SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

Skin Care Tips: વાતાવરણમાં ફેરફાર થવાની શરુઆત થઈ ગઈ છે. અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે. દિવસ દરમિયાન આંકરો તડકો હોય છે અને સાંજ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં થયેલા ફેરફારની સાથે સ્કિન કેર રુટીનમાં પણ ફેરફાર કરવો જોઈએ.

Written By Krupa Shah
Published: Oct 12, 2026, 12:01 PM IST | Updated: Oct 12, 2026, 12:03 PM IST
Join

Skin Care Tips: વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. અત્યારે રાજ્યભરમાં ડબલ ઋતુ જેવી સ્થિતિ છે.. સવારના સમયે તડકો અને ગરમી હોય છે અને સાંજ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં થતો આ ફેરફાર જણાવે છે કે સ્કીન કેર રૂટીનમાં પણ બદલાવ કરવાનો સમય આવી ગયો છે. ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે આવા સમયે ત્વચાની માવજત પણ ખાસ રીતે કરવી પડે છે. શિયાળામાં ત્વચા ડ્રાય ન થાય અને ફાટે નહીં તે માટે અત્યારથી જ સ્કીન કેર રૂટીન બદલી લેવું જોઈએ.

અત્યારે ઠંડી વધારે નથી પરંતુ આ ઋતુમાં પણ ત્વચા ડ્રાય અને બેજાન દેખાવા લાગે છે. એટલા માટે જ સ્કીન હાઇડ્રેટ રહે તેવું સ્કીન કેર રૂટિન ફોલો કરવું જોઈએ. બદલતા વાતાવરણમાં કેવું સ્કીન કે રૂટીન ફોલો કરવું તેના વિશે તમને જાણકારી ન હોય તો ચાલો તમને એક સિમ્પલ સ્ક્રીન કે રૂટિન જણાવીએ જેને ફોલો કરીને તમે આ ડબલ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખી શકો છો અને ત્વચાને મોઈશ્ચુરાઈઝ કરી શકો છો.

બદલતી ઋતુનું સ્કિન કેર રૂટિન

આ પણ વાંચો: Glowing Skin: ગરબામાં મેકઅપ વિના ચમકશે તમારો ચહેરો, સાંજે ચહેરા પર આ વસ્તુ લગાડજો

ક્લીનઝર

અત્યારની સિઝન એવી છે જેમાં તમે વારંવાર ફેશવોશથી ચહેરો સાફ કરશો તો સ્કીન ડ્રાય થઈ જશે અને ખેંચાવા લાગશે. એટલા માટે જ આ સમયે ચહેરાને ક્લીન કરવા માટે ફેસવોશને બદલે જેન્ટલ ક્લીનઝર નો ઉપયોગ કરો. ક્લીનઝરમાં પણ હાઇડ્રેટિંગ ક્લિઝર હોય તો વધારે સારું તેનાથી ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે અને સ્કીન ડ્રાય થતી નથી.

મોઈશ્ચુરાઈઝર

આ સિઝનમાં સૌથી વધારે મહત્વનું મોઈશ્ચુરાઈઝર હોય છે. મોઈશ્ચુરાઈઝર નિયમિત ઉપયોગ કરો. મોઈશ્ચુરાઈઝર સ્કીનમાં મોઈશ્ચર લોક કરે છે અને સ્કિનને સોફ્ટ બનાવે છે. જો તમારી સ્કિન ડ્રાય રહેતી હોય તો જેલ બેઝ મોઈશ્ચુરાઈઝરને બદલે ક્રીમ બેઝ મોઈશ્ચુરાઈઝર નો ઉપયોગ કરવો.

સનસ્ક્રીન

ઘણા લોકો ઠંડીની શરૂઆત થાય એટલે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે પરંતુ શિયાળામાં પણ સનસ્ક્રીન લગાડવું જરૂરી હોય છે. સનસ્ક્રીન ફક્ત ઉનાળા માટેની પ્રોડક્ટ નથી. દરેક સિઝનમાં ચહેરા પર સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. સનસ્ક્રીન સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાની રક્ષા કરે છે.

આ પણ વાંચો: ગરબા રમ્યાના 2 દિવસમાં પગમાં છાલા પડે છે ? તો ગરબામાં જતા પહેલાં અને પછી આ રીતે પગની માવજત કરો

ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો

નહાવામાં ગરમ પાણીનો ઉપયોગ કરો તો ચાલે પરંતુ આ ઋતુમાં ચહેરો ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં. ચહેરો ધોવા માટે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ગરમ પાણીથી ચહેરો ધોવો છો તો તેનાથી ચહેરાના નેચરલ ઓઇલ ખતમ થઈ જાય છે અને ત્વચા ડ્રાય અને ખેંચાયેલી દેખાય છે. એટલા માટે ચહેરો હંમેશા ઠંડા પાણીથી ધોવો જોઈએ.

આ સિવાય જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેના હોઠ શિયાળામાં ફાટે છે અને તેમાંથી લોહી નીકળવા લાગે તો હોઠ માટે પણ અત્યારથી જ પેટ્રોલિયમ જેલી કે પછી નાળિયેર તેલનો ઉપયોગ શરૂ કરી દો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને પેટ્રોલિયમ જેલી કે નાળિયેર તેલ સાથે રાખવું જ્યારે પણ હોઠ ડ્રાય થઈ જાય ત્યારે જેલ અથવા તેલ લગાડવું

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES