• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /પોતાનું સિંદૂર ભૂંસાયાની અસહ્ય વેદના વચ્ચે પત્નીનો પરોપકારી નિર્ણય: પતિના અંગોનું દાન કરી 3 પરિવારોના ઘરના દીવા બુઝાતા બચાવ્યા!

પોતાનું સિંદૂર ભૂંસાયાની અસહ્ય વેદના વચ્ચે પત્નીનો પરોપકારી નિર્ણય: પતિના અંગોનું દાન કરી 3 પરિવારોના ઘરના દીવા બુઝાતા બચાવ્યા!

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન; ૨૬૩મા દાતાના અંગોથી ૩ દર્દીઓને મળશે નવજીવન. દુઃખની ઘડીમાં પત્નીનો પરોપકારી નિર્ણય: ૬૫ વર્ષીય બ્રેઈનડેડ પુરુષના ૧ લીવર અને ૨ કિડનીનું દાન. અમદાવાદ સિવિલની અંગદાન સેવાયાત્રામાં વધુ એક સીમાચિહ્ન; કુલ ૧,૧૪૦ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત. અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે; કોઈ દર્દી અંગની રાહ જોતા જીવન ન ગુમાવે તે માટે સૌએ અંગદાનનો સંકલ્પ લેવો જોઈએ: ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ

Written ByKinjal Patel
Published: Nov 26, 2026, 14:53 IST|Updated: Nov 26, 2026, 15:01 IST
joinshare
પોતાનું સિંદૂર ભૂંસાયાની અસહ્ય વેદના વચ્ચે પત્નીનો પરોપકારી નિર્ણય: પતિના અંગોનું દાન કરી 3 પરિવારોના ઘરના દીવા બુઝાતા બચાવ્યા!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
8th Pay Commission: 6% ઇન્ક્રીમેન્ટ, 50% DA મર્જર અને 5 પ્રમોશન... 8મા પગાર પંચ સામે કર્મચારીઓની મોટી માંગણીઓ, શું સરકાર માનશે?

8th Pay Commission: 6% ઇન્ક્રીમેન્ટ, 50% DA મર્જર અને 5 પ્રમોશન... 8મા પગાર પંચ સામે કર્મચારીઓની મોટી માંગણીઓ, શું સરકાર માનશે?

2

પોતાનું સિંદૂર ભૂંસાયાની અસહ્ય વેદના વચ્ચે પત્નીનો પરોપકારી નિર્ણય: પતિના અંગોનું દાન કરી 3 પરિવારોના ઘરના દીવા બુઝાતા બચાવ્યા!

3

પાકિસ્તાની વેબ સીરીઝને લઈ સરકારનો નેટફ્લિક્સને આદેશ, ભારતમાં નહીં થાય રિલીઝ

4

20 સદી, 10 હજાર રન અને 175 વિકેટ... 32 વર્ષીય ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ, 15 વર્ષ લાંબી કારકિર્દીનો અંત

5

બેંકથી લઈને પેન્શન અને EMI સુધી અસર, 1 ડિસેમ્બરથી બદલાશે ઘણા નિયમ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Civil Hospital: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુચારુ સંકલન થકી અંગદાનની સેવાકીય યાત્રામાં વધુ એક પ્રેરણાદાયી પ્રકરણ ઉમેરાયું છે. સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બીજું અને ગુપ્તદાન સ્વરૂપે કુલ ૨૬૩મું સફળ અંગદાન સંપન્ન થયું છે.

ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની અમૂલ્ય ભેટ

માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા અમદાવાદના ૬૫ વર્ષીય પુરુષનાં પત્નીએ જીવનસાથીને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ માનવતાને સર્વોપરી રાખીને અંગદાનની સંમતિ આપી હતી. તેમના આ ઉમદા નિર્ણયથી ૧ લીવર અને ૨ કિડનીનું દાન મળ્યું છે, જેના થકી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની અમૂલ્ય ભેટ મળશે.

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

તબીબોની ટીમ દ્વારા નિયમાનુસાર બ્રેઈનડેડ જાહેર

ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રહેવાસી ૬૫ વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે ગત ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા તેમને બચાવવા માટે શક્ય તમામ સારવાર અને પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબોની ટીમ દ્વારા તેમને નિયમાનુસાર બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જીવનમાં ફરી આશાનો સંચાર કરવામાં આવશે

આ કપરા સમયે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. પોતાના સ્વજનને ગુમાવવાના આઘાત વચ્ચે પણ પત્નીએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપી શકાય તેવા ઉમદા આશયથી અંગદાનની સંમતિ આપી હતી. પરિવારની આ માનવતાભરી પહેલથી પ્રાપ્ત થયેલા ૧ લીવર અને ૨ કિડની જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરીને તેમના જીવનમાં ફરી આશાનો સંચાર કરવામાં આવશે.

શું તમે હાઈ-વે પર જમો છો? તો આ સમાચાર ખાસ વાંચો: ગુજરાતમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ 1477 સ્થળો પર દરોડા, આરોગ્ય મંત્રીની લાલ આંખ

દુઃખની ઘડીમાં અન્ય ત્રણ પરિવારોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનો નિર્ણય

આ અંગદાન અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. કોઈ પરિવાર માટે પોતાના સ્વજનને ગુમાવવાની ક્ષણ અત્યંત પીડાદાયક હોય છે, પરંતુ એ જ દુઃખની ઘડીમાં અન્ય ત્રણ પરિવારોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનો નિર્ણય ખરેખર વંદનીય છે. સમાજમાં અંગદાન અંગે વધુને વધુ જાગૃતિ આવે અને કોઈ પણ દર્દી અંગની રાહ જોતા જીવન ન ગુમાવે તે માટે સૌએ અંગદાનના સંકલ્પને જીવનનો હિસ્સો બનાવવો જોઈએ."

અત્યાર સુધીમાં કુલ ૨૬૩ અંગદાતાઓ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સતત પ્રયાસો થકી અત્યાર સુધીમાં કુલ ૨૬૩ અંગદાતાઓના માધ્યમથી ૮૭૪ અંગો અને ૨૬૬ પેશીઓ મળી કુલ ૧,૧૪૦ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. પ્રાપ્ત થયેલા કુલ ૮૭૪ મહત્ત્વપૂર્ણ અંગોમાં ૪૮૬ કિડની, ૨૩૭ લીવર, ૮૪ હૃદય, ૩૪ ફેફસાં, ૨૫ સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), ૬ હાથ અને ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે.

અમદાવાદનો ફ્લાવર શો જોવા હવે ખિસ્સું વધુ હળવું કરવું પડશે! AMCએ જાહેર કર્યા ટિકિટના ભાવ, અટલ બ્રિજ પણ પરાણે જોડાયો!

આપણી વિદાય પછી પણ આપણા અંગો કોઈના જીવનમાં નવી સવાર લાવી શકે...

આ ઉપરાંત કુલ ૨૬૬ પેશીઓના દાનમાં ૨૧૪ આંખો (કોર્નિયા) અને ૫૨ સ્કિન (ચામડી) પ્રાપ્ત થઈ છે, જેના થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે. અંગદાન મહાદાન છે. આપણી વિદાય પછી પણ આપણા અંગો કોઈના જીવનમાં નવી સવાર લાવી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News