન્દ્ર સરકારના કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે તે પહેલા તો ભલામણો સરકાર સમક્ષ રજૂ થશે અને સરકાર સત્તાવાર રીતે વિગતો જાહેર કરે ત્યારે નવું પગાર પંચ લાગૂ થાય પરંતુ કર્મચારીઓના એરિયર વિશે એક મહત્વનું અનુમાન સામે આવ્યું છે.
જો સરકાર આઠમાં પગાર પંચની ભલામણોને 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે તો લેવલ 1ના કર્મચારીઓ જેમની વર્તમાન બેઝિક સેલરી 18000 રૂપિયા હશે તેમને આશરે 2.06 લાખ રૂપિયાનું એરિયર મળે તેવો અંદાજ છે. આમ તો કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ આઠમા પગાર પંચ સામે 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી રજૂ કરી છે. આ સિવાય કર્મચારી સંગઠનોએ વાર્ષિક ઈન્ક્રીમેન્ટના દરને વર્તમાન 3 ટકાથી વધારીને 6 ટકા કરવાની પણ માંગણી કરી છે.
8th Pay Commission: 6% ઇન્ક્રીમેન્ટ, 50% DA મર્જર અને 5 પ્રમોશન... 8મા પગાર પંચ સામે કર્મચારીઓની મોટી માંગણીઓ, શું સરકાર માનશે?
કઈ રીતે થશે પગારની ગણતરી
આ અનુમાનમાં સાતમાં પગાર પંચમાં ઉપયોગમાં લેવાયેલા ફિટમેન્ટ ફેક્ટર 2.57ને આધાર ગણવામાં આવ્યો છે.
વર્તમાન બેઝિક પગાર 18000 રૂપિયા
અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર- 2.57
નવો અંદાજિત બેઝિક પગાર- 46260 રૂપિયા
એનો અર્થ એ થયો કે કર્મચારીની બેઝિક સેલરી 18000 રૂપિયાથી વધીને 46260 રૂપિયા થઈ શકે છે.
એરિયરી ગણતરીમાં પહેલેથી જ મળી રહેલી મોંઘવારી ભથ્થા (DA)ને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ અનુમાન મુજબ 2026માં જાન્યુઆરીથી જૂન સુધી ડીએ 60 ટકા અને જુલાઈથી ડિસેમ્બર સુધી 63 ટકા ગણવામાં આવ્યું છે. તેના આધારે ગણતરી આ રીતે હોઈ શકે છે.
જાન્યુઆરીથી જૂન 2026
વર્તમાન બેઝિક અને ડીએ મળીને 28800 રૂપિયા માસિક રહેશે. નવા અંદાજિત બેઝિક પગારથી તેનું અંતર 17460 રૂપિયા માસિક હશે.
જુલાઈથી ડિસેમ્બર 2026
વર્તમાન બેઝિક અને ડીએ મેળવીને 29340 રૂપિયા માસિક હશે. નવા અંદાજિત બેઝિક પગારથી અંતર 16920 રૂપિયા માસિક હોઈ શકે છે.
8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!
12 મહિનામાં કેટલું એરિયર રહે
જાન્યુઆરીથી જૂન- 17460 * 6 = 104760 રૂપિયા
જુલાઈથી ડિસેમ્બર- 16920 * 6 = 101520 રૂપિયા
કુલ અંદાજિત એરિયર- 206280 રૂપિયા
આમ 18000 રૂપિયા બેઝિક સેલરીવાળા લેવલ 1 કર્મચારીને અંદાજિત 2.06 લાખ રૂપિયા એરિયર મળી શકે છે.
અત્રે ખાસ નોંધવું કે આ તમામ ગણતરીઓ અંદાજિત છે. આઠમા પગાર પંચે હજુ સુધી પોતાની ભલામણો સરકારને સોંપી નથી. પંચનું નેતૃત્વ ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. પંચે રચનાથી 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સોંપી દેવાનો છે. રિપોર્ટ મે-જૂન 2027 સુધીમાં આવે તેવી ધારણા છે. અંતિમ એરિયરની રકમ, ફિટમેન્ટ ફેક્ટર, નવો પે મેટ્રિક્સ, ડીએના સમાયોજન અને સરકાર તરફથી લાગૂ થનારી તારીખ પર નિર્ભર કરશે. આ ગણતરીમાં એચઆરએ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, આવકવેરો, એનપીએસ અને અન્ય કાપ સામેલ કરાયા નથી. વાર્ષિક પગાર વધારો, પ્રમોશન અને અન્ય ફેરફાર પણ એરિયરને બદલી શકે છે.