આઠમાં પગાર પંચની રચનાને એક વર્ષનો સમય થઈ ગયો છે અને તેને પોતાનો રિપોર્ટ સોંપવા માટે આપવામાં આવેલા 18 મહિનાના સમયમાં આશરે 6 મહિના બાકી છે. આ વચ્ચે કર્મચારી સંગઠનોની સાથે 8th CPC ની બેઠકોનો સિલસિલો યથાવત છે અને તેની સામે મોટી-મોટી માંગ આવી રહી છે. તેમાં ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) તરફથી બે-ચાર નહીં, પરંતુ 73 પ્રસ્તાવ આપવામાં આવ્યા છે. તેમાં છ ટકા વાર્ષિક ઈન્ક્રીમેન્ટથી લઈને વીમા કવર અને 5 પ્રમોશન આપવા સુધીની માંગ છે. પરંતુ તેમાંથી શું-શું માનવું છે તે સરકારે નક્કી કરવાનું છે.
રિપોર્ટ્સ પ્રમાણે બીપીએમએસ દ્વારા આઠમાં પગાર પંચની સામે રાખવામાં આવેલી માંગનું લિસ્ટ લાંબુ છે. તેમાં સામેલ મુખ્ય માંગ પર નજર કરીએ તો સંગઠને કર્મચારીઓને મળનાર 3 ટકા વાર્ષિક ઇન્ક્રીમેન્ટને ડબલ કરી 6 ટકા કરવાની માંગ કરી છે.
આ સિવાય આગામી ડિમાન્ડ મોંઘવારી ભથ્થા કે ડીએને લઈને છે અને પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થાનો 50 ટકા હિસ્સો બેઝિક પગાર અને પેન્શનમાં મર્જ કરવામાં આવે. ત્રીજી માંગ પેન્શનને લઈને છે. કર્મચારીઓએ એનપીએસ અને યુપીએસની જગ્યાએ ઓલ્ડ પેન્શન સ્કીમને બહાલ કરવાની માંગ કરી છે.
માત્ર એટલું જ નહીં કર્મચારીઓની માંગના લિસ્ટમાં પગાર, પ્રમોશન, ફિટમેન્ટ ફેક્ટરથી લઈને રજાઓ અને વીમા કવર સુધીની માંગો સામેલ છે. સંગઠને પ્રસ્તાવમાં કહ્યું કે કર્મચારીઓને ત્રણ દાયકાની નોકરી દરમિયાન પાંચ પ્રમોશન આપવા જોઈએ. તો સેન્ટ્રલ એમ્પ્લોઇઝ ગ્રુપ વીમા સ્કીમ હેઠળ અત્યાર સુધી વીમા કવર આપવામાં આવે છે, તેને 15 લાખ સુધી કરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓ માટે પેટર્નિટી લીવ 45 દિવસ અને ચાઇલ્ડ કેયર લીવ 12 દિવસ મળવાની માંગ રાખવામાં આવી છે.
જેમ જેમ આઠમાં પગાર પંચ દ્વારા પોતાનો રિપોર્ટ સોંપવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ કર્મચારી સંગઠનોની માંગમાં વધારો થઈ રહ્યો છે. આઠમાં પગાર પંચ માટે 18 મહિનાની ડેડલાઈન આગામી વર્ષે મે 2027મા પૂરી થઈ રહી છે. તમામ બેઠકો દરમિયાન મળેલા સૂચનો અને માંગોના પ્રસ્તાવને તૈયાર કરી ભલામણો સરકારને સોંપવામાં આવશે. જોકે અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે.
ન માત્ર બીપીએમએ, પરંતુ મોટા ભાગના કર્મચારી સંગઠનો તરફથી આઠમાં પગાર પંચ પાસે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરવામાં આવી છે, જે પગાર વધારામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 લાગૂ કરવામાં આવ્યું હતું અને તેના કારણે વર્તમાનમાં મિનિમમ બેઝિક પગાર 18000 રૂપિયા છે. તો હવે તેને 2.75થી લઈને 3.83 કરવાની માંગ થઈ રહી છે. જો આ માંગ સરકાર માને છે તો કર્મચારીઓની બલ્લે-બલ્લે થઈ જશે.
ગણતરી કરો તો માંગો પ્રમાણે સરકાર 2.75 ગણા ફિટમેન્ટ ફેક્ટર પર રાજી થાય છે તો કર્મચારીઓનો મિનિમમ બેઝિક-પે 18000 રૂપિયાથી સીધો 49500 રૂપિયા થઈ જશે. તો તેને 3.83 કરવામાં આવે તો મિનિમમ બેઝિક પગાર એક ઝટકામાં આશરે 51000 રૂપિયા વધી 68940 રૂપિયા થઈ જશે.