SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

Cyclone Arnab And Earthquake Connection: અર્નબ વાવાઝોડું મધરાતે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું જે અતિ ગંભીર કેટેગરીનું વાવાઝોડું છે. હાલ આંધ્ર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તે તબાહી મચાવી રહ્યું છે. પણ એક અન્ય ચોંકાવનારી વાત એ જોવા મળી કે વાવાઝોડા પહેલા કેટલાક રાજ્યોમાં ભૂકંપ પણ જોવા મળ્યો તો અનેક લોકોના મનમાં એવો સવાલ ઉભો થયો કે શું આ ભૂંકપના આંચકા અને વાવાઝોડાને કોઈ સંબંધ છે ખરો?

Written By Viral Raval
Published: Oct 28, 2026, 01:44 PM IST | Updated: Oct 28, 2026, 01:48 PM IST
Image Credit: AI Generated Image
Join

હાલ બંગાળની ખાડીમાંથી ઉઠેલા વાવાઝોડા અર્નબે લગભગ અડધા ભારતને ભરડામાં લઈ લીધુ છે. સેટેલાઈટ તસવીર અત્યંત ડરામણી સ્થિતિ સૂચવી રહી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે કહેર વર્તાઈ રહ્યો છે. આ તોફાનના કારણે બે રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાં મંગળવાર મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે 135 થી 140કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રમાં પણ ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે. જેના કારણે પાણી રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં ઘૂસી ગયું છે.

હવે દેશમાં સ્થિતિ એવી છે કે એક બાજુ જ્યાં વાવાઝોડું અર્નબ અનેક રાજ્યોમાં ગંભીર સ્થિતિ સર્જી રહ્યું છે ત્યારે બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં પાંચવાર ધરા પણ ધ્રુજી છે જેણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે કે આખરે આ શું થઈ રહ્યું છે?

ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર

24 કલાકમાં 5 વાર  ધરા ધ્રુજી

એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે એકવાર ચોક્કસપણે એ વિચાર  આવે કે આખરે આ તે શું થઈ રહ્યું છે કે વાવાઝોડું આવ્યું અને ધરા પણ ધ્રુજી? કારણ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર જણાવ્યું કે 27 અને 28 ઓક્ટોબર વચ્ચે દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. એક બાજુ વાવાઝોડું અને પછી ધરતીકંપ....જેના કારણે લોકોના મનમાં પણ સવાલ ઉઠ્યો છે કે આ બંને વચ્ચે શું કોઈ કનેક્શન છે  ખરું?

ધડાધડ અનુભવાયા ભૂકંપના આંચકા

વાવાઝોડા અને ધરતીકંપ વચ્ચે કોઈ સંબંધ ખરો?

સેટેલાઇટ તસવીરમાં દેખાયો વાવાઝોડાનો ડરામણો નજારો! અડધા ભારત પર સાયક્લોન 'અર્નબ'નો છે ઘેરાવો

વૈજ્ઞાનિકોને કેમ છે ચિંતા

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES