)
રાજકોટ-મોરબીના ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર. ૨૪ પૈકી ૨૧ મુદ્દાઓમાં અગાઉ સહમતી સધાઇ હતી. ત્રણ મુદ્દાઓને લઇને ખેડૂતોમાં હતી નારાજગી. ખેડૂતોના મુદ્દે સરકાર સકારાત્મક હોવાનો દાવો. ઉમિયાધામ સિદસર બન્યું સરકાર સાથે મધ્યસ્થી. ત્રણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં સરકાર સકારાત્મક નિર્ણય લઇ શકે છે. હાઇ વોલ્ટેજ લાઇન કોરિડોરના વળતરને લઇને મહત્વનો નિર્ણય આવી શકે છે. જમીનના ભાવ નક્કી કરવાની કમિટીમાં ખેડૂત પ્રતિનિધીની ભુમિકા મહત્વની રહેશે. ત્રણ નહિ પરંતુ બે બહુમતી ભાવના સરેરાશ ભાવ નક્કી કરાઇ તેવી વિચારણા. સિદરસ ઉમિયાધામના ઉપપ્રમુખ જગદિશ કોટડિયાએ મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કૃષિમંત્રી સાથે ગાંધીનગરમાં કરી મુલાકાત. ટૂંક સમયમાં આંદોલનકારી ખેડૂત પ્રતિનિધીઓને મળીને આવી શકે છે મહત્વો નિર્ણય.
નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ કાર્યક્રમ દરમિયાનની ઘટના. મહિલાઓ ભજન કિર્તન કરતા હતા એ દરમિયાન ઘટના સર્જાઈ. વીસ ફૂટ ઉંચી સિડી વૃદ્ધ મહિલાના માથા પર પડતા મોત, અન્ય એક મહિલાને ઈજા. મૃતક વૃદ્ધા રાજ્યના નાણાં પંચના સભ્ય જેડી પટેલના પત્ની. ભાજપના સ્થાનિક આગેવાન અને નાણાં પંચના સભ્યના પત્નિનું અવસાન થતાં શોક. ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું. લક્ષદ્વીપ પ્રશાસક, સાંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા.
અમદાવાદ ગ્રામ્યમાં મોટી ચોરીની ઘટના. ચાંગોદર ના વેરહાઉસમાં 99.98 લાખના મતાની ચોરી. સનાથલ સર્કલ પાસેના શેડમાં ત્રાટકેલા તસ્કરોએ એક કલાકમાં હાથ સાફ કર્યો. ખેતરમાંથી આવીને દીવાલ પરના પતરા ખોલીને બે બુકાનીધારીએ ચોરી કરી. તસ્કરોએ 20 કીબોર્ડ, 40 આઇફોન-17, 30 આઇફોન-16, 2 આઇપેડ, 36 આઇવોચ, 26 લેપટોપની ચોરી કરી. ચાંગોદર પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી.
અમદાવાદની જાણીતી સીએન વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. આ ઘટના બાદ વિદ્યાર્થીના વાલીએ ગુસ્સો વ્યક્ત કરી સંબંધિત શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માગણી કરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી છે અને આચાર્ય પાસે આ સમગ્ર મા અંગે સ્પષ્ટ ખુલાસો માગવામાં આવ્યો છે.
મહેસાણામાં ખેતરની એક બોરની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા નકલી શેરબજાર કોલ સેન્ટરનો સાયબર ક્રાઈમની ટીમે પર્દાફાશ કર્યો છે. લોકોને ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરતા આ નેટવર્ક પર દરોડા પાડીને પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના હરિનગર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે એકસાથે ત્રણથી વધુ વાહનોને જોરદાર ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં એક રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને અકસ્માત સર્જનાર કારને જપ્ત કરીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.
વલસાડ જિલ્લાના વાપી સ્થિત તીઘરા બોર્ડર નજીકથી એસઓજી (SOG) પોલીસ ટીમે નશાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને ₹12 કરોડથી વધુની કિંમતનો 2500 કિલોથી વધુ નશીલો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઝડપાયેલો પદાર્થ 'કેનાબીસ' હોવાની આશંકા સેવાઈ રહી છે, જેનો ઉપયોગ પાવડરમાંથી નશાની ગોળીઓ બનાવીને સપ્લાય કરવા માટે કરવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના તાર મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ સુધી લંબાયેલા હોવાથી મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી દીધી છે.
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા એફિડેવિટમાં ન્યાયિક અધિકારી સામે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી કડક ફટકાર લગાવી છે. કલેક્ટરે પોતાની ટિપ્પણી બદલ બિનશરતી માફી માગીને એફિડેવિટ પરત ખેંચવાની વિનંતી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની માફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે કલેક્ટર સામે શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ આપવાની સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિકારીને ઓનલાઈન હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, હાઈકોર્ટે કલેક્ટર સામે કાયદાકીય કાર્યવાહી અંગે જવાબ માગતાં 27 નવેમ્બર સુધીમાં સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે.
સુરતમાં ચંદી પડવાની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ તહેવાર માટે સૂરતીઓની પ્રિય મીઠાઈ 'ઘારી'ની ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વર્ષે બજારમાં ખાસ 'ગોલ્ડ ઘારી'નું આગમન થયું છે, જેની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ઘારી પર શુદ્ધ સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે અને તેને અલગ-અલગ સુકા મેવા તથા કિસમિસથી વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડ ઘારીનો ભાવ પ્રતિ કિલો ₹21,000 સુધી પહોંચ્યો હોવા છતાં લોકોમાં ભારે આકર્ષણ છે, અને આ લાઈમલાઈટમાં આવેલી ઘારી માટે સ્થાનિકો ઉપરાંત વિદેશથી પણ એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે.
રાજકોટમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પર્યાવરણની સુરક્ષાાર્થે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમો અનુસાર, દિવાળીના દિવસે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, જ્યારે નૂતન વર્ષના પ્રારંભે રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો જેવા સાયલેન્ટ ઝોનથી 100 મીટરના અંતર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. નાગરિકોની સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ એમિશનવાળા ફટાકડા તેમજ ચાઈનીઝ તુક્કલ અને વિદેશી ફટાકડાના વેચાણ અને વપરાશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વડોદરાના હરિનગર બ્રિજ પર ઓવરટેક કરવાના ચક્કરમાં એક પૂરપાટ ઝડપે આવતી એન્ડેવર કારે ત્રણથી વધુ વાહનોને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચાર લોકો સવાર ધરાવતી આ કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાચાલક અર્જુનસિંહ પઢિયારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર આરોપી બિલ્ડર પુત્ર તાહા શબ્બીર પડદાવાલાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવી પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે પોલિયોમુક્ત વિશ્વનું નિર્માણ એ સમસ્ત માનવજાતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિશ્વ પોલિયો દિવસ એ પોલિયો સામેની ઐતિહાસિક લડાઈમાં મળેલી સફળતાઓની સમીક્ષા કરવાનો અને આ રોગના વૈશ્વિક સ્તરે સંપૂર્ણ ઉન્મૂલન કાજે આપણી સહિયારી પ્રતિબદ્ધતા દોહરાવવાનો અવસર છે. સામૂહિક જાગૃતિ, પ્રશાસકીય પ્રતિબદ્ધતા અને વ્યાપક રસીકરણ અભિયાનના પરિણામે ભારતે પોલિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિને કાયમી રાખવા માટે નવજાત શિશુઓ અને બાળકોનું સમયસર સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું એ સૌની સહિયારી જવાબદારી છે. કોઈ પણ બાળક નિયમિત રસીકરણથી વંચિત ન રહે અને આપણી ભાવિ પેઢી સદાય સ્વસ્થ, સક્ષમ અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરીએ.
નવી પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે પોલિયોમુક્ત વિશ્વનું નિર્માણ એ સમસ્ત માનવજાતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિશ્વ પોલિયો દિવસ એ પોલિયો સામેની ઐતિહાસિક લડાઈમાં મળેલી સફળતાઓની સમીક્ષા કરવાનો અને આ રોગના વૈશ્વિક સ્તરે સંપૂર્ણ ઉન્મૂલન કાજે આપણી સહિયારી પ્રતિબદ્ધતા દોહરાવવાનો અવસર છે. સામૂહિક જાગૃતિ, પ્રશાસકીય પ્રતિબદ્ધતા અને વ્યાપક રસીકરણ અભિયાનના પરિણામે ભારતે પોલિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિને કાયમી રાખવા માટે નવજાત શિશુઓ અને બાળકોનું સમયસર સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું એ સૌની સહિયારી જવાબદારી છે. કોઈ પણ બાળક નિયમિત રસીકરણથી વંચિત ન રહે અને આપણી ભાવિ પેઢી સદાય સ્વસ્થ, સક્ષમ અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરીએ.
હીરા બજારમાં ₹1.50 લાખની લૂંટનો આરોપી 30 વર્ષ બાદ ઝડપાયો! સુરત ક્રાઈમ બ્રાન્ચને 30 વર્ષ જૂના લૂંટના કેસમાં મોટી સફળતા મળી. મહિધરપુરા હીરા બજારમાં લૂંટ ચલાવનાર વોન્ટેડ આરોપી ઝડપાયો. વર્ષ 1997માં હીરા બજાર વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. આરોપીઓએ વેપારી પાસેથી ₹1.50 લાખની રોકડ લૂંટી હોવાનો આક્ષેપ છે. આ ગુનામાં લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. મુખ્ય આરોપી જયનારાયણ ઉર્ફે ધરમરાજસિંહ રાજપૂત 30 વર્ષથી ફરાર હતો. આરોપી પોલીસને હાથતાળી આપીને લાંબા સમયથી નાસતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડને આરોપી અંગે બાતમી મળી હતી. આરોપી મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના પોરસા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી ઓપરેશન હાથ ધરાયું. આરોપીને તેના વતન તરસમા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી વિરુદ્ધ અગાઉ કોર્ટ દ્વારા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. 30 વર્ષથી ફરાર આરોપીની ધરપકડથી જૂના લૂંટ કેસમાં મહત્વની પ્રગતિ થઈ. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો.
સુરત આવી રહેલી ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો. મોજ-મસ્તી ખાતર ટ્રેન પર પથ્થરો ફેંક્યા, કોચના 3 કાચ તૂટ્યા. C-6 કોચની બારીઓના 2 અને પેન્ટ્રી કારનો 1 કાચ ક્ષતિગ્રસ્ત. સદનસીબે પથ્થરમારામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા નહીં. રાત્રે 11:29 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમથી RPFને જાણ. સુરત યાર્ડ અને તાપી નદીના પટ વિસ્તારમાં RPFનું સર્ચ ઓપરેશન. CCTV ફૂટેજની મદદથી પથ્થરમારો કરનારા 3 યુવકોની ઓળખ થઈ. બિહારના ગોલુ કુમાર ચૌધરી (22), સંદેશ કુમાર (18) અને મંતોષ મુખિયા (18) ઝડપાયા. ત્રણેય યુવકો રેલવે લાઇન નજીકની ફેક્ટરીમાં છેલ્લા 2 વર્ષથી મજૂરી કરતા હતા. રેલવે એક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધી RPFએ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી.
દિવાળીના તહેવાર ટાણે જ ભરૂચવાસીઓ ગટર સમસ્યાથી પરેશાન થયા. વોર્ડ નંબર 7ના સુથીયાપુરા વિસ્તારમાં પાલિકાના વહીવટ સામે રોષ. છેલ્લા 15 દિવસથી ગટરનું કામ ગોકળગતિએ ચાલતું હોવાના આક્ષેપ. વારંવાર રજૂઆત છતાં નગરસેવકો સમસ્યા જોવા ન આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ગટરનાં ગંદાં પાણી અને કચરાના નિકાલની સમસ્યાથી લોકો ત્રસ્ત. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત. દિવાળી પહેલાં સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોની નગરપાલિકા પાસે માંગ.
અમદાવાદ શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ભારે વધારો થતાં લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. સમગ્ર અમદાવાદનું સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૯૨ ‘અનહેલ્ધી’ સ્તરે પહોંચી ગયું છે, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં હવા વધુ ઝેરી બનીને ‘સિવિયર’ કેટેગરીમાં પ્રવેશ કરી ચૂકી છે. આંકડાઓ મુજબ, શિવાલિક લેક વ્યૂમાં સૌથી વધુ ૨૫૮ અને થલતેજમાં ૨૨૪ AQI નોંધાયું છે. આ ઉપરાંત હેબતપુર (૨૧૪), રામનગર (૨૦૮), સોલા (૨૦૮), નારોલ (૨૦૫), વસંતનગર (૨૦૫), બોપલ (૨૦૨), સાઉથ બોપલ (૨૦૪), ચંદ્રનગર (૨૦૧), ફતેવાડી (૨૦૧) અને ગોતા (૨૦૪) જેવા વિસ્તારોમાં પણ AQI ૨૦૦ને પાર કરી જતાં વાતાવરણ અત્યંત પ્રદૂષિત બન્યું છે.
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુરત મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મનપાના બદલાયેલા સ્ટેન્ડ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં ટકોર કરી હતી કે, "અસરગ્રસ્તો ક્યાં જઈને રહેશે? તેઓ કોઈ પશુ નથી કે ગૌશાળામાં મૂકી અવાય." એડવોકેટ જનરલ દ્વારા અગાઉ કોર્ટને વૈકલ્પિક આવાસની ખાતરી અપાયા બાદ પણ મનપાએ પોતાની નીતિ બદલીને અરજદારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાનું જણાવતાં હાઈકોર્ટે ભારે ફિટકાર વરસાવ્યો હતો. કોર્ટે અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે સ્પષ્ટતા માગી છે અને કમિશનર તથા સ્ટેન્ડિંગ ચેરમેનને આગામી ૨૭ નવેમ્બરની સુનાવણીમાં પણ હાજર રહેવાનો હુકમ કર્યો છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી 'સાનિધ્ય' નામની ઇમારતના દસમા માળે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઊંચા માળે આગની જ્વાળાઓ દેખાતાં જ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો તાત્કાલિક સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા બ્રિગેડ કોલ સાથે ઝડપથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે સવારથી લઈને રાત સુધીમાં ભૂકંપના સતત ૫ હળવા આંચકા નોંધાતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ આંચકાઓમાં બપોરે ૧૨:૫૦ વાગ્યે ૧.૮, બપોરે ૨:૦૩ વાગ્યે ૧.૭, બપોરે ૨:૧૭ વાગ્યે ૨.૧, રાત્રે ૯:૫૦ વાગ્યે ૨.૨ અને રાત્રે ૧૦:૧૮ વાગ્યે ૧.૮ ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ તમામ આંચકાઓનાં કેન્દ્રબિંદુ તાલાલાથી ૮ થી ૧૨ કિલોમીટરના અંતરે નોંધાયાં હતાં.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...